'મહિલાના મોત બાદ પણ અલ્લૂ અર્જુને થિયેટર છોડ્યું ન હતું, જો અમારી વિરુદ્ધ...', 'પુષ્પા'ને લઈને ACPનું વિવાદિત નિવેદન
Telangana Police on Allu Arjun: તેલંગાણા પોલીસે રવિવારે એક્ટર અલ્લૂ અર્જુનને લઇને મોટો દાવો કર્યો. પોલીસના અનુસાર, અલ્લૂ અર્જુને હૈદરાબાદના સંધ્યા થિયેટરમાંથી બહાર જવાની ના પાડી દીધી હતી, જ્યાં 4 ડિસેમ્બરે તેમની ફિલ્મ પુષ્પા 2નું પ્રીમિયર ચાલી રહ્યું હતું. પોલીસે કહ્યું કે, અલ્લૂ અર્જુનને જણાવ્યું હતું કે થિયેટરની બહાર અફરાતફરીનો માહોલ છે અને એક મહિલાનું મોત થઈ ચૂક્યું છે.
અલ્લૂ અર્જુને કહ્યું હતું કે, 'બહારની ઘટના અંગે જાણ થઈ તો તેઓ તાત્કાલિક સંધ્યા થિયેટરથી ચાલ્યા ગયા હતા. ત્યારે રવિવારે પોલીસે ટાઇમસ્ટેમ્પની સાથે ફુટેજ જાહેર કર્યા છે. જેમાં જોવા મળી રહ્યું છે કે, અલ્લૂ અર્જુન લગભગ અડધી રાત્રિ સુધી થિયેટરમાં રહ્યાં. પોલીસે આરોપ લગાવ્યો છે કે, અલ્લૂ અર્જુને પોલીસે થિયેટરથી બહાર જવાની અપીલને ગણકારી નહીં.'
એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા હૈદરાબાદ સિટી પોલીસ કમિશ્નર સીવી આનંદે ભાગદોડ અને ત્યારબાદની ઘટનાઓનું એક વીડિયો પ્રેઝેન્ટેશન કર્યું. ચિક્કડપલ્લી ઝોનના એસીપી રમેશ કુમારે કહ્યું કે, 'થિયેટર મેનેજરે શરૂઆતમાં પોલીસને અલ્લૂ અર્જુનની પાસે જવાની મંજૂરી ન આપી અને કહ્યું હતું કે, તેઓ પોલીસનો મેસેજ અલ્લૂ અર્જુન સુધી પહોંચાડી દેશે.'
ACP વિષ્ણુ મૂર્તિએ આપ્યું વિવાદિત નિવેદન
ACP વિષ્ણુ મૂર્તિએ વિવાદિત નિવેદન આપ્યું છે. અલ્લૂ અર્જુનની પુષ્પા ફિલ્મની પણ ટિકા કરી. તેમણે સવાલ કર્યો કે 'શું અલ્લૂ અર્જુન પોલીસને અપમાનિત કરવાના પ્રયાસ કરી રહી છે, જેમાં એક પોલીસવાળો જમવાનું પીરસે છે અને અંતમાં તેને નગ્ન કરી દેવામાં આવે છે કે પછી તસ્કરોને પોલીસ અધિકારીઓથી મોટા બતાવીનો પોલીસને નીચા બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ACPએ અલ્લૂ અર્જુન અને તેલુગુ ફિલ્મ ઉદ્યોગ પર કહ્યું કે, જે લોકો પોલીસ વિરૂદ્ધ અપમાનિત પોસ્ટ કરે છે, તેમને ખોટા કામો માટે નગ્ન કરી દેવાશે.'
ACPએ કહી મોટી વાત
જો કે, એસીપીના અનુસાર, 'જ્યારે અલ્લૂ અર્જુન ન ગયા. તો પોલીસે તેમના મેનેજરનો સંપર્ક કર્યો અને તેમને મહિલાના મોત અને તેના 9 વર્ષીય દીકરાને ગંભીર ઈજા થવા અંગે માહિતી આપી. પરંતુ મેનેજરે પણ તેની અપીલ પર ધ્યાન ન આપ્યું.'
એસીપીએ કહ્યું કે, 'જ્યારે અમે અલ્લૂ અર્જુનની પાસે ગયા અને મહિલાના મોત અને છોકરાની હાલત અંગે જણાવ્યું, સાથે જ બહારની અવ્યવસ્થા અંગે પણ જણાવ્યું, ત્યારે પણ તેમણે જવાનો ઇનકાર કરી દીધો અને કહ્યું કે તેઓ ફિલ્મ જોયા બાદ જશે. અડધી રાત્રે અંદાજિત, જ્યારે થિયેટરની બહારની સ્થિતિ બેકાબૂ બની ગઈ હતી અને ફેન્સ સ્ટારની એક ઝલક માટે ધક્કામુક્કી અને ભીડ લગાવી રહ્યા હતા. ત્યારે ડીસીપી અને એસીપીએ જબરદસ્તીથી અંદર ઘુસીને અલ્લૂ અર્જુનને જવા માટે કહ્યું.'
કમિશ્રનરે કહ્યું કે, 'એક્ટરે પોલીસની અપીલ પર ધ્યાન ન આપ્યું, જેથી સ્થિતિને કાબૂમાં લઈ શકાય. શું આ વીડિયો ફુટેજ એ સ્પષ્ટ નથી કરતા કે શું થયું? પોલીસ અધિકારીઓ ત્યાં સુધી કે વરિષ્ઠોએ પણ અલ્લૂ અર્જુનો સંપર્ક કરીને તેમને બહાર લઈ જવા માટે અનેક પડકારોનો સામનો કરવો પડ્યો.'
બાઉન્સરોએ પણ આપી હતી ચેતવણી
ફુટેજને સોશિયલ મીડિયા સહિતના અલગ અલગ સૂત્રોએ મેળવ્યા છે. કમિશ્નરે એ પણ કહ્યું કે, 'અલ્લૂ અર્જુનના પ્રાઇવેટ બાઉન્સરોએ પોલીસ કર્મચારીઓને અને ત્યાં હાજર અન્ય લોકોની સાથે ધક્કામુક્કી કરી હતી. હું મોટી હસ્તિઓ દ્વારા રાખવામાં આવેલા બાઉન્સરોને ચેતવણી આપવા માગું છું કે તેમને તેમના વ્યવહાર માટે જવાબદાર ગણવામાં આવશે. હું બાઉન્સરો અને તેમની એજન્સીઓને કડક ચેતવણી આપી રહ્યો છું કે, જો તેમાંથી કોઈપણ વર્દીધારી પોલીસ કર્મચારી કે સામાન્ય નાગરિકો સાથે ધક્કામુક્કી કરી તો તેમના વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવશે. અમે જોયું છે કે, સંધ્યા થિયેટરમાં બાઉન્સરોએ કેવો વ્યવહાર કર્યો, લોકોને ધક્કા આપ્યા અને ત્યાં સુધી કે ત્યાં ફરજ પર હાજર પોલીસ કર્મચારીઓને પણ ધક્કો માર્યો. સેલિબ્રિટી પણ પોતાના દ્વારા નિયુક્ત કરાયેલા બાઉન્સરોના વ્યવહાર માટે જવાબદાર છે. અમે આ મામલાને આગળ વધારવા માટે કાયદાકીય સલાહ લઈ રહ્યા છીએ.'