દિકરી તો નથી ને? જાણવા માટે પતિએ ફાડી નાંખ્યુ પત્નીનું પેટ, પતિને આજીવન કેદની સજા
ઉત્તર પ્રદેશના બદાઉનમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક પતિએ પુત્રની ઈચ્છા રાખીને તેની આઠ માસની ગર્ભવતી પત્નીનું પેટ ફાડી નાખ્યું હતું. આ કેસમાં કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. 50 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
જાણો શુ છે સમગ્ર મામલો?
પાંચ દીકરીઓનો જન્મ થયો અને પતિને પુત્ર જોઈતો હતો. પતિએ સિકલ વડે હુમલો કરીને આઠ માસની ગર્ભવતી પત્નીનું પેટ ફાડી નાખ્યું હતું. ગર્ભાવસ્થા પુત્ર છે કે પુત્રી તે જોવાનો પ્રયાસ કર્યો. આમાં ભ્રૂણે જીવ ગુમાવ્યો હતો. પતિ વિરુદ્ધ નોંધાયેલા કેસમાં કોર્ટે ગુરુવારે પોતાનો ચુકાદો આપ્યો છે.
સ્પેશિયલ કોર્ટ (ફાસ્ટ ટ્રેક) મહિલા અપરાધના જજ સૌરભ સક્સેનાએ ચાર વર્ષ જૂના કેસમાં પતિને દોષિત ઠેરવ્યો છે અને 50,000 રૂપિયાના દંડની સાથે આજીવન કેદની સજા ફટકારી છે.
સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામ ઘોંચાના રહેવાસી ગોલુએ 19 સપ્ટેમ્બર 2020ના રોજ તેના સાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ પ્રમાણે, મારી બહેન અનિતાના લગ્ન 22 વર્ષ પહેલા નેકપુરના રહેવાસી પન્નાલાલ સાથે થયા હતા. બહેનને પાંચ છોકરીઓ છે. પન્નાલાલ બહેનને રોજ માર મારતો હતો. તે મારી બહેનને કહેતો હતો કે, તુ ફક્ત છોકરીઓને જ જન્મ આપે છે. જ્યારે બહેને પરિવારના સભ્યોને આ વાત કહી તો આરોપીને ઘણી વખત સમજાવવામાં આવ્યો પરંતુ તે માનતો ન હતો. તે મારી બહેન કહેતો હતો કે, હવે છોકરીનો જન્મ થશે તો તે તેને ઘરમાં નહીં રાખે અને બીજા સાથે લગ્ન કરશે. બહેનને આઠ માસનો ગર્ભ હતો. આ ઘટના 19 સપ્ટેમ્બર, 2020 ના રોજ સાંજે 4 વાગ્યે બની હતી.
પન્નાલાલે સગર્ભા મહિલાને જાનથી મારી નાખવાના ઈરાદે સિકલ વડે તેનું પેટ ફાડી નાખ્યું હતું. ઘટનાની જાણ થતા પરિવારજનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અનિતાને ગંભીર હાલતમાં જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. તેની ગંભીર હાલત જોઈને ડોક્ટરે તેને બરેલી રિફર કરી દીધી. પત્નીનો જીવ તો બચી ગયો પણ ગર્ભસ્થ બાળક પુત્ર હતો અને તેણે જીવ ગુમાવ્યો.
પોલીસે આરોપી પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. તપાસકર્તાએ સિકલ રિકવર કરવાની સાથે આરોપીને જેલમાં મોકલી આપ્યો હતો. પુરાવા એકત્ર કર્યા બાદ તપાસકર્તાએ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. ત્યારથી આ મામલો કોર્ટમાં પેન્ડિંગ હતો. ન્યાયાધીશે ગુરુવારે ફાઇલની સમીક્ષા કરીને ADGC મુનેન્દ્ર પ્રતાપ સિંહ અને બચાવ પક્ષના વકીલની દલીલો સાંભળ્યા બાદ તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આરોપીને પોલીસ કસ્ટડીમાં જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો.