પત્ની માટે પતિએ VRS લીધું, ફેરવેલ પાર્ટીમાં જ પત્નીનું મોત
- કોટાની કરુણ ઘટના
- સોશિયલ મીડિયામાં ઘટનાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં પત્નીને ઢળી પડતી જોઈ શકાય છે
કોટા : કોટામાં પત્નીની ખરાબ તબિયતને જોતા પતિએ સરકારી નોકરીમાંથી વીઆરએસ લીધું હતું. પતિએ રિટાયરમેન્ટની પાર્ટીનું આયોજન કર્યુ હતું. આ દરમિયાન પાર્ટીમાં બેઠેલી પત્નીનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર, કોટાના ડકનિયા સેન્ટ્રલ વેયરહાઉસના મેનેજર દેવેન્દ્રની પત્ની છેલ્લા ઘણા સમયથી બીમાર ચાલતી હતી. પત્ની દિપીકાની સંભાળ રાખવા માટે પતિ રિટાયર થયો હતો. તમામ કાયદાકીય કાર્યવાહી બાદ દેવેન્દ્રને રિટારમેન્ટ મળી ગયું હતું.
નોકરીના છેલ્લા દિવસે રાખેલી પાર્ટીમાં પત્નીનું મોત થતા દેવેન્દ્ર માટે આભ તૂટી પડયું હતું. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં, દેવેન્દ્રની પત્નીને ખુરશી પર બેઠેલી જોઈ શકાય છે. અચાનક તે નર્વસ થઈને પડી ગઈ હતી. પ્રારંભિક રિપોર્ટ મુજબ, તેમનું મોત હાર્ટ એટેકના કારણે થયું હતું.