Get The App

મહારાષ્ટ્રની હચમચાવતી ઘટના, સતત ત્રીજી દીકરી જન્મતા પત્નીને પેટ્રોલ છાંટી સળગાવી નાખી

Updated: Dec 28th, 2024


Google NewsGoogle News
husband-burns-wife-alive


Maharashtra: મહારાષ્ટ્રના પરભણી જીલ્લાના ગંગાખેડ નાકા વિસ્તારમાં 26 ડીસેમ્બરની રાત્રે એક ભયાનક ઘટના સામે આવી છે. અહીં એક વ્યક્તિએ તેની પત્ની પર પેટ્રોલ રેડીને તેને આગ ચાંપી દીધી હતી. આરોપ છે કે મહિલાનો પતિ ગુસ્સે હતો કે તેની પત્નીએ ત્રીજી વખત પુત્રીને જન્મ આપ્યો છે. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જે ખૂબ જ ચોંકાવનારી અને દુઃખદ છે.

સતત ત્રીજી દીકરી જન્મતા પત્નીને પેટ્રોલ છાંટી સળગાવી

મળતી માહિતી અનુસાર પીડિતાની બહેન 34 વર્ષીય મૈના કુંડલિક કાલેએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. એવું કહેવાય છે કે આરોપી કુંડલિક ઉત્તમ કાલે પોતાને ત્રણ દીકરી હોવાથી તેની પત્નીને સતત ટોણો મારતો અને મારઝૂડ કરતો હતો. આ બાબતે પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા.

સારવાર શરૂ થાય તે પહેલાં જ મહિલાનું મોત

26 ડિસેમ્બરની રાત્રે, વિવાદ એટલો વધી ગયો કે કુંડલિકે સતત ત્રીજી દીકરી જન્મતા મૈના પર પેટ્રોલ રેડીને આગ લગાવી દીધી. આગ લાગતાની સાથે જ મહિલા બૂમો પાડતી ભાગવા લાગી હતી. આ જોઈને લોકોએ આગ ઓલવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. પેટ્રોલના કારણે ભારે મુશ્કેલીથી આગને કાબુમાં લેવામાં આવી હતી, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. ગંભીર રીતે દાઝી ગયેલી મૈનાને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ સારવાર શરૂ થાય તે પહેલાં જ તેનું મોત થયું હતું.

આ પણ વાંચો: દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો, મહાયુતિના સાથીએ ઉતાર્યા 11 ઉમેદવાર

પતિ સામે હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ 

આ કેસમાં પોલીસે ફરિયાદના આધારે કુંડલિક કાલે સામે હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી પોલીસ આ મામલે કોઈ નિવેદન આપવા તૈયાર નથી.

સમગ્ર વિસ્તારમાં રોષનો માહોલ 

ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં રોષનો માહોલ છે. લોકોનું કહેવું છે કે આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે સમાજે દીકરીઓ પ્રત્યે પોતાની વિચારસરણી બદલવાની જરૂર છે. કાયદાનો વધુ કડક અમલ કરવો અને દીકરીઓ માટે સન્માનનું વાતાવરણ ઊભું કરવું એ સમયની જરૂરિયાત છે.

મહારાષ્ટ્રની હચમચાવતી ઘટના, સતત ત્રીજી દીકરી જન્મતા પત્નીને પેટ્રોલ છાંટી સળગાવી નાખી 2 - image


Google NewsGoogle News