ભારતમાં અબજોપતિઓની સંખ્યા વધી, જાણો ટોપ 10ની યાદી, હુરુન ઈન્ડિયાએ જાહેર કર્યો રિપોર્ટ

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
ભારતમાં અબજોપતિઓની સંખ્યા વધી, જાણો ટોપ 10ની યાદી, હુરુન ઈન્ડિયાએ જાહેર કર્યો રિપોર્ટ 1 - image


Hurun India Rich List :  ગયા વર્ષે ભારતમાં દરરોજ એક નવો અબજોપતિ તૈયાર થયો છે. એટલે કે, ભારતમાં અબજોપતિઓની સંખ્યા વધીને 334 પર પહોંચી ગઈ છે. હુરુન ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલા ભારતના અબજોપતિઓની યાદી પ્રમાણે  ભારતમાં 2023માં નવા 75 અબજપતિઓનો ઉમેરો થયો છે. હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2024 (Hurun India Rich List 2024) પ્રમાણે છેલ્લા 13 વર્ષમાં જ્યારે  અબજોપતિઓની યાદી બહાર પાડવાનું શરૂ કર્યું છે, ત્યારે ભારતમાં અબજોપતિઓની સંખ્યામાં 6 ગણો વધારો નોંધાયો છે.

ભારતમાં અબજોપતિઓની સંખ્યા વધી, જાણો ટોપ 10ની યાદી, હુરુન ઈન્ડિયાએ જાહેર કર્યો રિપોર્ટ 2 - image

દર 5 દિવસે એક નવો અબજોપતિ તૈયાર 

હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2024એ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે,  વર્ષ 2023માં ભારતમાં દર પાંચમાં દિવસે એક નવા અબજોપતિ ઉમેરાય છે. આ યાદી પર હુરુન ઈન્ડિયાના સ્થાપક અને મુખ્ય સંશોધક અનસ રહેમાન જુનૈદે કહ્યું કે, વેલ્થ ક્રિએશનના ઓલિમ્પિક્સમાં ભારતે ગોલ્ડ મેળવ્યું છે. અબજોપતિઓની સંખ્યાના મામલે ભારતે ત્રિપલ સદી લગાવી છે.  તમામ 20 સેક્ટરોમાં આ યાદીમાં નવા ચહેરા ઉમેરાયા છે. ટોચના 20 સેક્ટરોમાં નવા ચહેરાઓ છે, જે ભારતમાં ઉદ્યોગસાહસિકતા માટેના ઉત્સાહનો સંકેત આપી રહ્યા છે.

ભારતમાં અબજોપતિઓ સંખ્યા વધી, જ્યારે ચીનમાં ઘટી 

અનસ રહેમાન જુનૈદે જણાવ્યું કે, ભારત એશિયામાં વેલ્થ ક્રિએશનના એન્જિન તરીકે ઉભરી રહ્યું છે. ચીનમાં અબજોપતિઓની સંખ્યામાં 25 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે ભારતમાં અબજોપતિઓની સંખ્યામાં 29 ટકાનો વધારો જોવા મળ્યો છે. હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2024માં પહેલીવાર 1539 નવા લોકો સામેલ થયા છે. જેમાં પરિવાર  દ્વારા સંચાલિત વ્યવસાયોથી લઈને સ્ટાર્ટઅપના સ્થાપકો અને પ્રાઈવેટ ઈક્વિટી ઇન્વેસ્ટર્સ, એન્જલ ઇન્વેસ્ટર્સ, વિવિધ પેઢીના લીડર્સ, ફિલ્મ સ્ટાર્સ અને અન્ય બીજા સામેલ છે.

મુંબઈમાં રહે છે 386 અબજોપતિ 

હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2024 પ્રમાણે 17 નવા અબજોપતિઓ સાથે હૈદરાબાદે પહેલીવાર બેંગલુરુને પાછળ છોડીને અબજોપતિ રહેવાસીઓના મામલે ત્રીજા સ્થાન પર આવી ગયું છે. હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં મુંબઈ 386 અમીર લોકો સાથે પહેલા નંબર પર છે. ત્યાર બાદ નવી દિલ્હીનો નંબર આવે છે કે, જ્યાં 217 અબજોપતિ રહે છે. હૈદરાબાદ 104 સાથે ત્રીજા સ્થાન પર છે. મુંબઈમાં 2023માં 66 નવા અબજોપતિ જોડાયા છે.


Google NewsGoogle News