Get The App

હંગેરીના વડાપ્રધાનને હાથીપ્રેમ કેરળ ખેંચી લાવ્યો, પરિવાર સાથે મુન્નાર હિલ્સની લીધી મુલાકાત

Updated: Jan 30th, 2025


Google NewsGoogle News
Hungary prime minister


Hungarian PM Visited Kerala: કેરળના મુન્નાર હિલ્સમાં હાથીઓનું એક ઝુંડ કુદરતના ખોળે ચાના બગીચાઓમાં થઈને વહેતા ઝરણામાંથી પાણી પીવા પહોંચ્યું. કદાચ એમને ખબર પણ નહીં હોય કે તેમનું આ કુદરતી વર્તન અને જીવનશૈલી જોવા એક ખાસ મહેમાન ત્યાં પહોંચ્યા હતા. એક એવા મહેમાન જે યુરોપના એક દેશથી આવ્યા હતા. આ મહેમાન એટલે બીજા કોઈ નહીં, પણ હંગેરીના વડાપ્રધાન વિક્ટર ઓર્બન, જે કેરળમાં પરિવાર સાથે વેકેશન માણવા આવ્યા હતા.

હંગેરીના વડાપ્રધાનને હાથીપ્રેમ કેરળ ખેંચી લાવ્યો, પરિવાર સાથે મુન્નાર હિલ્સની લીધી મુલાકાત 2 - image

હંગેરીના વડાપ્રધાનનું મુન્નારના ધ ગ્રાન્ડક્લિફમાં ભવ્ય સ્વાગત.


હંગેરીના વડાપ્રધાન વિક્ટર ઓર્બને આ મુલાકાત દરમિયાન કોચી ફોર્ટ રોડ પર આપણી જાણીતી 'ટુક-ટુક'ની સવારી કરીને સ્થાનિક સંસ્કૃતિનો અનુભવ પણ કર્યો. બાદમાં થેકડીમાં હિલ્સ એન્ડ હ્યુઝ રિસોર્ટના ડિરેક્ટર એમી જોને તેમનું ભવ્ય સ્વાગત કર્યું. અહીં હંગેરીના વડાપ્રધાન માર્શલ આર્ટ અને આદિવાસી નૃત્યોની પ્રસ્તુતિ જોઈ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. પરીઓની વાર્તા જેવા મહેલ તરીકે જાણીતું હિલ્સ એન્ડ હ્યુઝ વિશ્વભરના પ્રવાસીઓમાં આકર્ષતું સ્થળ છે. હિલ્સ એન્ડ હ્યુઝ રિસોર્ટ તેની અદ્ભુત સર્વિસ અને વાસ્તુકલાનું ઉત્તમ ઉદાહરણ હોવાની સાથે તમિલનાડુના મનમોહક પર્વતોના આહ્લાદક દૃશ્યો જોવા માટે પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત છે. 



થેકડીની મુલાકાત લીધા બાદ વડાપ્રધાન વિક્ટર મુન્નાર પહોંચ્યા, જ્યાં તેમણે લેચમી એસ્ટેટમાં તાજેતરમાં જ શરુ થયેલા 5 સ્ટાર લક્ઝરી રિસોર્ટ ધ ગ્રાન્ડ ક્લિફની મુલાકાત લીધી. આ રિસોર્ટ કેરળ અને મુન્નારમાં લક્ઝ્યુરિયસ અને પ્રીમિયમ સ્થળો પૈકીનો એક છે. અહીં ધ ગ્રાન્ડ ક્લિફના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર આસિફ શેમીએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

હંગેરીના વડાપ્રધાનને હાથીપ્રેમ કેરળ ખેંચી લાવ્યો, પરિવાર સાથે મુન્નાર હિલ્સની લીધી મુલાકાત 3 - image

હંગેરીના વડાપ્રધાન થેકડીના હિલ્સ એન્ડ હ્યુઝ રિસોર્ટની મુલાકાતે.   


'હિલ્સ એન્ડ હ્યૂઝ' અને 'ધ ગ્રાન્ડ ક્લિફ' એ કેરળના શ્રેષ્ઠ 5 સ્ટાર રિસોર્ટ્સ ગ્રૂપ 'નિશ સ્ટેઝ'નો હિસ્સો છે. નિશ સ્ટેઝ ગ્રૂપ વાયનાડમાં માઉન્ટેન શેડોઝ, જીવ્સ આયુર્વેદા, વાગામોનમાં મોન્ટિકલ ગ્લેમ્સ, મુન્નારમાં ઈડનવૂડ રિસોર્ટ અને રાગામાયા રિસોર્ટનું સંચાલન કરે છે. આ તમામ રિસોર્ટ તેની ભવ્યતા, અજોડ અનુભવ અને પર્સનલાઇઝ્ડ હૉસ્પિટાલિટી માટે જાણીતા છે.

હંગેરીના વડાપ્રધાને કેરળમાં પ્રકૃતિના ખોળે, હરિયાળા દૃશ્યોની મીઠી યાદો સાથે વિદાય લીધી હતી. કેરળે તેમના માનસપટ પર અમીટ છાપ છોડી હતી.

હંગેરીના વડાપ્રધાનને હાથીપ્રેમ કેરળ ખેંચી લાવ્યો, પરિવાર સાથે મુન્નાર હિલ્સની લીધી મુલાકાત 4 - image


Google NewsGoogle News