એક સમયે કંગના સાથે અફેરની અફવા બદલ ચર્ચામાં રહેલો સ્ટાર થપ્પડકાંડમાં અભિનેત્રીના સપોર્ટમાં ઉતર્યો
Kangna Ranaut Slapped by CISF Constable: જાણીતી અભિનેત્રી અને ચૂંટાયેલ સાંસદ કંગના રણૌત સાથેના થપ્પડકાંડની ચર્ચા સમગ્ર દેશમાં થઇ રહી છે. ચંડીગઢ એરપોર્ટ પર આ ઘટના પછી સોશિયલ મીડિયા પર લોકો અનેક પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. બોલીવુડ સેલિબ્રિટીસ શબાના આઝમી, અનુપ ખેર, શેખર સુમન, સોના મહાપાત્રા સહિત ઘણા લોકોએ તેમના વિચારો વ્યક્ત કર્યા છે.
આ મુદ્દા પર બોલિવૂડ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. કોઈએ સીઆઈએસએફના કોન્ટેબલની તરફેણ કરી તો કોઈએ કંગનાનું સમર્થન કર્યું છે. એક સમયે કંગના સાથે અફેરની ચર્ચામાં રહેલા અભિનેતા રિતિક રોશન કંગનાને સમર્થન આપતાં જોવા મળ્યા છે.
રિતિકે આપ્યું આ રિએક્શન
ફાય ડિસોઝાએ સોશિયલ મીડિયા પર કંગનાના સપોર્ટમાં પોસ્ટ કરી હતી જેમાં રીતીકના રીએક્શન પર બધાંની નજર ગઈ હતી. પોસ્ટમાં લખ્યું હતું કે,'સાંસદ કંગના રણૌત સાથે એરપોર્ટ પર જે ઘટના થઇ અને થપ્પડ માર્યો, તે વાજબી નથી કોઈ પણ જવાબ હિંસા સ્વરૂપે હોઈ શકે નહીં'. ખાસ કરીને ગાંધીજીના અહિંસાના આદર્શોનું અનુસરણ કરતાં આપણા દેશમાં તો નહીં જ...'
પોસ્ટમાં આગળ લખ્યું છે કે 'ભલે આપણે કોઈના મંતવ્યો અને નિવેદનો સાથે અસહમત હોઈએ પણ તેનો ક્યારેય હિંસા દ્વારા જવાબ આપી શકાય નહીં. આ અત્યંત ક્ષોભજનક છે, જ્યારે સુરક્ષાકર્મીઓ યુનિફોર્મમાં રહીને આવી હિંસક ઘટનાઓને અંજામ આપે છે. વિચારો કે જેમણે દસ વર્ષમાં સત્તા સામે સવાલો ઉઠાવ્યા છે તેના પર કોઈ સુરક્ષાકર્મી દ્વારા આ રીતે હુમલો કરવામાં આવે તો..'
આ પોસ્ટ પર રિતિકે કોઈ કોમેન્ટ નથી કરી, પરંતુ લાઇક જરૂર કરી છે. તેમની લાઇકથી ચાહકો માની રહ્યા છે રિતિક કંગનાના સમર્થનમાં ઉતર્યા છે. રિતિક ઉપરાંત આલિયા ભટ્ટ, અર્જુન કપૂર અને ભૂમિ પેડનેકરે પણ આ પોસ્ટ લાઈક કરી છે.
કંગના અને રિતિક સતત વિવાદમાં
રિતિક અને કંગનાનો ઝઘડો ખૂબ જૂનો છે. કંગનાએ રિતિક પર તેની સાથે અફેર કર્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. તેણે દાવો કર્યો હતો કે રિતિકે તેમનાં મેઈલ આઈડીથી ઘણા ઈમેલ મોકલ્યા હતા. તેમનું અફેર ક્રિશ મુવીના સમયથી શરૂ થયું હતું.
આલિયાને લઈને આ વાત કહી
કંગના અવારનવાર પરિવારવાદ પર પોતાના મંતવ્યો રજૂ કરતી રહે છે. કંગનાએ અગાઉ આલિયા ભટ્ટની ફિલ્મ ગલી બોયમાં આલિયા ભટ્ટની એક્ટિંગ વિશે ટિપ્પણી કરી હતી. તેના જવાબમાં આલિયાએ નમ્રતાથી પ્રતિક્રિયા આપતા કંગનાની ઈમાનદારીના વખાણ કર્યા હતા.