Get The App

હરિયાણામાં મજબૂત કોંગ્રેસ સામે કઈ રીતે લડશે ભાજપ? ઈનેલો અને AAP બગાડી શકે છે ખેલ

Updated: Aug 16th, 2024


Google NewsGoogle News
હરિયાણામાં મજબૂત કોંગ્રેસ સામે કઈ રીતે લડશે ભાજપ? ઈનેલો અને AAP બગાડી શકે છે ખેલ 1 - image


Haryana Assembly Election News : હરિયાણા વિધાનસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, ત્યારે ભારતના ચૂંટણી પંચે આજે (16 ઓગસ્ટ) હરિયાણામાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. જેમાં રાજ્યમાં 1 ઓક્ટોબરે મતદાન થશે અને 4 ઓક્ટોબરે મતગણતરી થશે. હરિયાણામાં ઈનેલોને પાછળ છોડીને ભાજપ અને કોંગ્રેસ પ્રમુખ પાર્ટી રહી છે. જેમાં 2005થી 2014 સુધી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાના નેતૃત્વમાં કોંગ્રેસ સત્તામાં રહી હતી. જ્યારે ભાજપ 2014માં નરેન્દ્ર મોદીની લહેરથી શરૂ કરીને છેલ્લી બે ટર્મથી સત્તામાં છે. પરંતુ 2019માં ભાજપને સરકાર બનાવવા માટે જનનાયક જનતા પાર્ટીની (JJP) મદદની જરૂર હતી. તેવામાં લોકસભાની ચૂંટણીમાં પણ આ પ્રકારનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. જેમાં કોંગ્રેસે 2004 અને 2009માં હરિયાણામાં મોટાભાગની બેઠકો જીતી હતી, ભાજપ 2014માં આગળ હતી અને પછી 2019માં તમામ બેઠકોમાં જીત હાંસલ કરી હતી. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે વાપસી કરીને ભાજપ જેટલી પાંચ બેઠકો પર મેળવી હાંસલ કરી હતી. 

આ પણ વાંચો : VIDEO: ઉદયપુરમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ બાદ ભયંકર હિંસા: ગાડીઓ-મૉલમાં આગચંપી, કલમ 144 લાગુ

ભાજપનો સતત ત્રીજી વખત સરકાર બનાવવાનો લક્ષ્ય

હરિયાણામાં એક ઓક્ટોબરથી થવા જઈ રહેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સતત ત્રીજી વખત સરકાર બનાવવાના લક્ષ્ય સામે તેમને કોંગ્રેસનો સામનો કરવો પડશે. કોંગ્રેસના પડકાર સામે ટક્કર આપવા માટે ભાજપે લોકસભા ચૂંટણી પહેલા માર્ચ મહિનામાં મનોહર લાલ ખટ્ટરની જગ્યાએ નાયબ સિંહ સૈનીને મુખ્યમંત્રી બનાવ્યાં હતા. ખટ્ટરને કરનાલથી લોકસભા માટે ચૂંટાયેલા જાહેર કરવાની સાથે તેમને કેન્દ્રીય મંત્રી બનાવવામાં આવ્યા હતા. જ્યારે સૈની સામાન્ય ચૂંટણીઓ સાથે કરનાલ વિધાનસભાની પેટાચૂંટણીમાં જીત્યા હતા. હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં સૈની ભાજપ તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર છે.

સાડા ચાર વર્ષ જૂનું ગઠબંધન તૂટ્યું 

ભાજપ 2014માં પહેલી વખત હરિયાણામાં સત્તામાં આવી હતી. આ પછી 2019ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને પૂર્ણ બહુમતી ન મળતાં દુષ્યંત ચૌટાલાની નેતૃત્વ વાળી JJP પાર્ટી સાથે મળીને રાજ્યમાં સરકારનું ગઠન કર્યું હતું. પરંતુ 2024માં ખટ્ટરની જગ્યાએ સૈનીને મુખ્યમંત્રી બનાવવામાં આવતાં સાડા ચાર વર્ષ જૂનું ગઠબંધન માર્ચ 2024માં તૂટ્યું હતું. 

આ પણ વાંચો : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખો કેમ જાહેર ન કરાઈ ? ચૂંટણી પંચે જણાવ્યા ત્રણ મોટા કારણ

ઈનેલો અને AAP પણ પોતાના ઉમેદવારો ઊભા રાખશે

વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સામે કોંગ્રેસ સૌથી વધુ પડકાર સમાન છે, ત્યારે JJP, ઈન્ડિયન નેશનલ લોકદળ (ઈનેલો) અને આમ આદમી પાર્ટી (AAP) પણ પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારવાની તૈયારીમાં છે. વરિષ્ઠ કોંગ્રેસના નેતા ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ દાવો કર્યો છે કે, 'વિધાનસભા ચૂંટણીમાં તેમની પાર્ટી અને ભાજપ વચ્ચે સીધી લડાઈ થશે. જેમાં મેદાનમાં હાજર અન્ય લોકોને મત કાપનારા ગણાવ્યાં છે.'

એક પછી એક અનેક જાહેરાતો કરી રહ્યાં છે સીએમ સૈની

2024 વિધાસભાની ચૂંટણીનો સામનો કરવા માટે તાજેતરમાં સૈની સરકારે ખેડૂતો સહિત સમાજના વિવિધ વર્ગો માટે ઘણી જાહેરાતો કરી છે. જેમાં આ મહિનાની શરૂઆતમાં હરિયાણા મંત્રીમંડળ દ્વારા લઘુત્તમ ટેકાના ભાવ (MSP) અને પાક ખરીદવાની દરખાસ્તને મંજૂરી આપી હતી. બીજી તરફ, હરિયાણામાં સત્તા વિરોધી લહેરની મદદથી સત્તામાં પાછા ફરવાનો પ્રયાસ કરી રહેલી કોંગ્રેસે બેરોજગારી, કાયદો અને વ્યવસ્થા અને ખેડૂતોના મુદ્દાને લઈને ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે. 

આ પણ વાંચો : મારી પત્ની ધારાસભ્ય પણ જનતાના કામ નથી કરતી: જેલથી બહાર આવતા જ બાહુબલીએ નીતિશ કુમારને ગણાવ્યા સારા નેતા

પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ કરી આ જાહેરાત

કોંગ્રેસ દ્વારા 15 જુલાઈથી શરુ કરેલા 'હરિયાણા માંગે હિસાબ' અભિયાન હેઠળ તેમના મુદ્દાઓને લઈને ભાજપ પર આકરા પ્રહાર કરી રહી છે. પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ કહ્યું હતું કે, 'જો રાજ્યમાં કોંગ્રેસની સરકાર બને છે તો, વદ્ધોને 6000 માસિક પેન્શન, દરેક પરિવારને મહિને 300 યૂનિટ મફ્ત વીજળી મળવાની સાથે મહિલાઓને ગેસ સિલિન્ડરમાં 500 રૂપિયાની સહાય કરવામાં આવશે.'

JJP અને ઈનેલોને કમર કસવાની વારો આવ્યો

તાજેતરની સામાન્ય ચૂંટણીઓમાં પણ વિપક્ષી પક્ષને ફાયદો થયો છે, ત્યારે કોંગ્રેસે હરિયાણામાં ભાજપ પાસેથી 10 લોકસભા બેઠકોમાંથી 5 બેઠકો પોતાના નામે કરીને 90 માંથી 46 વિધાનસભા મતવિસ્તારોમાં લીડનો દાવો કર્યો છે. બીજી તરફ, 2024ની લોકસભા ચૂંટણીમાં બંને પક્ષોને કારમી હારનો સામનો કરવો પડ્યો હોવાથી JJP અને ઈનેલોને કમર કસવાની વારો આવ્યો છે. 

હરિયાણામાં મજબૂત કોંગ્રેસ સામે કઈ રીતે લડશે ભાજપ? ઈનેલો અને AAP બગાડી શકે છે ખેલ 2 - image


Google NewsGoogle News