પાસપોર્ટ ઓનલાઈન રિન્યૂ કેવી રીતે કરવો? જાણો જરુરી ડોક્યુમેન્ટ, ફી સહિતની તમામ માહિતી
Passport Online Renewal : જો તમે વિદેશ જવા માંગો છો તો પાસપોર્ટ એક મહત્ત્વપૂર્ણ અને જરૂરી ડોક્યુમેન્ટ છે. પાસપોર્ટ એક વર્ચ્યુઅલ ડોક્યુમેન્ટ છે, જે રાષ્ટ્રીય ઓળખના પુરાવા તરીકે ગણવામાં આવે છે. કોઈ પણ દેશમાંથી અન્ય કોઈ બીજા દેશમાં જવા માંગતાં હોવ તો તમારે પાસપોર્ટની જરુર પડે છે. જો કે પાસપોર્ટની પણ ફિક્સ વેલિડિટી હોય છે. સામાન્ય રીતે તો પાસપોર્ટની માન્યતા 10 વર્ષની હોય છે. તે પછી તેને રિન્યુ કરાવવો જરુરી છે. પાસપોર્ટની માન્યતા ખતમ થવાના 9 મહિના પહેલા રિન્યુ કરાવવો જોઈએ.
જો તમારી ઉંમર 18 વર્ષથી ઓછી છે, તો 5 વર્ષ પછી પાસપોર્ટ રિન્યુ કરાવવો પડશે. અને 18 વર્ષથી વધુ ઉંમર હોય તો 10 વર્ષની માન્યતા હોય છે. જો કે હવે પાસપોર્ટ સરળતાથી રિન્યુ કરાવી શકાય છે. આવો પાસપોર્ટ રિન્યુ કરવાની સરળ પ્રક્રિયા જાણીએ.
કયા ક્યા ડોક્યુમેન્ટની જરૂર પડશે
- માન્ય પાસપોર્ટ
- તમારા વર્તમાન પાસપોર્ટના પહેલા અને છેલ્લા પેજની ફોટોકોપી હોવી જરુરી છે.
- ECR/નોન-ECR પેજની સેલ્ફ એટેસ્ટેડ ફોટોકોપી
- સરનામાનો પુરાવો
- માન્યતા એક્સ્ટેંશન પેજની ફોટોકોપી
- કોઈપણ ઓબઝર્વેશન પેજની સ્વ પ્રમાણિત ફોટોકોપી
પાસપોર્ટ રિન્યુઅલ ફી
- 10 વર્ષની વેલિડિટીવાળા 36 પેજના પાસપોર્ટ માટે 1500 રૂપિયા ફી ચૂકવવી પડે છે, જ્યારે તત્કાલ માટે 2000 રૂપિયાની ફી લેવામાં આવે છે.
- 10 વર્ષની વેલિડિટીવાળા 60 પેજના પાસપોર્ટ માટે 2000 રૂપિયા ફી થાય છે, જ્યારે તત્કાલ માટે 2000 રૂપિયાની ફી ચૂકવવી પડે છે.
- 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે 5 વર્ષની વેલિડિટીવાળા 36 પેજના પાસપોર્ટ માટે 1000 રૂપિયા ફી લેવામાં આવે છે, જ્યારે તત્કાલ માટે 2000 રૂપિયાની ફી ચૂકવવી પડે છે.
- 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે 10 વર્ષની વેલિડિટીવાળા 36 પેજના પાસપોર્ટ માટે 1500 રૂપિયાની ફી ચૂકવવી પડશે, જ્યારે તત્કાલ માટે 2000 રૂપિયા ચૂકવવા પડશે.
પાસપોર્ટ ઓનલાઈન રીન્યુ કેવી રીતે કરવો
- Step 1: પાસપોર્ટ સેવા વેબસાઇટ પર જાવો
- Step 2: જો રજીસ્ટ્રેશ પ્રક્રિયા પૂરી થઈ ગઈ હોય, તો તમારા ID વડે લૉગિન કરો.
- Step 3: લોગિન ઓળખપત્રો સાથે પોર્ટલને ઍક્સેસ કરો.
- Step 4: ત્યાર બાદ 'Apply for a New Passport/Re-issue of Passport' વિકલ્પ પર ટેપ કરો.
- Step 5: એ પછી દરેક જરૂરી દસ્તાવેજો સાચા છે, તે ઓપ્શન પર ક્લિક કરો.
- Step 6: ત્યાર બાદ પેમેન્ટ અને શેડ્યૂલ ઓપ્શન પસંદ કરો.
- Step 7: આ પછી પેમેન્ટની પ્રક્રિયા પૂરી કરો.
- Step 8: ત્યાર બાદ ફોર્મ સબમિટ કરો.
- Step 9: પછી એપ્લિકેશન પ્રિન્ટના ઓપ્શન પસંદ કરો.
- Step 10: હવે તમામ જરૂરી દસ્તાવેજો અને તમારી સબમિટ કરેલી અરજી સાથે નિર્ધારિત તારીખે નજીકના પાસપોર્ટ સેવા કેન્દ્ર પર જાઓ.