આધાર કાર્ડને ડ્રાઈવિંગ લાયસન્સ સાથે કેવી રીતે કરવુ લિંક, જાણો Online અને Offline રીત
Image Source: Twitter
નવી દિલ્હી, તા. 04 નવેમ્બર 2023 શનિવાર
ડ્રાઈવિંગ લાયસન્સ ખૂબ જ ખાસ ડોક્યુમેન્ટ્સ પૈકીનું એક છે. તેનું આધાર સાથે લિંક રહેવુ સુવિધાજનક છે. જો તમે અત્યાર સુધી પોતાના આધાર સાથે ડ્રાઈવિંગ લાયસન્સને લિંક નથી કરાવ્યુ તો તેને ઝડપથી લિંક કરાવી લો. તેનાથી તમને જ ફાયદો થશે. રિપોર્ટ અનુસાર જો તમે ઈચ્છો તો તેને ઓનલાઈન કે ઓફલાઈન પણ લિંક કરાવી શકો છો.
ઓનલાઈન લિંક કરવાની રીત
પોતાનું બ્રાઉઝર ઓપન કરો અને તે રાજ્યના સંબંધિત રોડ પરિવહન પોર્ટલ પર જાવ જ્યાંથી તમને ડ્રાઈવિંગ લાયસન્સ જારી કરવામાં આવ્યુ હતુ. 'Link Aadhaar' ઓપ્શન સર્ચ કરો અને તેની પર ક્લિક કરો.
એક ડ્રોપડાઉન મેનૂ જોવા મળશે. લિસ્ટથી 'Driving License' પર ક્લિક કરો.
હવે અહીં પોતાનો ડ્રાઈવિંગ લાયસન્સ નંબર નાખો અને 'Get Details' પર ક્લિક કરો.
આગામી સ્ક્રીન પર તમારા ડ્રાઈવિંગ લાયસન્સની ડિટેલ જોવા મળશે. નીચે એક બોક્સ પણ જોવા મળશે જેમાં તમને પોતાનો આધાર કાર્ડ નંબર અને પોતાનો મોબાઈલ નંબર ભરવાનો રહેશે.
એક વખત જ્યારે તમે આ બંને ભરી લો તો 'Submit' પર ક્લિક કરો. તમને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક વન-ટાઈમ પાસવર્ડ (OTP) પ્રાપ્ત થશે.
વેરિફિકેશન પૂરુ કરવા માટે સ્ક્રીન પર આપવામાં આવેલા ફીલ્ડમાં ઓટીપી નાખો. જેનુ પૂરુ થતા જ ડ્રાઈવિંગ લાયસન્સને આધાર સાથે લિંક કરવાની ઓનલાઈન પ્રક્રિયા પૂરી થઈ જશે.
ઓફલાઈન લિંક કરવાની રીત
સૌથી પહેલા તે પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી (RTO) ની મુલાકાત કરવાની છે જેણે તમારુ ડ્રાઈવિંગ લાયસન્સ જારી કર્યુ છે.
ત્યાં પહોંચીને કોઈ કર્મચારી સાથે સંપર્ક કરો અને આધાર લિંકિંગ ફોર્મ પ્રાપ્ત કરો.
હવે ફોર્મ ભરો અને નક્કી કરો કે તમે જે ડિટેલ ભરી છે તે સાચી છે અને તેને બે વખત જરૂર તપાસી લો. ધ્યાન આપો કે તમને આ ફોર્મમાં પોતાનો ડીએલ નંબર અને આધાર નંબર નોંધાવવાનો છે, તેથી તેને લખતી વખતે સાવધાની રાખો.
નંબર અને આધાર નંબર નોંધાવવાનો રહેશે. તેથી તેને લખતી વખતે સાવધાની રાખો.
જે બાદ આ રીતે સંપૂર્ણપણે ભરેલા ફોર્મને ઓથોરાઈઝ્ડ કે સંબંધિત કર્મચારીની પાસે જમા કરાવો અને આ સાથે પોતાના આધાર કાર્ડ અને ડ્રાઈવિંગ લાયસન્સની એક સ્વ-ચકાસાયેલ કોપી અટેચ કરો.
આરટીઓ દ્વારા યોગ્ય મૂલ્યાંકન અને વેરિફિકેશન કરવામાં આવશે. સફળ વેરિફિકેશન પર તમને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક SMS આવશે જેમાં પુષ્ટિ કરવામાં આવશે કે તમારુ ડીએલ તમારા આધાર કાર્ડ સાથે લિંક થઈ ગયુ છે.