PAN Card ડેમેજ થઈ જાય તો આ રીતે ઘરે બેઠા ડુપ્લિકેટ માટે કરો અરજી, જાણો સમગ્ર પ્રક્રિયા
Pan Card Duplicate Copy: PAN કાર્ડ તમામ પ્રકારના નાણાકીય વ્યવહારો માટે પાન કાર્ડ સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. પાન કાર્ડના ઉપયોગ કરીને તમે ઘણી સેવાઓનો લાભ મેળવી શકો છો. ખાસ કરીને તેનો ઉપયોગ નાણાકીય વ્યવહારો જરુરી છે. જો તમારું PAN કાર્ડ ખોવાઈ ગયું ચોરાઈ ગયું અથવા ચોરાઈ જાય અથવા કોઈ નુકસાન પામે તો તમે તેની ડુપ્લિકેટ નકલ માટે અરજી કરી શકો છો.
પાનકાર્ડ આવકવેરા ઓથોરિટીને તમામ નાણાકીય વ્યવહારો પર નજર રાખવામાં મદદ કરે છે. જે વ્યક્તિ અથવા કંપનીઓની કર જવાબદારીનું મૂલ્યાંકન કરવા માટે જરૂરી છે. તે કરચોરીની શક્યતાઓને ઘટાડવામાં મદદ કરે છે. આ ઉપરાંત જ્યારે પાન કાર્ડમાં સરનામું અથવા અટક બદલવાનું હોય તો કાર્ડધારકોએ 110 રુપિયાનો ચાર્જ ચૂકવવાનો રહે છે.
પાન કાર્ડની ડુપ્લિકેટ કોપી ઓનલાઈન કેવી રીતે મેળવી શકાય..
- 1. આવકવેરા વિભાગની NSDLવેબસાઇટ પર જાઓ.
- 2."PAN Services" ટેબ પર ક્લિક કરો.
- 3."Request for Duplicate PAN Card" લિંક પર ક્લિક કરો.
- 4. તમારો PAN નંબર દાખલ કરો.
- 5. તમારું નામ, જન્મ તારીખ અને સરનામું એન્ટર કરો.
- 6. તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી દાખલ કરો.
- 7. તમારી સહીને સ્કેન કરી અપલોડ કરો.
- 8. તમારુ આધાર કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાયસન્સ અપલોડ કરો.
- 9. "સબમિટ" બટન પર ક્લિક કરો.
ઓનલાઈન અરજી માટે જરૂરી દસ્તાવેજ
- પાન નંબર
- નામ
- જન્મ તારીખ
- સરનામું
- મોબાઇલ નંબર
- ઈમેલ આઈડી
- સહી સ્કેન કોપી
- આધાર કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાયસન્સનું સ્કેન
ઓનલાઈન અરજી માટેની ફી:
ડુપ્લિકેટ પાન કાર્ડ માટે ₹100 ની ફી છે.
PAN કાર્ડની ડુપ્લિકેટ નકલ મેળવવા માટે ઑફલાઇન પણ અરજી કરી શકો છો. આ માટે તમારે આવકવેરા વિભાગની કોઈપણ પ્રાદેશિક કાર્યાલયમાં જવાનું રહેશે.
PAN કાર્ડનો ઉપયોગ ક્યા ક્યા કરવામાં આવે છે
- આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવા માટે
- બેંક ખાતું ખોલાવવું માટે
- મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે
- વ્યક્તિગત લોન અથવા હોમ લોન લેવાની હોય ત્યારે
- શેરબજારમાં રોકાણ કરવા
- ફિક્સ્ડ ડિપોઝિટ (FD) ખોલાવવા માટે
- મિલકત ખરીદવા અથવા વેચવા માટે
- વિદેશ પ્રવાસ માટે વિઝા માટે અરજી કરવા માટે