PF એકાઉન્ટ હોય તો જરૂર આ કામ પતાવી લો, નહિતર EPFO બંધ કરી દેશે કેટલીક સુવિધાઓ

ઈપીએફ એકાઉન્ટ હોલ્ડર માટે હવે ઈ-નોમિનેશન જરુરી

ઈ-નોમિનેશન કરેલ નહી હોય તો તમે ઓનલાઈન નહી જોઈ શકો બેલેન્સ

Updated: Sep 25th, 2023


Google NewsGoogle News
PF એકાઉન્ટ હોય તો જરૂર આ કામ પતાવી લો, નહિતર EPFO બંધ કરી દેશે કેટલીક સુવિધાઓ 1 - image
Image web 

તા. 25 સપ્ટેમ્બર 2023, સોમવાર 

બેંક એકાઉન્ટ (Bank Account )હોય કે કોઈ બચત યોજનાનું ખાતુ હોય દરેક ખાતાધારકે નોમિની (E-Nomination) કરાવવું જરુરી અને ફરજીયાત છે. જો કે નોમિની કરાવવું તે ખરેખર તો આપણા માટે જ લાભદાયક છે. આ નિયમ હવે ઈપીએફ એકાઉન્ટમાં પણ લાગુ થાય છે. હવે તો કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ દરેક (EPFO) એ દરેક ઈપીએફ મેમ્બર્સ માટે નોમીનેશન ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. જો ઈપીએફ ખાતાધારક તેના ખાતામાં નોમિની જાહેર નથી કરતો તો તેને ઈપીએફઓની સેવાથી વંચિત કરવામાં આવશે. આ સુવિધાઓમાં પીએફ એકાઉન્ટનું બેલેન્સ પણ ચેક નહી કરી શકો. નોમિની હોવાથી ખાતાધારકના મૃત્યુ થાય તે પછી આ વ્યક્તિને આપી શકાય.એક  ખાતાધારક એકથી વધારે નોમિની પણ બનાવી શકે છે.

ઈપીએફઓ એકાઉન્ટમાં તમે ઓનલાઈન નોમિનેશન (E-Nomination) કરી શકો છો. ઈ-નોમિનેશન પીએફ ખાતાધારક અને તેના પરિવારને ફાયદો આપવા માટે કરવામાં આવે છે. કોઈ પીએફ સબ્સક્રાઈબરનું મૃત્યુ થવા પર પ્રોવિડેંટ ફંડ, પેન્શન, વીમા લાભ મામલે ઓનલાઈન દાવા અને નિવડો ત્યારે જ સંભવ છે જ્યારે ઈ- નોમિનિશન કરેલ હોય. 

કોને બનાવી શકાય છે નોમિની..

આમ તો નિયમ પ્રમાણે પીએફ હોલ્ડર માત્ર પોતાના પરિવારના સભ્યોને નોમિની બનાવી શકે છે. પરંતુ જો પરિવારમાંથી બીજુ કોઈ ના હોય તો અન્ય કોઈને નોમિની જાહેર કરી શકાય છે. તેમજ ઈપીએફ ખાતાધારક એકથી વધારે નોમિની બનાવી શકે છે. આવા કિસ્સામાં એકથી વધારે નોમિની બનાવવા માટે તેની ડિટેલ્સ આપવી પડે છે. 

ઈ-નોમિનેશન અનિવાર્ય

ઈપીએફઓએ ઈ-નોમિનિશન અનિવાર્ય કરી દીધુ છે. જો કોઈ મેમ્બર ઈ-નોમિનેશન નથી કરતો તો તે તેનું પીએફ એકાઉન્ટનું બેલેન્સ અને પાસબુક જોઈ શકેશે નહી. ઈ-નોમિનેશન માટે ખાતાધારકનો યુએનએ એક્ટિવ હોવુ અને મોબાઈલ નંબર અને આધાર કાર્ડ લિંક હોવું જરુરી છે. ઈ- નોમિનેશન ઓનલાઈન ખાતાધારક પણ કરી શકે છે. 

બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે.



Google NewsGoogle News