રૂ. 2000ની નોટ 7 ઓક્ટોબર સુધી જમા ન કરાવી તો પછી શું ? RBI ગવર્નરે બતાવ્યો પ્લાન
7 ઓક્ટોબર 2023 પછી 2000ની નોટ જમા કરાવવા માટેની રીત
Image twitter |
તા. 6 ઓક્ટોબર 2023, શુક્રવાર
આવતી કાલ એટલે કે 7 ઓક્ટોબર 2023 ના રોજ 2000 ની નોટો બેંકમાં અથવા પોસ્ટમાં જમા કરાવવાની છેલ્લી તારીખ છે. પરંતુ જો તમે તેમા ચુકી જાઓ તો તમારી પાસે કોઈ ઉપાય છે કે નહી તે જાણો.
આવતી કાલ 7 ઓક્ટોબર 2023 છે અને જો તમારી પાસે 2000 ની નોટ હજુ પણ ક્યાંક હોય તો તમારે બેંક અથવા પોસ્ટમાં જમા કરાવવા માટે છેલ્લો ચાન્સ છે. જો કે આજે આઈબીઆઈના ગવર્નરે તેનો રસ્તો બતાવ્યો છે. શક્તિકાંત દાસે તેના માટે વાત કરતાં કહ્યુ કે, રિઝર્વ બેંકની મોનિટરી પોલીસી કમિટીએ નિર્ણયની જાહેરાત કરી હતી કે આરબીઆઈ પાસે હજુ પણ 2000 રુપિયાની 12000 કરોડની કિંમતની નોટ પરત આવી નથી. એટલે કે 3.56 લાખ કરોડ રુપિયાની 2000ની નોટમાંથી હજુ 87 ટકા જ નોટ જમા આવી છે. માર્કેટમાં હજુ પણ 12000 કરોડ રુપિયાની નોટ બાકી છે અને કાલે પરત કરવાનો અથવા એક્સચેંજ કરવાનો છેલ્લો દિવસ છે.
7 ઓક્ટોબર 2023 પછી 2000ની નોટ જમા કરાવવા માટેની રીત
8 ઓક્ટોબર 2023 થી બેંકો અને પોસ્ટ ઓફિસમા 2000ની નોટ જમા અથવા એક્સચેંજ કરાવી શકાશે નહીં, તે પછી તમારી પાસે બે ઓપ્શન છે. આરબીઆઈ ગવર્નરે તેના માટેનો વિકલ્પ બતાવતા કહ્યુ કે, દેશમાં કેટલાક રાજ્યોમાં આરબીઆઈની ઈશ્યુ ઓફિસ છે ત્યા જઈને 2000ની નોટો જમા કરાવી શકાય છે.
પહેલી રીત
સામાન્ય લોકો તેમજ સંસ્થાઓ આરબીઆઈની 19 ઈશ્યું ઓફિસમાં જઈને આ 2000ની નોટને એક્સચેંજ અથવા જમા કરાવી શકે છે. આ રીતમાં એક્સચેંજ કરવા માટે 20000 રુપિયાની લિમિટ છે એટલે કે એક વારમાં તમે 20 હજાર જમા કરાવી શકશો. આરબીઆઈના 19 ઈશ્યુ ઓફિસમાંથી તમે એક્સચેંજ કરાવી શકો છો. જો કે તમે ભારતના બેંક ખાતામાં 2000ની નોટ જમા કરાવી શકો છો એટલે કે ડિપોજીટ કરાવી શકો છો, અને તેના માટે કોઈ લિમિટ નથી.
બીજી રીત
ઈન્ડિયા પોસ્ટ અથવા ભારતીય પોસ્ટ વિભાગમાં જઈ 2000ની નોટને આરબીઆઈ ઈશ્યુ ઓફિસ મોકલી શકાય છે. આ રકમ તેમના ભારતના એકાઉન્ટમાં જમા કરાવી શકો છો.
કોર્ટ અથવા લિગલ એજન્સીઓ, લો એનફોર્સમેન્ટ એજન્સી, કોઈ તપાસમાં જોડાયેલી એજન્સી, ઈન્વેસ્ટિગેશન એજન્સી અથવા ઈંફોર્સમેન્ટમાં સામેલ કોઈ પબ્લિક ઓથોરિટી પણ 2000 ની નોટ આરબીઆઈના દેશમાં ઉપલબ્ધ 19 ઈશ્યું ઓફિસમાં જમા કરાવી શકે છે. આમને નોટ જમા કરાવવાની કોઈ લિમિટ નથી.