તમારા આધાર કાર્ડનો ક્યાં ક્યાં થઈ રહ્યો છે ઉપયોગ, જાણો ઘરે બેઠા ઓનલાઈન
આધાર કાર્ડ બનાવતી સંસ્થા UIDAI ઓનલાઈન આધાર કાર્ડની હિસ્ટ્રી ચેક કરવાની સુવિધા આપે છે
image Web |
આધાર કાર્ડ આજે એક મહત્વપુર્ણ દસ્તાવેજ બની ગયું છે. બેંકમાં એકાઉન્ટ ખોલાવાનું હોય કે પછી નવું સિમ કાર્ડ ખરીદવાનું હોય દરેક જગ્યાએ આધાર કાર્ડની જરુર પડતી હોય છે. આ ઉપરાંત સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ યોજનાનો લાભ પણ આધાર વગર મળતો નથી. આધાર કાર્ડનું મહત્વ વધતાની સાથે સાથે છેતરપિંડીના બનાવો પણ વધી રહ્યા છે. એટલા માટે આપણે એ જાણવું જરુરી છે કે, આપણા આધાર કાર્ડનો ઉપયોગ ક્યાં ક્યાં થઈ રહ્યો છે. જે તમે ઘરે બેઠા ઓનલાઈન આધારની હિસ્ટ્રી સરળતાથી જાણી શકો છો.
આધાર કાર્ડ ધારક છેલ્લા 6 મહિનાનો રેકોર્ડ ચેક કરી શકે છે
આધાર કાર્ડ બનાવતી સંસ્થા UIDAI ઓનલાઈન આધાર કાર્ડની હિસ્ટ્રી ચેક કરવાની સુવિધા આપે છે. આધાર હિસ્ટ્રીથી દરેક બાબતનો ખ્યાલ આવી જાય છે કે હાલમાં તેનો ક્યા ક્યા ઉપયોગ થઈ રહ્યો છે. આ ઉપરાંત કયા કયા ડોક્યુમેન્ટ સાથે આધાર કાર્ડ લિંક છે તે પણ માહિતી મળી શકે છે. આધાર કાર્ડ ધારક છેલ્લા 6 મહિનાનો રેકોર્ડ ચેક કરી શકે છે. એક વખતમાં વધુમાં વધુ 50 રેકોર્ડની તપાસ કરી શકાય છે.
આ રીતે કરો ચેક
- સૌથી પહેલા તમારે આધાર કાર્ડની અધિકૃત વેબસાઈટ uidai.gov.in પર જવાનું રહેશે.
- ત્યાં My Aadhar નું ઓપ્શન પસંદ કરો.
- Aadhar Services ઓપ્શનની નીચે Aadhaar Authentication History લખેલુ જોવા મળશે, તેના પર ક્લિક કરો.
- હવે એક નવી વિન્ડો ખુલશે. અહીં તમારો 12 આંકડાનો આધાર નંબર દાખલ કરો.
- હવે આધાર કાર્ડની હિસ્ટ્રીને ડાઉનલોડ કરી શકો છો.
ક્યાંક તમારી જાણ બહાર થઈ રહ્યો છે ઉપયોગ, તો કરો કોલ
જો તમને લાગે કે તમારા આધાર કાર્ડનો ક્યાંક ખોટી રીતે દુરુપયોગ થઈ રહ્યો છે તો તમે તરત UIDAI ના ટોલ ફ્રી નંબર 1947 પર સંપર્ક કરીને અથવા ઈમેઈલ દ્વારા help@uidai.gov.in પર મેઈલ કરીને ફરિયાદ દાખલ કરી શકો છો. આ સિવાય જો તમારા આધાર કાર્ડમાં કોઈ ખોટી માહિતી છપાઈ છે તો તેને આધાર સેન્ટર પર જઈને સુધરાવી શકો છો.