Get The App

ફટાફટ બુક થઈ જશે IRCTC પર તત્કાલ ટિકિટ, આ ટૂલનો ઉપયોગ કરીને મેળવો કન્ફર્મ સીટ

ક્રોમ બ્રાઉઝરમાં IRCTC Tatkal Automation Toolને ડાઉનલોડ કરવાનું રહેશે

IRCTC Tatkal Automation Tool એક ઓનલાઈન ટુલ્સ છે,

Updated: Nov 6th, 2023


Google NewsGoogle News
ફટાફટ બુક થઈ જશે IRCTC પર તત્કાલ ટિકિટ, આ ટૂલનો ઉપયોગ કરીને મેળવો કન્ફર્મ સીટ 1 - image
Image Railway 


તા. 6 નવેમ્બર 2023, સોમવાર 

ભારતમાં કરોડો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. થોડા દિવસ પછી દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. આ તહેવારોની સિઝનમાં મોટી સંખ્યામાં લોકો પોતાના ઘરથી અન્ય જગ્યા પર ફરવા કે સગા- સંબંધીઓને ત્યાં જતા હોય છે, પરંતુ ટ્રેનમાં ભીડ વધારે હોવાથી ટિકિટ કંફર્મ નથી મળતી, જેથી આજે તમને એક ખાસ ટીપ્સ બતાવવા જઈ રહ્યા છે કે જેની મદદથી આરામથી IRCTC પર કંફર્મ ટિકિટ બુક કરાવી શકો છો.

આ ઓનલાઈન ટુલ્સની મદદથી સરળતાથી ટિકિટ બુક કરી શકો છો, IRCTC પર Tatkal Ticket બુક કરાવવા માટે તમારે  IRCTC Tatkal Automation Tool નો ઉપયોગ કરવાનો રહેશે. આ તમને પેસેન્જરની ડિટેલ્સ ભરવામાં પણ મદદ કરશે અને તમે જલ્દીથી ટિકિટ બુકિંગ કરી શકશો.

શું છે IRCTC Tatkal Automation Tool? 

IRCTC Tatkal Automation Tool એક ઓનલાઈન ટુલ્સ છે, જે બુકિંગમાં કરવામાં વધુ સમય લાગતો હતો તે સમયમાં ઘટાડો કરવામાં મદદ કરે છે. વાસ્તવમાં  આ પ્લેટફોર્મ ટિકિટ સર્વિસ લાઈવ થતાની સાથે જ નામ, ઉંમર, મુસાફરીની તારીખ વગેરે વિગત ભરવામાં મદદ કરે છે, જેના કારણે સરળતાથી કંફર્મ ટિકિટ મળી શકે છે. 

આ ટુલ્સ દ્વારા આ રીતે ટિકિટ બુક કરો 

ક્રોમ બ્રાઉઝરમાં  IRCTC Tatkal Automation Toolને ડાઉનલોડ કરો

ત્યાર બાદ તેમા IRCTC એકાઉન્ટને લોગીન કરો

Tatkal ટિકીટ બુક કરતા પહેલા ટુલ ડેટ, પેસેંજર ડિટેલ્સ અને ડેટ સેવ કરવાનો મોકો મળશે.

બુકિંગ પ્રોસેસ દરમ્યાન માત્ર Load Data પર ક્લિક કરવાનું રહેશે, તે પછી ડિટેલ્સ સેવ થઈ જશે

ત્યાર બાદ તરત પેમેન્ટ કરી દો.

કોઈપણ મુસિબત વગર સરળતાથી તત્કાલ ટિકિટ બુક થઈ જશે. 


Google NewsGoogle News