કોન્સ્ટેબલથી ડીએસપી સુધીનું પ્રમોશન કેવી રીતે થાય છે? જાણો સમગ્ર પ્રક્રિયા
પોલીસ વિભાગ રાજ્ય સરકારને આધિન કામ કરે છે, એટલા માટે દરેક રાજ્યમાં તેના નિયમ અલગ- અલગ હોય છે.
Image Twitter |
પોલીસ વિભાગમાં વિવિધ હોદ્દા હોય છે, પરંતુ શું તમે જાણો છે કે એક કોન્સ્ટેબલ પ્રમોશન લઈને કેવી રીતે ઓફિસર પદ પર પહોંચી શકે છે. જો કે સાચી હકીકત એ છે કે પોલીસ વિભાગ રાજ્ય સરકારને આધિન કામ કરે છે, એટલા માટે દરેક રાજ્યમાં તેના નિયમ અલગ- અલગ હોય છે. આજે અમે તમને એક કોન્સ્ટેબલ પ્રમોશન લઈને કયા પદ સુધી પહોંચે તે વિશે વાત કરવાના છીએ.
પોલીસ વિભાગમાં કેવી રીતે થાય છે પ્રમોશન
જો કોઈ પોલીસ કોન્સ્ટેબલના પદ પર પોલીસ વિભાગમા ભરતી થાય છે, જે નિયમિત પ્રમોશન દ્વારા સિનિયર કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલના પદ પછી આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર બને છે. તે પછી SI અને પછી ઈન્સ્પેક્ટર સુધી પહોંચે છે. તો SI અને ઈન્સ્પેક્ટરની વચ્ચે મહારાષ્ટ્રમાં આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટરના હોદ્દા પર છે. આ સિવાય કેટલાક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઈન્સ્પેક્ટરનું પદ ગેજેટેડ ઓફિસરનું હોય છે. ત્યાર બાદ ઇન્સ્પેક્ટર પ્રમોશન લઈને ડેપ્યુટી એસપીના પદ સુધી પહોંચે છે.
સેન્ટ્રલ પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા પછી આસિસ્ટન્ટ એસપીનું પદ મેળવે છે, જ્યારે રાજ્ય લોક સેવાની ભરતીના પ્રમોશન પછી ડીએસપીનું પદ મળે છે. આ સિવાય એડિશનલ એસપી અને પછી એસપીનું પદ છે. એસપી પછી પ્રમોશનમાં ડીઆઈજી, આઈજી, એડીજી એને ડીજીપીના પદો પર પ્રમોશન થાય છે.
કોન્સ્ટેબલથી ડીએસપી
આજે જે કિસ્સો બતાવવા જઈ રહ્યા છીએ તે વર્ષ 2014નો છે. જ્યારે વેંકટેશ કોન્સ્ટેબલથી ડીએસપીના હોદ્દા પર પહોંચ્યો છે. હકીકતમાં દસ વર્ષ પહેલા કોન્સ્ટેબલના પદ પર ભરતી થયેલ વેંકટેશે કર્ણાટક રાજ્ય લોક સેવા આયોગની પરીક્ષા પાસ કરી હતી. જે પછી તે ડીએસપી બન્યા હતા.