ઓનલાઈન Ayushman Card કઢાવવા માટે મોબાઈલથી કરો અપ્લાઈ, જાણો સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ હાલમાં છ કેટેગરીમાં આયુષ્યમાન કાર્ડ બનાવવાની કામગીરી ચાલી રહી છે
Image Web |
તા. 30 ડિસેમ્બર 2023, શનિવાર
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ હાલમાં છ કેટેગરીમાં આયુષ્યમાન કાર્ડની કામગીરી ચાલી રહી છે. શહેરી વિસ્તારોમાં તેમજ ગ્રામીણ વિસ્તારોમાં કેમ્પ શરુ લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત દરેક તાલુકા કક્ષાએ પણ કેમ્પ લગાવવામાં આવે છે. જો કે, જે રેશનકાર્ડ ધારક 6 કે તેથી વધારે યુનિટ ધરાવતા હોય, તેઓ જાતે જ આયુષ્માન એપ દ્વારા કાર્ડ બનાવી શકે છે.
માહિતી પ્રમાણે હવે ઝડપથી છ યુનિટ નથી ધરાવતા તેવા રેશન કાર્ડધારકોને આયુષ્માન લાભાર્થીની યાદીમાં સમાવેશ કરવામાં આવશે. આ સાથે અન્ય પાંચ કેટેગરીના પાત્ર લાભાર્થી પણ આધારકાર્ડની મદદથી એપ દ્વારા આયુષ્માન કાર્ડ બનાવી શકશે.
કેટલાક સામાન્ય પ્રશ્નોના જવાબ
જો તમે 6 કે તેથી વધારે યુનિટ ધરાવતા રેશન કાર્ડધારક છો, તો તમે આયુષ્યમાન કાર્ડ બનાવી શકશો
આયુષ્મમાન કાર્ડ કુલ 6 કેટેગરીમાં બનાવવામાં આવે છે.
- 1. વડાપ્રધાન યાદી
- 2. અંત્યોદય
- 3. મજુર વર્ગ
- 4. વસ્તી ગણતરી
- 5. 6 કે તેથી એકમો ધરાવતા પાત્ર પરિવારો
- 6. 60 વર્ષથી વધુ ઉંમરના રેશનકાર્ડ ધારકો
સાયબર કેફેમા જઈને કે અન્ય રીતે આયુષ્માન કાર્ડમાં નામ દાખલ કરી શકાતું નથી કે કઢાવી પણ નથી શકાતુ.
એક વાર આયુષ્યમાન કાર્ડ બની ગયા પછી તેને રિન્યુ કરાવવાની જરૂર નથી.
જો તમારુ પરિવારના કોઈ સભ્યનું નામ પાત્રતા યાદીમાં નથી તો જલ્દીથી ઓછી યુનિટવાળાનો સમાવેશ કરવામાં આવશે. તમારી પાસે શ્રમિક કાર્ડ હશે તો તેમને લાભ મળશે.
તમે રેશનકાર્ડ ધારક નથી, પરંતુ વસ્તી ગણતરીમાં ગરીબી રેખાની નીચેની યાદીમાં તમારુ નામ છે તો તમારુ નામ પાત્રતા યાદીમાં હશે
જાતે કેવી રીતે બનાવી શકાય આયુષ્માન કાર્ડ
- તમારા મોબાઈલના પ્લે સ્ટોર પરથી આયુષ્માન એપ ડાઉનલોડ કરો.
- લાભાર્થી વિકલ્પ પસંદ કરી, મોબાઇલ નંબર દાખલ કરો.
- ત્યાર બાદ રજિસ્ટર્ડ નંબર પર OTP આવશે, તેને દાખલ કરો.
- ત્યાર બાદ રાજ્ય યોજના PMJI માં આધાર અને પરિવારની વિગતો દાખલ કરો.
- ત્યાર બાદ પરિવારની વિગતો ભરવાની રહેશે, પછી જે વ્યક્તિનું આયુષ્માન કાર્ડ બનવાનું છે, તેના નામની બાજુમાં ટચ કરો. સંબંધિત વ્યક્તિના રજીસ્ટર્ડ મોબાઈલ પર OTP આવશે. તે પછી દરેક વિગતો ભર્યા બાદ અરજીકર્તાની વિગતો ખુલશે.
- ત્યાર બાદ ફોટો, જન્મ તારીખ અને અન્ય માહિતી અપલોડ કરવાની રહેશે.
- છેલ્લે ફાઈનલ સબમિટ કરશો એટલે તમારુ કાર્ડ તૈયાર થઈ જશે.
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે આયુષ્માન ભારત યોજના હેઠળ દેશમાં ગરીબી રેખા નીચે આવતા લોકોને સરકારી કે ખાનગી હોસ્પિટલમાં 5 લાખ રૂપિયા સુધીની સારવારનો લાભ મળે છે. તેમજ હોસ્પિટલમાં દાખલ થવાથી લઈને 15 દિવસ સુધીનો તમામ ખર્ચ સરકાર ઉઠાવે છે. પરિવારના તમામ સભ્યો આરોગ્ય યોજનાનો લાભ મેળવી શકે છે. માહિતી પ્રમાણે કુલ 12,74,639 લાભાર્થીઓ છે, તેમાથી હાલમાં કુલ 6,19,638 લાભાર્થીઓએ કાર્ડ બનાવ્યા છે.