Get The App

સાપના એક ડંખથી સેકન્ડોમાં થાય છે મોત, તો તેના ઝેરથી કેવી રીતે લોકો કરે છે નશો? સમજો

નોઈડા, દિલ્હી, ગુરુગ્રામ સહિત દેશના તમામ મોટા શહેરોમાં લેટ નાઈટ રેવ પાર્ટીઓનું આયોજન થતું હોય છે

દાવો કરવામાં આવે છે કે હવે આ પાર્ટીઓમાં સાપના ઝેરમાંથી બનેલી ડ્રગ્સ ઉપયોગ થવા લાગ્યો છે

Updated: Nov 4th, 2023


Google NewsGoogle News
સાપના એક ડંખથી સેકન્ડોમાં થાય છે મોત, તો તેના ઝેરથી કેવી રીતે લોકો કરે છે નશો? સમજો 1 - image


Elvish Yadav Snake Venom Case: બિગ બોસ ઓટીટી વિજેતા અને લોકપ્રિય યુટ્યુબર એલ્વિશ યાદવ રેવ પાર્ટી અને તેમાં સાપના ઝેરમાંથી બનેલી દવાઓના ઉપયોગને લઈને હાલ તેઓ વિવાદમાં આવ્યા છે. યુપી પોલીસે નોઈડામાં દરોડા પાડીને નવ સાપ સાથે પાંચ લોકોની ધરપકડ કરી છે. જેમાં સાપોમાં પાંચ કોબ્રા, અજગર, હોર્સટેલ વગેરે જેવા સાપ હતા. બાદમાં આ કેસ સંબંધિત FIRમાં એલ્વિશ યાદવનું નામ પણ જોડવામાં આવ્યું હતું. બીજેપી સાંસદ મેનકા ગાંધીએ એલ્વિશની ધરપકડ કરવાની માંગ ઉઠાવી છે. જો કે, યુટ્યુબરે તેના પર લાગેલા આરોપોને નકારી કાઢ્યા છે. જ્યારથી આ સમગ્ર મામલો સામે આવ્યો છે ત્યારથી રેવ પાર્ટી અને સાપના ઝેરમાંથી બનતા ડ્રગ્સની ખુબ જ ચર્ચાઓ ચાલી રહી છે. લોકો એ જાણવા માટે ખૂબ ઉત્સુક છે કે અમુક કલાકોમાં જ વ્યક્તિને મારી નાખતા ઝેરી સાપનો ડ્રગ્સ માટે ઉપયોગ કેવી રીતે થાય છે? શું આ ડ્રગ્સ લેવાથી વ્યક્તિનું મૃત્યુ થતું નથી? ચાલો જાણીએ આ બાબતે દરેક માહિતી 

રેવ પાર્ટીમાં સપના ઝેરનો આડેધડ ઉપયોગ 

નોઈડા, દિલ્હી, ગુરુગ્રામ સહિત દેશના તમામ મોટા શહેરોમાં લેટ નાઈટ રેવ પાર્ટીઓનું આયોજન થતું હોય છે. દાવો કરવામાં આવે છે કે હવે આ પાર્ટીઓમાં સાપના ઝેરમાંથી બનેલ ડ્રગ્સનો ઉપયોગ થવા લાગ્યો છે. જેમાં લોકો મોટી રકમ ખર્ચવા પણ તૈયાર છે. પ્રથમ, સાપના ઝેરમાંથી ગોળીઓ બનાવવામાં આવે છે, જેમાં ઝેરનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. પહેલા કોબ્રા જેવા ઝેરી સાપનું ઝેર કાઢવામાં આવે છે અને પછી તેને પાવડરમાં ફેરવીને તેની નાની નાની ગોળીઓમાં બનાવવામાં આવે છે. જેની કિંમત 25,000 રૂપિયા સુધી પણ હોય છે, જ્યારે અન્ય સામાન્ય રીતે વેચાતા ડ્રગ્સની કિંમત 2,000 થી 3,000 રૂપિયા હોય છે. સાપના ઝેરમાંથી બનેલી આ ગોળીઓમાં બીજા ઘણા પ્રકારના કેમિકલ પણ ભેળવવામાં આવે છે, જેથી ઝેરની અસર ઓછી થઇ જાય છે અને કોઈ મૃત્યુ પામતું નથી, પરંતુ નશો થાય છે. આ ગોળીઓને ડ્રીન્કસમાં ભેળવીને પીવાથી પણ નશો થાય છે. આ સિવાય ઘણી વાર લોકો ઝેરી પાવડરનો નશો પણ કરે છે.

આવું ઝેરવાળું ડ્રગ્સ આખરે ક્યાંથી મળે છે?

સૌથી મોટો પ્રશ્ન થાય કે આટલો પોલીસ બંદોબસ્ત હોવા છતાં પણ રેવ પાર્ટી માટે ઝેરવાળા ડ્રગ્સ કેવી રીતે મળી રહે છે? તેમજ આ ગોળીઓ સરળતાથી યુવાનોને કઈ રીતે મળી રહે છે? આવા બધા પ્રશ્નોનો જવાબ છે કે સાપ રાખતા મદારીઓ પાસેથી મળી રહે છે, તેમની પાસે સામાન્ય રીતે કોબ્રા જેવા સાપ હોય છે અને તેઓ હવે તેનું ઝેર પણ વેચતા હોય છે. આ સિવાય સાપની તસ્કરી કરતા લોકો પાસેથી પણ ઝેર મળી રહે છે અને તેમાંથી ડ્રગ્સ બનાવવામાં આવે છે. ચારથી પાંચ કલાક સુધી તેનો નશો રહે છે. તેમજ વધુ ડ્રગ્સનું જો સેવન થઇ જાય તો મોત પણ થઈ શકે છે. 

એલ્વિશ યાદવ પર શું છે આરોપ અને શું છે આખો મામલો?

એક NGO - પીપલ ફોર એનિમલ્સ (PFA) દ્વારા જાળમાં ફસાવીને નોઈડા પોલીસે રેવ પાર્ટીઓમાં સાપનું ઝેર સપ્લાય કરવા બદલ પાંચ લોકોની ધરપકડ કરી હતી. ધરપકડ થયેલા લોકો પાસેથી કોબ્રા સહિત નવ સાપને પણ બચાવી લેવાયા હતા. જો કે, એક અધિકારીના જણાવ્યા અનુસાર, આ કેસમાં NDPS એક્ટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી કારણ કે ઘટના સ્થળેથી ડ્રગ્સ મળ્યું ન હતું. જ્યારે ધરપકડ કરાયેલ લોકોની પૂછપરછ કરવામાં આવી ત્યારે પાંચ આરોપીઓએ દાવો કર્યો કે તેઓ રેવ પાર્ટીઓમાં સાપનું ઝેર સપ્લાય કરતા હતા, જેનું આયોજન એલ્વિશ યાદવ દ્વારા કરવામાં આવ્યું હતું. PFA સભ્ય ગૌરવ ગુપ્તાએ તેમને જાળમાં ફસાવ્યા હતા. જેમણે તેમની ફરિયાદમાં દાવો કર્યો હતો કે તેણે સાપના ઝેર માટે એલ્વિશ યાદવનો સંપર્ક કર્યો હતો. 

સાપના એક ડંખથી સેકન્ડોમાં થાય છે મોત, તો તેના ઝેરથી કેવી રીતે લોકો કરે છે નશો? સમજો 2 - image


Google NewsGoogle News