ગગનયાનના અંતરિક્ષયાત્રીઓને કેવી આકરી ટ્રેનિંગ અપાય છે, જુઓ ISROએ શેર કર્યો VIDEO

Updated: Aug 15th, 2024


Google NewsGoogle News
ગગનયાનના અંતરિક્ષયાત્રીઓને કેવી આકરી ટ્રેનિંગ અપાય છે, જુઓ ISROએ શેર કર્યો VIDEO 1 - image

Training Is Given To Astronauts Of Gaganyaan: ભારત 23 ઑગસ્ટ 2024ના રોજ નેશનલ સ્પેસ ડે (National Space Day)ની ઉજવણી કરવા જઈ રહ્યું છે. આ એ જ તારીખ છે જ્યારે ગયા વર્ષે ISROનું ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક ઉતર્યું હતું. દેશભરમાં નેશનલ સ્પેસ ડેની તૈયારીઓ ચાલી રહી છે. ઇસરોના વડા ડૉ. એસ. સોમનાથે દેશભરના લોકોને આ ઉજવણીમાં ભાગ લેવા અપીલ કરી છે. ત્યારે સ્વતંત્રતા દિવસના અવસર પર, ISROએ ગગનયાનના ચાર અવકાશયાત્રીઓની ટ્રેનિંગનો વીડિયો જાહેર કર્યો છે. તમે આ વીડિયોમાં જોઈ શકો છો કે ઍરફૉર્સના આ ચાર પાયલૉટોએ કેવી રીતે સખત ટ્રેનિંગ લીધી છે.

ગગનયાનના ચાર અવકાશયાત્રીઓ ભારતીય વાયુસેનાના ટેસ્ટ પાયલૉટ છે. આ ચારેય પાયલૉટે વાયુસેનાના લગભગ તમામ ફાઇટર જેટ ઉડાવ્યા છે. ચાલો જાણીએ, આ ચાર કોણ છે અને તેમણે કેવી સખત તાલીમ લીધી છે.

આ પણ વાંચો: એપલના AI ફીચરનો ઉપયોગ કરવો છે? ચૂકવવા પડી શકે છે મહિને 1500 રૂપિયા...

ગ્રૂપ કૅપ્ટન પ્રશાંત બાલકૃષ્ણન નાયર

પ્રશાંતનો જન્મ 26 ઑગસ્ટ 1976ના રોજ કેરળના તિરુવાઝિયાદમાં થયો હતો. તેણે એનડીએ(National Defence Academy)માં પોતાની ટ્રેનિંગ પૂરી કરી હતી. તેણે ઍરફૉર્સ ઍકેડેમી તરફથી સ્વોર્ડ ઑફ ઓનરનું સન્માન પણ મેળવ્યું છે. તેમને 19 ડિસેમ્બર 1998ના રોજ વાયુસેનાના ફાઇટર જેટ પ્રોગ્રામમાં સામેલ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ ફાઇટર પાયલૉટ બની ગયો હતો. તે CAT-A ક્લાસમાં ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર અને ટેસ્ટ પાય્ છે. તે લગભગ 3000 કલાક ઉડવાનો અનુભવ ધરાવે છે.

પ્રશાંતએ Su-30MKI, MiG-21, MiG-29, Hawk, Dornier, An-32  વગેરે જેવા વિમાનો ઉડાવ્યા છે. તે યુનાઈટેડ સ્ટેટ્સ સ્ટાફ કૉલેજ, DSSC, વેલિંગ્ટન અને તાંબરમના FISના ભૂતપૂર્વ વિદ્યાર્થી પણ છે. તે સુખોઈ-30 સ્ક્વોડ્રનના કમાન્ડન્ટ પણ રહી ચૂક્યા છે.

ગ્રુપ કૅપ્ટન અજીત કૃષ્ણન

તમિલનાડુના ચેન્નાઈમાં 19 એપ્રિલ 1982ના રોજ જન્મેલા અજિતે એનડીએમાંથી આર્મીની સંપૂર્ણ ટ્રેનિંગ લીધી છે. તે રાષ્ટ્રપતિ તરફથી ગોલ્ડ મેડલ અને ઍરફૉર્સ ઍકેડમી તરફથી સ્વોર્ડ ઑફ ઓનરનું સન્માન મેળવી ચૂક્યો છે. 21 જૂન 2003ના રોજ તેને ભારતીય વાયુસેનાના ફાઇટર સ્ટ્રીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. તેમની પાસે ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર અને ટેસ્ટ પાયલૉલટ તરીકેનો 2900 કલાકનો અનુભવ છે. અજિતને Su-30MKI, MiG-21, Mig-21 Bison, Mig-19, Jaguar , Dornier, An-32જેવા વિમાનો ઉડાવ્યા છે. તે DSSC વેલિંગ્ટનના પૂર્વ વિદ્યાર્થી છે.

ગ્રુપ કૅપ્ટન અંગદ પ્રતાપ

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 17 જુલાઈ 1982ના રોજ જન્મેલા અંગદ પ્રતાપે એનડીએમાંથી લશ્કરી ટ્રેનિંગ મેળવી હતી. 18 ડિસેમ્બર 2004ના રોજ તેમને વાયુસેનાના ફાઇટર સ્ટ્રીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. તેમની પાસે ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર અને ટેસ્ટ પાયલૉટ તરીકે લગભગ 2000 કલાકનો અનુભવ છે. અંગદ Su-30MKI, MiG-21, મિગ-29, Jaguar, Hawk, Dornier અને An-32જેવા વિમાનો અને ફાઇટર જેટ્સ ઉડાવી ચૂક્યા છે.

ગ્રુપ કૅપ્ટન શુભાંશુ શુક્લા

10 ઑક્ટોબર 1985ના રોજ લખનૌમાં જન્મેલા શુભાંશુએ એનડીએમાંથી લશ્કરી ટ્રેનિંગ મેળવી છે. તેને 17 જૂન 2006ના રોજ ઍરફૉર્સના ફાઇટર સ્ટ્રીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. તે એક ફાઇટર કોમ્બેટ લીડરની સાથે ટેસ્ટ પાયલૉટ પણ છે. તેની પાસે 2000 કલાકનો ઉડાનનો અનુભવ છે. તેણે  Su-30MKI, MiG-21, Mig-29, Jaguar ,Hawk, Dornier, An-32 જેવા વિમાનો અને ફાઇટર જેટ્સ ઉડાવ્યા છે.



Google NewsGoogle News