મને કોઈ નબળો ના ગણતાં, ચૂંટણીમાં સલાહ આપવાની 100 કરોડ ફી લેતો: પ્રશાંત કિશોર
Prashant Kishore : જન સૂરજ પાર્ટીના સંયોજક પ્રશાંત કિશોરે અનેક પક્ષો માટે ચૂંટણીની રણનીતિ તૈયાર ચૂક્યા છે. તેમણે 2014ની લોકસભા ચૂંટણીમાં પણ ભાજપ માટે કામ કર્યું હતું. તેઓ ચૂંટણી માટે કેટલો ચાર્જ કરે છે, તેના વિશે વાત કરતાં જણાવ્યું કે, હું ચૂંટણીની રણનીતિ તૈયાર કરવા માટે 100 કરોડથી વધુ રૂપિયા લેતો હોવું છું. અને મારા દ્વારા રચાયેલી સરકારો 10 રાજ્યોમાં તેમની સરકાર ચલાવી રહી છે.
ચૂંટણીમાં સલાહના હું 100 કરોડથી વધુ રુપિયાનો ચાર્જ કરુ છું: પ્રશાંત કિશોર
બિહારમાં યોજાનારી પેટાચૂંટણી દરમિયાન પ્રચાર દરમિયાન તેમણે બેલાગંજમાં આ વાતનો ખુલાસો કર્યો છે. ઉલ્લેખનીય છે કે, બિહારની ચાર વિધાનસભા બેઠકો પર 13 નવેમ્બરે પેટાચૂંટણી યોજાવાની છે. બેલાગંજમાં તેમણે કહ્યું, લોકો વારંવાર પૂછે છે કે, પાર્ટીને ફંડ ક્યાંથી મળે છે. તો જાણી લો કે અમારા દ્વારા બનાવવામાં આવેલી સરકારો 10 રાજ્યોમાં ચાલી રહી છે. તમને શું લાગે છે કે અમારી પાસે ટેન્ટ લગાવવા માટે પૈસા નથી? શું તમને લાગે છે કે અમે નબળા છીએ? બિહારમાં કોઈ મારા જેવી ફી ન શકે. જો હું ચૂંટણીમાં કોઈને સલાહ આપું તો તેની ફી 100 કરોડ રૂપિયા અથવા તેનાથી વધુ ચાર્જ લઉ છું. હું માત્ર એક ચૂંટણીમાં રણનીતિ બનાવીને મારી પાર્ટીને બે વર્ષ સુધી ચલાવી શકું છું.
કોઈ ગરીબ બાળક રાજકારણમાં આવવા માંગતો હોય તો આવવા દો
તેમણે કહ્યું, અમે મજબૂતીથી લડી રહ્યા છીએ. તમારા બાળકોને આગળ લાવવા માટે લડી રહ્યા છીએ. તમારા માતા-પિતા ધારાસભ્ય ન હોય તો વાંધો નથી. જો તમારી પાસે સિસ્ટમ ન હોય તો કોઈ વાંધો નથી. જો કોઈ ગરીબ બાળક પણ રાજકારણમાં આવવા માંગતું હોય તો આવો. પૈસાની ચિંતા કરશો નહીં. સિસ્ટમ વિશે ચિંતા કરશો નહીં. આ ચિંતા તમારા ભાઈ પર છોડી દો.
2014ની લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન મોદી માટે રણનીતિ તૈયાર કરી હતી
ઉલ્લેખનીય છે કે, બેલાગંજ સિવાય બિહારમાં ઈમામગંજ, રામગઢ અને તરરી વિધાનસભા સીટ પર પેટાચૂંટણી યોજાવાની છે. લોકસભા ચૂંટણી દરમિયાન આ ધારાસભ્યોની જીત બાદ આ બેઠકો ખાલી પડી હતી. પ્રશાંત કિશોરની વાત કરીએ તો તેમણે 2014ની લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન મોદી માટે રણનીતિ તૈયાર કરી છે. આ પછી 2015માં બિહાર ચૂંટણીમાં નીતિશ કુમાર અને આરજેડીના ગઠબંધન માટે રણનીતિ તૈયાર કરી હતી.