Get The App

ક્યા રાજ્યના લોકો સૌથી વધુ પીવે છે દારુ, ચોંકાવનારા બિહારના આંકડા

Updated: Feb 18th, 2025


Google NewsGoogle News
ક્યા રાજ્યના લોકો સૌથી વધુ પીવે છે દારુ, ચોંકાવનારા બિહારના આંકડા 1 - image


This state's people drink the most alcohol: કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (NFHS) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા પરથી ખ્યાલ આવે છે કે, ભારતમાં દરેક પાંચમો પુરુષ, એટલે કે દેશના 22.4% પુરુષો દારૂના શોખીન છે. પરંતુ તેમાં સારી વાત એ છે કે ભારતમાં દારૂ પીનારા પુરુષોનું પ્રમાણ ઘટ્યું છે. 2015-16માં આ આંકડો 29.2 ટકા હતો, જે હવે ઘટી ગયો છે. જોકે, કેટલાક રાજ્યો રાષ્ટ્રીય સરેરાશ કરતાં આગળ નીકળી રહ્યા છે.

આ પણ વાંચો : VIDEO : આંધ્રપ્રદેશના નાયબ CM પવન કલ્યાણે મહાકુંભમાં કર્યું પવિત્ર સ્નાન, શ્રદ્ધાળુઓની સંખ્યા 55 કરોડને પાર

દારુ પીનારા પુરુષોમાં 59.1 ટકા સાથે ગોવા સૌથી આગળ

દારુ પીનારા પુરુષોમાં 59.1 ટકા સાથે ગોવા સૌથી આગળ છે. એ પછી અરુણાચલ પ્રદેશ (56.6 ટકા), તેલંગાણા (50 ટકા), ઝારખંડ (40.4 ટકા), ઓડિશા (38.4 ટકા), સિક્કિમ (36.3 ટકા), છત્તીસગઢ (35.9 ટકા), તમિલનાડુ ( 32.8 ટકા), ઉત્તરાખંડ (32.1 ટકા), આંધ્રપ્રદેશ (31.2ટકા), પંજાબ (27.5 ટકા), આસામ (26.5 ટકા), કેરળ (26 ટકા) અને પશ્ચિમ બંગાળ (25.7 ટકા)નો સમાવેશ થાય છે.

બિહારમાં દારૂબંધી હોવા છતાં પણ દારૂનું સેવન નાબૂદ ન થઈ શક્યું

રાજ્યસભામાં ડૉ. વી. શિવદાસન દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે, બિહારમાં વર્ષ 2016 માં દારૂબંધી લાદવામાં આવી હતી, પરંતુ આંકડા દર્શાવે છે કે ત્યાં પણ દારૂનું સેવન નાબૂદ થઈ શક્યું નથી. 2015-16માં બિહારમાં દારૂ પીનારા પુરુષોની સંખ્યા 28.9 ટકા હતી અને અત્યારે પણ 17 ટકા પુરુષો દારૂ પીવે છે.

2015-16 (NFHS-4) અને 2019-21(NFHS-5)ના દારૂના આંકડા પ્રમાણે આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી અનુપ્રિયા પટેલે જણાવ્યું હતું કે, '2015-16ના ડેટા પ્રમાણે ભારતમાં 15થી 49 વર્ષની વયની મહિલાઓ અને પુરુષોએ દારૂનું સેવન કર્યું હતું, જે અનુક્રમે 1.2 ટકા અને 29.2 ટકા હતા.'2019-21માં મહિલાઓ માટે આ ટકાવારી 0.7 ટકા અને પુરુષો માટે 22.4 ટકા ઘટી હતી.

રાષ્ટ્રીય સ્તરે દારૂ પીનારાઓની સંખ્યામાં ઘટાડો

જો આપણે NFHS-4 અને NFHS-5ના ડેટાની તુલના કરવામાં આવે તો એક વિરોધાભાસી પરિસ્થિતિ જોવા મળે છે. રાષ્ટ્રીય સ્તરે દારૂ પીનારાઓની સંખ્યામાં ઘટાડો થયો હોવા છતાં કેટલાક વિસ્તારોમાં દારૂ પીનારાઓની ટકાવારી વધી છે.

આ પણ વાંચો : બાળકોને ઉર્દૂ ભણાવીને શું મૌલવી બનાવવા છે? યોગી આદિત્યનાથ યુપી વિધાનસભામાં ભડક્યા

ભારતમાં દારૂ પીતી મહિલાઓની સંખ્યા 1.2 ટકાથી ઘટીને 0.7 ટકા થઈ

રાષ્ટ્રીય સ્તરના આંકડાઓ તો ભયાનક છે. જેમાં 2015-16 અને 2019-21 વચ્ચે, 15થી 49 વર્ષની વયના પુરુષો દ્વારા દારૂ પીનારાઓની ટકાવારી 29.2 ટકાથી ઘટીને 22.4 ટકા થઈ ગઈ. ભારતમાં દારૂ પીતી મહિલાઓની સંખ્યા 1.2 ટકાથી ઘટીને 0.7 ટકા થઈ ગઈ છે.

દિલ્હીમાં દારૂ પીતી મહિલાઓની સંખ્યામાં વધારો થયો

તાજેતરમાં મળેલા આંકડા પ્રમાણે, ભારત ધીમે ધીમે દારૂથી દૂર જઈ રહ્યું છે અને તેની સંસ્કૃતિ પર ભાર મૂકી રહ્યું છે. પરંતુ જો તમે આંકડાઓમાં ઊંડા ઉતરો તો સ્પષ્ટ થાય છે કે ભારતના ઘણા રાજ્યોમાં દારૂ પીનારા પુરુષો અને સ્ત્રીઓની સંખ્યા વધી રહી છે.


Google NewsGoogle News