દસ વર્ષમાં ભાજપમાં આટલા પૂર્વ કોંગ્રેસી CM જોડાઇ ગયા, હવે કમલનાથ પણ 'હાથ'માંથી જશે?
તાજેતરમાં જ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં જોડાયા
કોંગ્રેસ છોડનારા દિગ્ગજ નેતાઓમાં ગુમાલ નબી આઝાદ, અમરિંદર સિંહ સહિતના નેતાઓના નામ
મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના એક યુવા નેતા જેમણે 22 વર્ષની ઉંમરે કોંગ્રેસ (Congress)નો હાથ પકડ્યો, ત્યારબાદ 1980માં પ્રથમવાર છિંદવાડાથી લોકસભા ચૂંટણી જીતી સંસદ સુધી પહોંચ્યા. તેમનો ગાંધી પરિવાર સાથે એવો સંબંધ છે કે, એક ચૂંટણી સભામાં ઈન્દિરા ગાંધીએ તેમને પોતાના ત્રીજા પુત્ર ગણાવ્યા હતા. તેમની સાથે સંજય ગાંધીની મિત્રતાના કિસ્સા પણ જગજાણિતા છે. એટલું જ નહીં જ્યારે કોંગ્રેસ મધ્ય પ્રદેશમાં 15 વર્ષ સુધી સત્તામાંથી બહાર હતી, ત્યારે તેમણે 2018માં પાર્ટીના વનવાસ પર પૂર્ણ વિરામ મુકવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. અમે વાત કરી રહ્યા છીએ, પાર્ટીના દિગ્ગજ નેતા અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલ નાથ (Kamal Nath)ની... હાલ દેશભરના તેમની ચર્ચા ચાલી રહી છે. કમલનાથ ભાજપમાં જોડાવા હોવાની અટકળો વહેતી થયા બાદ રાજકારણમાં ખળભળાટ અને ખાસ કરીને કોંગ્રેસ ચિંતાના વાદળો ઘેરાતા જોવા મળી રહ્યા છે. જોકે કમલનાથે આજે તમામ અટકળોનો જવાબ આપતા કહ્યું કે, ‘જો આવું થશે તો બધાને ખબર પડી જશે, પરંતુ મારે હજુ સુધી કોઈની સાથે વાત થઈ નથી.’ તેમના આ નિવેદન બાદ તેમણે ‘કોંગ્રેસમાં જ હોવાનો અને ભાજપમાં હું નથી જ જવાનો’ હોવાનું ભારપૂર્વક ન કહેતા હજુ પણ આશંકાઓની ચર્ચાઓ ચાલી રહી છે.
10 વર્ષમાં કોંગ્રેસ છોડનારા નેતાઓની યાદી ઘણી લાંબી
જો કમલનાથ ભાજપ સાથે રાજકારણ આગળ વધારશે તો કોંગ્રેસ માટે આ મોટો ઝટકો હશે. કારણ કે હવે લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે. આવી સ્થિતિમાં કોંગ્રેસના જૂના અને દિગ્ગજ નેતાઓ પાર્ટી છોડીને જઈ રહ્યા છે. તાજેતરમાં જ અશોક ચવ્હાણ (Ashok Chavan) કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા (Join BJP) હતા. પરંતુ છેલ્લા 10 વર્ષમાં કોંગ્રેસ છોડનારા નેતાઓની યાદી ઘણી લાંબી છે, જેમાં કોંગ્રેસના કેટલાક પૂર્વ મુખ્યમંત્રીઓ પણ સામેલ છે, જેઓ પછીથી ભાજપમાં જોડાઈ ગયા. કોંગ્રેસ છોડનારા દિગ્ગજ નેતાઓમાં ગુલામ નબી આઝાદ (Ghulam Nabi Azad)નું પણ નામ સામેલ, જોકે તેમણે પોતાનો પક્ષ બનાવી લીધો છે. જ્યારે બાલ ઠાકરે (Bal Thackeray)એ 1999માં નારાયણ રાણે (Narayan Rane)ને મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લીધો હતો, પરંતુ તેઓ 2005માં શિવસેના છોડી કોંગ્રેસમાં સામેલ થઈ ગયા હતા.
કોંગ્રેસના આ દિગ્ગજ નેતાઓએ કોંગ્રેસનો છોડ્યો સાત,
- કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણે 12 ફેબ્રુઆરી-2024ના રોજ પાર્ટી છોડી બીજા જ દિવસે ભાજપમાં સામેલ થઈ ગયા હતા.
- પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહે (Amarinder Singh) પણ કોંગ્રેસ સાથે બળવો કરી ડિસેમ્બર-2021માં ભાજપમાં સામેલ થઈ ગયા હતા.
- વર્ષ 1999થી 2004 સુધી કર્ણાટકના મુખ્યમંત્રી રહેલા એસ.એમ.કૃષ્ણા (SM Krishna)એ પણ 2017માં પક્ષ પલટો કરી ભાજપ જોઈન્ટ કર્યું હતું.
- ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી વિજય બહુગુણા (Vijay Bahuguna)એ મે-2016માં કોંગ્રેસને અલવિદા કહી ભાજપનો હાથ પકડી લીધો હતો. કૃષ્ણા 1968માં પ્રથમવાર સાંસદ બન્યા હતા અને તેઓ ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી બંને સાથે કામ કરી ચુક્યા છે.
- આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કિરણ કુમાર રેડ્ડી (Kiran Kumar Reddy)એ તો બે વખત કોંગ્રેસનો સાથ છોડ્યો હતો. અગાઉ 2014માં તેમણે કોંગ્રેસ છોડી પોતાનો પક્ષ બનાવ્યો હતો, પરંતુ ત્યારબાદ તેઓ 2018 કોંગ્રેસમાં આવ્યા બાદ 2023માં ભાજપમાં જોડાયા હતા.
- કોંગ્રેસને સૌથી મોટો ઝટકો તો અરૂણાચલના મુખ્યમંત્રી પેમા ખાંડુ (Pema Khandu)એ આપ્યો હતો, કારણ કે ત્યાં કોંગ્રેસની સત્તા હતી, પરંતુ તેઓ ડિસેમ્બર-2016માં (પીપુલ્સ પાર્ટી ઑફ અરૂણાચલ - PPA)ના 32 સાંસદોને લઈને ભાજપમાં સામેલ થતા કોંગ્રેસે સત્તા ગુમાવવાનો વારો આવ્યો હતો. હાલ ત્યાં
- કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગાંધી પરિવારના ખુબ જ નજીકના ગુમાલ નબી આઝાદ જેમને કોંગ્રેસે 2005માં જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી બનાવ્યા હતા. એટલું જ નહીં તેમની પર ઘણો વિશ્વાસ મુકી ઘણા હોદ્દા પણ અપાયા હતા, પરંતુ છેવટે તેમણે 2022માં કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામું આપી પોતાની પાર્ટી બનાવી લીધી છે.
- કોંગ્રેસ છોડનારા દિગ્ગજ નેતાઓમાં નારાયણ રાણેનું પણ નામ સામેલ છે. જ્યારે 1999માં બાલ ઠાકરેએ નારાયણ રાણેને મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લીધો હતો, પરંતુ તેઓ 2005માં શિવસેના છોડી કોંગ્રેસમાં સામેલ થઈ ગયા હતા. ત્યારબાદ તેમણે 2017માં કોંગ્રેસનો સાથ છોડ્યો અને મહારાષ્ટ્ર સ્વાભિમાન પક્ષની સ્થાપના કરી, પછી 2018માં ભાજપને સમર્થન આપ્યું હતું, પરંતુ રાણે 2019માં ભાજપમાં સામેલ થઈ ગયા હતા.