Get The App

EPS પેન્શનર્સ ક્યાં સુધી કરી શકશે જીવન પ્રમાણ પત્ર જમા? જાણો તેનાથી જોડાયેલા નિયમ

Updated: Oct 24th, 2023


Google NewsGoogle News
EPS પેન્શનર્સ ક્યાં સુધી કરી શકશે જીવન પ્રમાણ પત્ર જમા? જાણો તેનાથી જોડાયેલા નિયમ 1 - image


                                                         Image Source: Wikipedia

નવી દિલ્હી, તા. 24 ઓક્ટોબર 2023 મંગળવાર

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના સમગ્ર દેશમાં લાખો પેન્શનર છે. જેમને વર્ષમાં એક વખત પોતાનું જીવન પ્રમાણ પત્ર જમા કરાવવુ પડે છે. ઈપીએસનો લાભ 15,000 રૂપિયા સુધીની સેલેરી ધરાવતા કર્મચારીઓને મળે છે. આ સ્કીમને ખાસ કરીને ઓછી આવક ધરાવતા વર્ગના લોકોને સોશિયલ સિક્યોરિટી પ્રદાન કરવા માટે શરૂ કરવામાં આવી છે.

EPS પેન્શનર્સ ક્યાં સુધી જમા કરાવી શકે છે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ

ઈપીએફઓના નિયમ અનુસાર ઈપીએસ મેમ્બર્સ વર્ષમાં ક્યારેય પણ પોતાનું જીવન પ્રમાણ પત્ર જમા કરાવી શકે છે. ઉદાહરણ તરીકે ફેબ્રુઆરી 2023માં જમા કરાવેલુ જીવન પ્રમાણ પત્ર ફેબ્રુઆરી 2024 સુધી વેલિડ રહે છે. જો તમે પણ ઈપીએસ મેમ્બર્સ અને પોતાનું જીવન પ્રમાણ પત્ર જમા કરાવવા ઈચ્છો છો તો તમે IPPB, ભારતીય પોસ્ટ ઓફિસ, પોસ્ટમેન, ઉમંગ એપ, કોમન સર્વિસ સેન્ટર કે નજીકના પોસ્ટ ઓફિસમાં જીવન પ્રમાણ પત્ર જમા કરાવી શકો છો.

EPS પેન્શનર્સને લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવા માટે આ ડોક્યૂમેન્ટ્સની જરૂર પડશે

PPO નંબર

આધાર નંબર

બેન્ક એકાઉન્ટ ડિટેલ્સ

આધાર સાથે લિંક મોબાઈલ નંબર

ઓનલાઈન પણ જમા કરાવી શકો છો જીવન પ્રમાણ પત્ર

તમે આધાર અને બાયોમેટ્રિક દ્વારા એક યૂનિક આઈડી બનાવીને પોતાનું જીવન પ્રમાણ પત્ર ડિજિટલી જમા કરાવી શકો છો. સૌથી પહેલા આધારની મદદથી એક યૂનિક આઈડી બનાવો. જે બાદ કોમન સર્વિસ સેન્ટર દ્વારા તમે ઓનલાઈન લાઈફ સર્ટિફિકેટ જમા કરાવી શકો છો. આ માટે તમારે https://jeevanpramaan.gov.in ની સત્તાવાર વેબસાઈટ પર જઈને પોતાનું જીવન પ્રમાણ પત્ર જમા કરાવી શકો છો.


Google NewsGoogle News