Get The App

શંકરાચાર્યની પસંદગી કેવી રીતે થાય છે અને તેમનું કામ શું હોય છે? જાણો હિંદુ ધર્મના વડાની ખાસ વાતો...

Updated: Jul 17th, 2024


Google NewsGoogle News
શંકરાચાર્યની પસંદગી કેવી રીતે થાય છે અને તેમનું કામ શું હોય છે? જાણો હિંદુ ધર્મના વડાની ખાસ વાતો... 1 - image


Image: Facebook

Swami Avimukteshwaranand Shankaracharya of Jyotirmath: જ્યોતિમઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અત્યારે ખૂબ ચર્ચામાં છે. ચર્ચામાં આવવાનું કારણ છે કેદારનાથ મંદિરથી 228 કિલો સોનું ગાયબ થવાનો દાવો, દિલ્હીમાં બની રહેલા કેદારનાથ મંદિરનો વિરોધ અને અમુક નિવેદન. રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ પોતાના નિવેદનોથી શંકરાચાર્ય ફરીથી સમાચારમાં આવી ગયા છે. દરમિયાન લોકોના મનમાં સવાલ છે કે શંકરાચાર્ય કોણ હોય છે અને તેમનું કાર્ય શું છે? સાથે જ લોકો જાણવા ઈચ્છે છે કે શંકરાચાર્ય પોતાની સાથે દંડ અને ધ્વજ કેમ રાખે છે.

કોણ હોય છે શંકરાચાર્ય?

આદિ શંકરાચાર્ય એક હિન્દુ ધર્મગુરુ હતાં, જેમના જ્ઞાન અને ધર્મની જાણકારીના કારણે ખૂબ ખ્યાતિ હતી. કહેવાય છે કે સનાતન પરંપરાના પ્રચાર-પ્રસારમાં આદિ શંકરાચાર્યનું મહાન યોગદાન છે. તેમને અદ્વૈત વેદાંતના પ્રણેતા, સંસ્કૃતના વિદ્વાન, ઉપનિષદ વ્યાખ્યાતા અને સનાતન ધર્મ સુધારક માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે તેઓ ખૂબ તેજસ્વી હતાં અને તેમણે 20 વર્ષનું જ્ઞાન માત્ર 2 વર્ષમાં અર્જિત કરી લીધું હતું. સાથે જ તેમણે સનાતન ધર્મને લઈને ખૂબ કામ કર્યું હતું. 

પછી તેમણે સનાતન ધર્મની પ્રતિષ્ઠા માટે ભારતના ચાર ક્ષેત્રોમાં ચાર મઠ સ્થાપિત કર્યાં. પછી તે ચાર મઠોના જે પ્રમુખ થયાં, તેમને શંકરાચાર્ય કહેવામાં આવ્યા. આ ચાર મઠ છે ઉત્તરના બદ્રિકાશ્રમનું જ્યોતિમઠ, દક્ષિણનું શૃંગેરી મઠ, પૂર્વમાં જગન્નાથપુરીનું ગોવર્ધન મઠ અને પશ્ચિમમાં દ્વારકાનું શારદા મઠ. હવે આ મઠોના જે પ્રમુખ છે, તે જ દેશના ચાર શંકરાચાર્ય છે. જેમાં ગોવર્ધન મઠના શંકરાચાર્ય નિશ્ચલાનંદ સરસ્વતીજી છે, જ્યારે શારદા મઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી, જ્યોતિમઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને શૃંગેરી મઠના શંકરાચાર્ય જગદ્ગુરુ ભારતી છે.

શંકરાચાર્ય કેવી રીતે પસંદ કરવામાં આવે છે?

શંકરાચાર્ય બનવા માટે અમુક ખાસ યોગ્યતાઓનું હોવું જરૂરી છે. જેમ કે શંકરાચાર્ય બનવા માટે સંન્યાસી હોવું જરૂરી છે. સંન્યાસી બનવા માટે ગૃહસ્થ જીવનનો ત્યાગ, મુંડન, પોતાનું પિંડદાન અને રુદ્રાક્ષ ધારણ કરવું ખૂબ જરૂરી માનવામાં આવે છે. કોઈ પણ શંકરાચાર્યની નિમણૂક ગુરુ-શિષ્ય પરંપરા અનુસાર થાય છે. આવું એટલા માટે હોય છે, કેમ કે આદિ શંકરાચાર્યએ પણ પોતાના ચાર શિષ્યોને ચાર મઠના શંકરાચાર્ય બનાવ્યા હતા. 

દરમિયાન દરેક શંકરાચાર્ય પોતાના મઠના શિષ્યને શંકરાચાર્ય જાહેર કરે છે. આ સાથે જ શંકરાચાર્ય પદવીના શંકરાચાર્યોના પ્રમુખો, આચાર્ય મહામંડલેશ્વરો, પ્રતિષ્ઠિત સંતોની સભાની સંમતિ અને કાશી વિદ્વત પરિષદની સંમતિ જરૂરી હોય છે. તે બાદ શંકરાચાર્ય બને છે.

કાર્ય શું છે?

શંકરાચાર્યની ભૂમિકા સનાતન ધર્મમાં શંકરાચાર્ય સૌથી મોટા ધર્મ ગુરુ માનવામાં આવે છે. ધર્મ સાથે જોડાયેલા કોઈ વિષયમાં શંકા કે વિવાદ હોવાની સ્થિતિમાં શંકરાચાર્યની સલાહ અંતિમ માનવામાં આવે છે અને તે પોતાના મઠ સંબંધિત તમામ નિર્ણય લે છે. શંકરાચાર્યનું કહેવું છે કે શંકરાચાર્યથી અપેક્ષા કરવામાં આવે છે કે જ્યાં ધર્મની વાત હોય ત્યાં કોઈ લોભ અને દબાણ આવ્યા વિના તેઓ સત્ય કહી શકે.

પોતાની પાસે દંડ કેમ રાખે છે?

તમે શંકરાચાર્યો પાસે એક દંડ જોયો હશે, આ દંડ દર્શાવે છે કે તેઓ દંડી સંન્યાસી છે. આ દંડ તેમને પોતાના ગુરુથી શિક્ષણ ગ્રહણ કર્યા બાદ મળે છે, જેને વિષ્ણુ ભગવાનનું પ્રતીક માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે તેમાં શક્તિઓને સમાહિત કરવામાં આવે છે અને સંન્યાસી દરરોજ તેનું તર્પણ અને અભિષેક કરે છે. આ દંડ ઘણા પ્રકારના હોય છે અને તેમાં અલગ-અલગ ગાંઠના હિસાબે તેને વહેંચવામાં આવે છે. અમુક દંડમાં 6, અમુકમાં 8, 10, 12, 14 ગાંઠ વાળા દંડ હોય છે. દરેક દંડનું અલગ નામ હોય છે, જેમાં સુદર્શન દંડ, ગોપાલ દંડ, નારાયણ દંડ, વાસુદેવ દંડ વગેરે સામેલ છે. તેની પવિત્રતા માટે તેને હંમેશા ઢાંકીને રાખવામાં આવે છે.


Google NewsGoogle News