સંસદમાં કોણ ક્યાં બેસશે એ કઈ રીતે નક્કી થાય છે? જાણો સમગ્ર પ્રક્રિયા, અયોધ્યાના સાંસદ સૌથી આગળ બેઠા

Updated: Jun 27th, 2024


Google NewsGoogle News

indian parliament

18મી લોકસભાનું પહેલું સંસદ સત્ર સોમવારથી શરુ થઈ ગયુ છે. ત્યારે લોકસભાની ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ તમામ સાંસદ પહેલી વખત સંસદ ભવનમાં પહોંચ્યા હતા. આ દરમિયાન નવા ચૂંટાયેલા સાંસદો શપથગ્રહણ કર્યા પછી સત્તાવાર તરીકે સાંસદ બન્યા હતા. દસ વર્ષ બાદ પણ સંસદમાં આ વખતે વિપક્ષની હાજરી મજબૂત રહેશે.

સંસદમાં પણ યુપી વિધાનસભાની માફક અવધેશ પ્રસાદ અખિલેશ યાદવની બાજુમાં જ બેઠા હતા. સંસદની પહેલી હરોળમાં બેઠેલા નેતાઓની વાત કરીએ તો, રાહુલ ગાંધી, અખિલેશ યાદવ અને અયોધ્યાના સાંસદ અવધેશ પ્રસાદ બેઠેલા નજરે ચડ્યા હતા. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, અવધેશ પ્રસાદને આટલું મહત્વ આપીને અખિલેશ યાદવે રાજકીય સંદેશ આપ્યો છે. નોંધનીય છે કે અયોધ્યા રામ મંદિરનો મુદ્દે ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણીમાં જોરશોરથી ચગાવવામાં આવ્યો હતો. પરંતુ અયોધ્યા બેઠક પર જ ભાજપની હાર અને સમાજવાદી પાર્ટીના અવધેશ પ્રસાદનો વિજય થયો હતો. એવામાં ક્યાંક ને ક્યાંક ભાજપના સૌથી મોટા મુદ્દાનો ફિયાસ્કો થયો હતો. હવે અખિલેશ યાદવ ભાજપની આ બદનામીનો ફાયદો ઉઠાવવા પ્રયાસ કરી રહ્યા છે.

ચાલો જાણીએ, સાંસદોની આ તમામ બેઠક કોના દ્વારા નક્કી કરવામાં આવે છે અને કયા આધાર પર તેની વરણી કરવામાં આવે છે. આ ઉપરાંત, શું સાંસદ પોતાના પ્રમાણે કોઈ સીટ લઈ શકે છે કે નહીં.

સંસદમાં કયા સાંસદ ક્યાં બેસે છે?

1. કયા સાંસદ ક્યાં બેસશે તે પહેલાથી જ નક્કી હોય છે. જેમાં સત્ર દરમિયાન સાંસદ પોતાની સીટ પર બેસે છે.

2. સંસદમાં કોઈપણ સાંસદની બેસવાની સીટ તેની પાર્ટીની સંખ્યાને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે. જેમાં જે પાર્ટીના જેટલા વધારે સાંસદ એ પ્રમાણે તેમને સંસદમાં સીટની ફાળવણી કરવામાં આવે છે.

3. સંસદમાં વિવિધ અલગ અલગ બ્લોક્સની વ્યવસ્થા હોય છે. જેમાં પાર્ટીના સદસ્યોની સંખ્યા મુજબ બ્લોક્સની વહેંચણી કરવામાં આવે છે.

4. જો કોઈ પાર્ટીના પાંચથી વધારે સાંસદ છે તો તેના માટેની અલગ વ્યવસ્થા રહે છે.

5. પાંચથી ઓછા સાંસદ વાળી પાર્ટી માટે પણ અલગ વ્યવસ્થા હોય છે. પરંતુ ખાલી રહેલી જગ્યા પર સ્વતંત્ર સાંસદોની સ્થાન આપવામાં આવે છે.


પક્ષ - વિપક્ષના આધારે થાય છે સીટોનું વિભાજન

સંસદમાં સૌપ્રથમ પક્ષ અને વિપક્ષના આધારે સીટોની ફાળવણી કરવામાં આવે છે. જેમાં સંસદના આગળના ભાગમાં સ્પીકરની જમણી બાજુમાં સત્તા પક્ષને બેસાડવામાં આવે છે જ્યારે ડાબી બાજુની જગ્યાએ વિપક્ષને સીટો આપવામાં આવે છે. આ ઉપરાંત, ડાબી બાજુની સીટ ડેપ્યુ. સ્પિકરની હોય છે અને તેમની બાજુમાં વિપક્ષના ફ્લોર લીડરને બેસાડવામાં આવે છે. આ સાથે, ડાબી બાજુની જગ્યાએ સાંસદોની સંખ્યાના આધારે બ્લોક્સ સોંપવામાં આવે છે. જેમાં સૌથી જમણી બાજુમાં BJP અને ડાબી બાજુમાં કોંગ્રેસના સાંસદો માટે સીટની વ્યવસ્થા હોય છે. આના સિવાય ઉપરના બ્લોક્સમાં ઓછા સાંસદ ધરાવતી પાર્ટીને સ્થાન આપવામાં આવે છે. આમ જે પાર્ટીના સાંસદ વધારે એ પ્રમાણે તેમને આગળની હરોળમાં સ્થાન મળે છે.

સીટની ફાળવણી કોણ કરે છે.

કઈ પાર્ટીના સાંસદ કઈ સીટ પર બેસશે તેનો નિર્ણય સંસદના સ્પીકર દ્વારા લેવામાં આવે છે. ડાયરેક્શન 122(a) મુજબ સ્પીકર દ્વારા દરેક સાંસદની સીટોની ફાળવણી કરે છે. આમ સ્પીકરે ફાળવેલી સીટો પ્રમાણે  દરેક સાંસદોને બેસવાનું હોય છે. પરંતુ કેટલાંક વરિષ્ઠ સાંસદની તબિયતને ધ્યાનમાં રાખીને અન્ય સીટમાં ફેરબદલી કરવાની વ્યવસ્થા કરવામાં આવે છે.


Google NewsGoogle News