રાજધાની એક્સપ્રેસની તુલનાએ કેટલી શાનદાર છે વંદેભારત સ્લીપર ટ્રેન? PHOTOS દ્વારા જાણો વિશેષતા
Vande Bharata Sleeper Train: વંદે ભારત સ્લીપર ટ્રેનનો પ્રોટોટાઈપ સામે આવી ચૂક્યો છે. આ ટ્રેન ખૂબ જ ખાસ હશે. તેને 15 નવેમ્બર સુધીમાં કાર્યરત કરવાની યોજના છે અને તેને પરીક્ષણ અને ટ્રાયલ માટે લખનઉ RDSO મોકલવામાં આવશે. હાલમાં 78 વંદે ભારત ટ્રેનો સમગ્ર દેશમાં ઈન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનો તરીકે કાર્યરત છે.
વંદે ભારત સ્લીપર ટ્રેન રાજધાની એક્સપ્રેસની જેમ જ સંપૂર્ણપણે એર કન્ડિશન્ડ હશે. તેમાં 16 સ્લીપર કોચ હશે. તે લાંબા અંતર માટે તૈયાર કરવામાં આવી છે. તેને 120 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે. તેની ડિઝાઈન ICF એન્જિનિયરો દ્વારા તૈયાર કરવામાં આવી હતી અને રેકનું નિર્માણ BEML દ્વારા કરવામાં આવ્યું છે. આ રેકમાં 3ACના 11 , 2ACના 4 અને ફર્સ્ટ ક્લાસનો એક કોચ સામેલ છે. આ ટ્રેનની કુલ ક્ષમતા 823 મુસાફરોની છે.
રાજધાની એક્સપ્રેસની તુલનામાં આ ટ્રેન કેટલી ખાસ છે:
ગતિ- વંદે ભારત સ્લીપર ટ્રેન 160 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે. રાજધાની એક્સપ્રેસની તુલનામાં તે ઝડપથી પોતાની સ્પીડ પકડી શકે છે. જેના કારણે મુસાફરોનો મુસાફરીનો સમય ઓછો લાગશે.
આ પણ વાંચો: ઈઝરાયલના હુમલામાં નુકસાનની વાત ઈરાને કબૂલી, કહ્યું- ત્રણ શહેરોમાં સૈન્ય મથકો નષ્ટ થઈ ગયા
આરામદાયક- વંદે ભારત સ્લીપર ટ્રેનોમાં બેડ્સને વધુ સારી કુશનિંગ (ગાદી) સાથે ડિઝાઈન કરવામાં આવ્યા છે. આ બેડ રાજધાનીની તુલનામાં વધુ સારા છે. આ ઉપરાંત સારી ઊંઘની સુવિધા માટે દરેક બેડની બાજુમાં વધારાની ગાદી આપવામાં આવી છે.
અપર બર્થ- ભારતીય રેલવેએ કહ્યું કે, નવી વંદે ભારત સ્લીપર ટ્રેન મુસાફરોની સુવિધાને પ્રાથમિકતા આપીને તૈયાર કરવામાં આવી છે. રાજધાનીની તુલનામાં અપર બર્થ સુધી જવા માટે સરળ સીડી બનાવવામાં આવી છે.
ઓટોમેટિક ટ્રેન- વંદે ભારત સ્લીપર એક ઓટોમેટિક ટ્રેન છે. તેના બંને છેડે ડ્રાઈવરની કેબિન છે. તેના કારણે ટ્રેનને ખેંચવા માટે લોકોમોટિવની જરૂરિયાત નથી રહેતી. રાજધાની એક્સપ્રેસમાં લોકોમોટિવની જરૂર હોય છે. આ ડિઝાઈનને કારણે ટર્મિનલ સ્ટેશનો પર ટર્નઅરાઉન્ડ ટાઈમ ઓછો થાય છે. તેનાથી કાર્યક્ષમતા વધે છે.
ઓટોમેટિક દરવાજા- વંદે ભારત સ્લીપર ટ્રેનમાં મુસાફરો માટે ઓટોમેટિક પ્રવેશ અને બહાર નીકળવાના દરવાજા હશે. તેને ડ્રાઈવર દ્વારા નિયંત્રિત કરવામાં આવશે. આ ઉપરાંત કોચ વચ્ચે ઓટોમેટિક ઈન્ટરકનેક્ટિંગ દરવાજા પણ હશે, જે મુસાફરોની સુવિધા અને સુરક્ષામાં વધારો કરશે.
ટોયલેટ- વંદે ભારત સ્લીપર ટ્રેનમાં બાયો-વૈક્યૂમ ટોયલેટ સિસ્ટમ છે. તેમાં મોડ્યૂલર ટચ-ફ્રી ફિટિંગ્સ છે. ફર્સ્ટ એસી કોચમાં યાત્રા કરનારા મુસાફરો માટે શાવર ક્યૂબિકલની પણ સુવિધા હશે.
અન્ય વિશેષતાઓ:
- કવચ સિસ્ટમ
- પેસેન્જરથી ડ્રાઇવરની કેબિન સુધી ઈમરજન્સી ટોક બેક યુનિટ
- GPS આધારિત LED ડિસ્પ્લે
- ચાર્જિગ સોકેટ સાથે વિશાળ સામાન રાખવાનું સ્થાન
- વિસ્ફોટ-પ્રૂફ લિથિયમ-આયન બેટરી
- તકેદારી નિયંત્રણ ઉપકરણો અને ઘટના રેકોર્ડર
- ઓવરહેડ લાઈન પાવર ફેલ થવા 3 કલાક ઈમરજન્સી બેકઅપ