Get The App

મહારાષ્ટ્રમાં પણ કોંગ્રેસ સામે હરિયાણા ચૂંટણી જેવું સંકટ, સ્થિતિ સંભાળવા ઉતારી દીધી 'ટીમ-8'

Updated: Oct 21st, 2024


Google NewsGoogle News
Rahul Gandhi with Priyanka Gandhi Vadra


Congress Trapped In Haryana: હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈને એવી ચર્ચાઓ થઈ રહી હતી કે કોંગ્રેસ વધુ મજબૂત થઈ રહી છે. જેમાં હરિયાણાની એક્ઝિટ પોલમાં કોંગ્રેસની મજબૂત જીતના દાવા પણ કરવામાં આવ્યા હતા, છતાં પરિણામોમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો અને ભાજપ સતત ત્રીજી વખત સત્તામાં આવ્યું એ પરિણામ હજુ પણ કોંગ્રેસ માટે અભ્યાસનો વિષય છે. 

મહારાષ્ટ્રમાં પણ કોંગ્રેસની સામે આવી જ સ્થિતિ ઊભી થઈ 

હરિયાણાની આ હાર પાછળ કોંગ્રેસના વિશ્લેષણમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે આંતરિક જૂથવાદ અને સીએમ પદને લઈને ટકરાવને કારણે આ સ્થિતિ બની છે. હવે મહારાષ્ટ્રમાં પણ કોંગ્રેસની સામે આવી જ સ્થિતિ ઊભી થઈ છે.

એક તરફ ટિકિટ ન મળતાં ઉમેદવારો બળવો કરે તેવી દહેશત છે તો બીજી તરફ ઉદ્ધવ સેના અને શરદ પવાર સાથે બેઠક વહેંચણીને લઈને મતભેદો ચાલુ જ છે. ભાજપે એકનાથ શિંદે સેના અને અજિત પવારની એનસીપી સાથે બેઠક  વહેંચણી લગભગ નક્કી કરી લીધી છે. 

ભાજપ સમયસર જાહેરાત કરીને પ્રચાર તેજ કરવા માંગે છે 

ભાજપ 150 જેટલા ઉમેદવારો મેદાનમાં ઉતારશે અને તેમાંથી 99ના નામ જાહેર કરીને તેણે લીડ મેળવી લીધી છે. 20 નવેમ્બરે યોજાનાર મતદાનમાં ભાજપ હાલમાં આગળ છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટી આના દ્વારા પોતાના પ્રચારને તેજ કરવા માંગે છે અને ઉમેદવારોને પૂરો સમય આપવા માટે સમયસર જાહેરાતો કરવામાં આવી રહી છે.

કોંગ્રેસ બધી જ બાબતમાં વધુ સમય લઈ રહી છે 

આવી સ્થિતિમાં કોંગ્રેસના હાથમાંથી બાજી જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. મહારાષ્ટ્રમાં પણ મહાવિકાસ અઘાડી વચ્ચે સીએમ ચહેરાને લઈને જંગ છે. ઉદ્ધવ સેના પહેલા સીએમ ચહેરા પર સર્વસંમતિ ઇચ્છે છે, જ્યારે કોંગ્રેસ આ બાબતે પછી ચર્ચા કરવા માંગે છે. હાલ કોંગ્રેસનું ફોકસ વધુમાં વધુ બેઠકો પર ચૂંટણી લડવામાં છે. આ માટે તેમણે લોકસભા ચૂંટણીમાં વધુમાં વધુ બેઠકો જીતવાની દલીલ કરી છે. 

કોંગ્રેસ માટે મહારાષ્ટ્રમાં પડકાર 

આ રીતે લોકસભાની ચૂંટણીમાં હરિયાણા જેટલી તાકાત મેળવનાર કોંગ્રેસને વિધાનસભામાં સારી તકો છે, પરંતુ ટક્કર વચ્ચે હરિયાણામાં જેટલું સારું પ્રદર્શન કર્યું હતું તેનું  પુનરાવર્તન કરવું એક પડકાર બની રહેશે. ખાસ કરીને સીટની વહેંચણીમાં સતત વિલંબ અને પછી ઉમેદવારોની જાહેરાતમાં લાગતો સમય જેવી બાબતોના કારણે બધી બાબતો વધુ બગડી શકે છે.

આ પણ વાંચો: ત્રણ વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા કદાવર નેતાનું મોદી સરકારમાં કદ વધ્યું, PMએ સોંપ્યું ખાસ કામ

મોટા નામોને સોંપવામાં આવી છે જવાબદારી, શું તેઓ કોંગ્રેસની બાગડોર સંભાળી શકશે?

કોંગ્રેસ પણ મહારાષ્ટ્ર ચૂંટણી દરમિયાન આવનાર પડકારોને સમજી રહી છે. એટલા માટે તે પહેલાથી જ મોટા નામોને જવાબદારી આપી ચૂક્યા છે અને તેમને અલગ-અલગ ક્ષેત્રોમાં કમાન સોંપી ચૂક્યા છે. 

આ નેતાઓને સોંપવામાં આવી જવાબદારી 

એક તરફ અશોક ગેહલોત અને કર્ણાટકના ગૃહમંત્રી જી. પરમેશ્વરને મુંબઈ અને કોંકણ પ્રદેશની જવાબદારી સોંપવામાં આવી છે. તો ભૂપેશ બઘેલ અને ચરણજીત સિંહ ચન્નીને વિદર્ભમાં કામ કરવા માટે કહેવામાં આવ્યું છે. સચિન પાયલટ અને તેલંગાણાના મંત્રી ઉત્તમ રેડ્ડીને મરાઠવાડા મોકલવામાં આવ્યા છે. મુકુલ વાસનિક અને અવિનાશ પાંડેને વરિષ્ઠ સંયોજક તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.

મહારાષ્ટ્રમાં પણ કોંગ્રેસ સામે હરિયાણા ચૂંટણી જેવું સંકટ, સ્થિતિ સંભાળવા ઉતારી દીધી 'ટીમ-8' 2 - image


Google NewsGoogle News