Get The App

હવે સુનીતા કેજરીવાલ પણ બની શકે છે દિલ્હીના મુખ્યમંત્રી, જાણો શું છે નિયમો

Updated: Sep 15th, 2024


Google NewsGoogle News
હવે સુનીતા કેજરીવાલ પણ બની શકે છે દિલ્હીના મુખ્યમંત્રી, જાણો શું છે નિયમો 1 - image
Image IANS

How Sunita Kejriwal Become Delhi CM : દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે બે દિવસ બાદ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા છે. અચાનક તેમના આ નિર્ણયથી માત્ર સામાન્ય લોકો જ નહીં, પરંતુ રાજકીય પક્ષો પણ આશ્ચર્ય સાથે વિચારવા મજબૂર થઈ ગયા છે. તેમણે કહ્યું કે 'હવે જ્યાં સુધી જનતા ચુકાદો નહીં આપે ત્યાં સુધી હું મુખ્યમંત્રીની ખુરશી પર નહીં બેસુ.' સાથે સાથે તેમણે એ પણ સ્પષ્ટ કરી દીધુ કે, મનીષ સિસોદિયા પણ મુખ્યમંત્રી નહીં બને. 

કેજરીવાલની આ પગલાં બાદ દરેકના મનમાં એક મહત્ત્વનો  સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે, હવે દિલ્હીના આગામી મુખ્યમંત્રી કોણ બનશે? ત્યારે મખ્યમંત્રીની રેસમાં આતિશી, સૌરભ ભારદ્વાજ તેમજ સુનીતા કેજરીવાલ પણ છે. આતિશી અને સૌરભ ભારદ્વાજ વિધાનસભાના સભ્ય છે, પરંતુ સુનિતા કેજરીવાલ ગૃહના સભ્ય નથી. તો ચાલો જાણીએ કે સુનીતા કેજરીવાલ કેવી રીતે દિલ્હીના મુખ્યમંત્રી બની શકે છે?

જાણો શું છે નિયમો?

મુખ્યમંત્રી બનવા માટે એ જરૂરી નથી કે, નેતા એ સમયે ચૂંટણી જીત્યો હોય. તેમજ એવો નેતા પણ મુખ્યમંત્રી પણ બની શકે છે, જેણે ક્યારેય ચૂંટણી લડી નથી કે જીતી નથી. નિયમો અનુસાર સીએમ તરીકે શપથ લીધાના 6 મહિનાની અંદર ગૃહનું સભ્યપદ લેવું જરૂરી છે. અને આ સ્થિતિમાં તેમણે કોઈ બેઠક પરથી ચૂંટણી લડવી પડશે અને જીતવી પણ પડશે, કારણ કે સભ્યપદ વિના તેઓ 6 મહિનાથી વધુ સમય સુધી સીએમ પદ પર રહી શકે નહીં.

આ રીતે સુનીતા કેજરીવાલ બની શકે છે દિલ્હીના સીએમ

જો સુનીતા કેજરીવાલ દિલ્હીના સીએમ બનશે તો તેમણે પણ આ નિયમોમાંથી પસાર થવું પડશે. દિલ્હીમાં આગામી વર્ષે જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં સુનીતા કેજરીવાલ કોઈપણ સીટ પરથી ચૂંટણી લડી શકે છે અને 6 મહિનામાં જીતી શકે છે. આ માટે આમ આદમી પાર્ટીના કોઈપણ ધારાસભ્યએ પોતાની સીટ છોડવી પડશે નહીં. જ્યારે અરવિંદ કેજરીવાલ જેલમાં હતા, ત્યારે સુનીતા કેજરીવાલ પાર્ટીની કમાન સંભાળી હતી.

વિધાયક દળ તેમના નેતાની પસંદગી કરશે

નિયમ પ્રમાણે અરવિંદ કેજરીવાલના રાજીનામા બાદ વિધાયક દળની બેઠક થશે, જેમાં વિધાયક દળના નેતાની પસંદગી કરવામાં આવશે. પાર્ટી દ્વારા પસંદ કરાયેલા નેતાનું નામ લેફ્ટનન્ટ ગવર્નરને મોકલવામાં આવશે. આ પછી લેફ્ટનન્ટ ગવર્નર તે નેતાને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવશે. આ પ્રક્રિયા અંતર્ગત સુનીતા કેજરીવાલ પણ દિલ્હીના સીએમ બની શકે છે.



Google NewsGoogle News