Get The App

વચગાળાના બજેટમાં મધ્યમ વર્ગ માટે ખુશખબર, પાંચ વર્ષમાં દેશભરમાં બે કરોડ નવા ઘર બનાવાશે

નાણામંત્રીએ કેન્દ્ર સરકારનું લોકસભા ચૂંટણી પૂર્વેનું અંતિમ અને વચગાળાનું બજેટ રજૂ કર્યું

Updated: Feb 1st, 2024


Google NewsGoogle News
વચગાળાના બજેટમાં મધ્યમ વર્ગ માટે ખુશખબર, પાંચ વર્ષમાં દેશભરમાં બે કરોડ નવા ઘર બનાવાશે 1 - image


Budget 2024 : નાણા મંત્રી નિર્મલા સીતારમણ કેન્દ્ર સરકારનું લોકસભા ચૂંટણી પૂર્વેનું અંતિમ અને વચગાળાનું બજેટ રજૂ કર્યું છે. તેમણે છઠ્ઠી વખત બજેટ રજૂ કર્યું હતું. ચૂંટણી પૂર્વેના બજેટને વચગાળાનું બજેટ કહેવાય છે. નાણા મંત્રીએ દેશના મધ્યમ વર્ગ માટે નવી આવાસ યોજનાની જાહેરાત કરી.

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મધ્યમ વર્ગને પણ આવાસ મળશે

આજે દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે નવી સંસદમાં પ્રથમ વખત બજેટ રજૂ કરી રહ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશના મધ્યમ વર્ગ માટે ખૂબ જ મહત્વની અને મોટી જાહેરાત કરી છે. નાણામંત્રીએ મધ્યમ વર્ગ માટે નવી આવાસ યોજનાની જાહેરાત કરી છે. હવે આગામી સમયમાં મધ્યમ વર્ગને પણ આવાસ મળશે. ભાડાના મકાનો, ઝૂંપડપટ્ટીઓ અને અનિયમિત મકાનોમાં રહેતા લોકોને નવું મકાન ખરીદવા અથવા બનાવવાની તક મળશે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ત્રણ કરોડ આવાસ બનાવવામાં આવ્યા છે. જ્યારે આગામી 5 વર્ષમાં ગ્રામીણ વિસ્તારોમાં બે કરોડ વધુ આવાસ બનાવવામાં આવશે.

નાણામંત્રીએ બજેટ રજૂ કરતા સમયે  કેન્દ્ર સરકારની યોજનાઓ ગણાવી 

નાણા મંત્રી નિર્મલા સીતારમણે વચગાળાનું બજેટ 2024 રજૂ કરતા કહ્યું કે, વિકાસના ફળ હતા તે જનતા સુધી પહોંચવા લાગ્યા છે. દેશને નવી આશા મળી છે. જનતાએ બીજી વખત અમારી સરકારને આશીર્વાદ આપ્યા છે. તેમણે કહ્યું કે, દેશની અર્થવ્યવસ્થા સાચી દિશામાં છે. અમારી સરકારનું ધ્યાન પારદર્શક શાસન પર છે. તેમણે 20 મિનિટ સુધી કેન્દ્ર સરકારની યોજનાઓની સિદ્ધિઓની વાત કરી હતી. 

વચગાળાના બજેટમાં મધ્યમ વર્ગ માટે ખુશખબર, પાંચ વર્ષમાં દેશભરમાં બે કરોડ નવા ઘર બનાવાશે 2 - image


Google NewsGoogle News