એક્સપ્રેસ-વે પર બેકાબૂ કાર ડિવાઈડર કૂદી બસમાં ઘૂસી, યુપીમાં ગમખ્વાર અકસ્માત, 7નાં મોત, 40 ઘાયલ

Updated: Aug 4th, 2024


Google NewsGoogle News
એક્સપ્રેસ-વે પર બેકાબૂ કાર ડિવાઈડર કૂદી બસમાં ઘૂસી, યુપીમાં ગમખ્વાર અકસ્માત, 7નાં મોત, 40 ઘાયલ 1 - image


Etawah Road Accident: ઉત્તરપ્રદેશ (Uttar Pradesh)માં લખનઉ અને આગરા એક્સપ્રેસ પર એક ભીષણ માર્ગ અકસ્માત સર્જાયાના અહેવાલ સામે આવ્યા છે. અહીં ઉસરાહાર ખાતે એક બેકાબૂ કાર ડિવાઈડર કુદીને સામેથી આવતી સ્લીપર બસમાં ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેના લીધે બંને વાહનો 20 ઊંડા ખાડામાં ગરકાવ થયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે લગભગ 7 લોકો તો ઓન ધ સ્પોટ મૃત્યુ પામી ગયા જ્યારે અન્ય 40 જેટલાં લોકો ઘવાયા હતા. પોલીસે માનવ સાંકળ બનાવીને ઘાયલોને બચાવ્યા હતા.

રાયબરેલીથી ઉપડી હતી બસ 

આ બસ નાગાલેન્ડની નંબર પ્લેટ ધરાવતી હતી અને તે 60 મુસાફરો સાથે રાયબરેલીથી ઉપડી હતી. જ્યારે આગરાથી લખનઉ તરફથી જતી કાર લગભગ 129 કિ.મી.ની ઝડપે દોડતી વખતે બેકાબૂ થતાં ડિવાઇડર કૂદીને રોંગ સાઈડમાં પહોંચી ગઇ હતી. જ્યાં સામેથી આવતી સ્લીપર બસમાં ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. 

ટક્કર એટલી ભીષણ હતી કે... 

આ ટક્કર એટલી ભીષણ હતી કે જાણે કોઈ મોટો વિસ્ફોટ થયો હોય. અકસ્માતને પગલે બસ ડ્રાઈવરે પણ નિયંત્રણ ગુમાવતાં બંને વાહનો 20 ફૂટ ઊંડા ખાડામાં પડી ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને સ્થાનિકોની મદદથી માનવ સાંકળ બનાવીને લોકોને રેસ્ક્યુ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ દુર્ઘટનામાં લગભગ 7 લોકો તો ઓન ધ સ્પોટ મૃત્યુ પામી ગયા હતા. જ્યારે 40 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

એક્સપ્રેસ-વે પર બેકાબૂ કાર ડિવાઈડર કૂદી બસમાં ઘૂસી, યુપીમાં ગમખ્વાર અકસ્માત, 7નાં મોત, 40 ઘાયલ 2 - image


Google NewsGoogle News