મધ્યપ્રદેશમાં ગંભીર અકસ્માત, બ્રેક ફેલ થતાં ગાડી પલટી, 14નાં ઘટનાસ્થળે મોત, 21 લોકો ઈજાગ્રસ્ત
મુખ્યમંત્રી મોહનલાલ યાદવે મૃતકોના પરિજનો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરતાં 4-4 લાખના વળતરની કરી જાહેરાત
Road Accident : દેશમાં અકસ્માતની ઘટનામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે આજે વધુ એક અકસ્માતની ધટના મધ્યપ્રદેશ (Madhya Pradesh)માં બની છે જેમાં 14 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે 21 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે.
પીકઅપ વાહનની બ્રેક ફેલ થતાં અકસ્માતની ઘટના બની
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશના ડિંડોરી (Dindori)માં એક પીકઅપ વાહનની બ્રેક ફેલ થઈ ગઈ હતી, જે બાદ વાહન કાબુ બહાર થઈ જતાં પલટી મારી (vehicle overturned) ગયું હતું. આ ઘટનામાં 9 પુરુષો અને પાંચ મહિલાઓ સહિત 14 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે અન્ય 21 લોકો ઈજાગ્રસ્ત થયા છે જેમાં કેટલાકની હાલત ગંભીર જણાવાઈ રહી છે. ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે જબલપુર (Jabalpur) રિફર કરવામાં આવ્યા છે. અકસ્માતનો ભોગ બનેલા લોકો સીમંત વિધિ (baby shower)માં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા. આ ભયાનક અકસ્માતની ઘટના પર મુખ્યમંત્રી મોહનલાલ યાદવે (Mohanlal Yadav) મૃતકોના પરિજનો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરતાં 4-4 લાખના વળતરની જાહેરાત કરી છે.