Get The App

ત્રણ મૃતદેહ મળ્યા, પરિવારના 11 લોકો હજુ ગુમ... વાયનાડ દુર્ઘટનાના પીડિતની વ્યથા જાણી હૈયું દ્રવી ઉઠશે

Updated: Aug 1st, 2024


Google NewsGoogle News
Kerala Wayanad Tragedy Wayanad landslides
Image : IANS

Wayanad Tragedy: કેરળ (Kerala)ના વાયનાડમાં ભૂસ્ખલનથી ભારે તબાહી સર્જાઈ છે. આ કુદરતી આફત (Natural disaster)માં સત્તાવાર આંકડા મુજબ મૃત્યુઆંક 160થી પણ વધુ પહોંચી ગયો છે. જ્યારે હજુ પણ 200થી વધારે લોકો લાપતા હોવાનું કહેવાય રહ્યું છે. ભારે વરસાદ બાદ અચાનક જ આવેલી આફતથી અનેક ઘરોના તબાહ થઈ ગયા છે. ત્યારે હજુ પણ ઘણા લોકો જણાવી રહ્યા છે, કે તેમના પરિવારના સભ્યોનો કોઈ પત્તો મળી રહ્યો નથી. જેમાના એક ચુરલમાલાનો રહેવાસી જયન (Jayan) તેના પરિવારમાંથી 11 ગુમ થયેલા લોકોની રાહ જોઈ રહ્યો છે. 

રલમાલાનો રહેવાસીએ આપવીતી વર્ણવી

કેરળના વાયનાડ (Wayanad)માં ભૂસ્ખલન (Landslide)થી પ્રભાવિત ચુરામાલાનો રહેવાસી જયન સોમવાર (29 જુલાઈ)ની રાત્રે પોતાના ઘરમાં સૂઈ રહ્યો હતો. તેમના ઘરની બહાર મુશળધાર વરસાદનો ભયાનક અવાજ સંભળાતો હતા. મંગળવારે (30 જુલાઈ) રાત્રે 1.30 વાગ્યે ભયંકર અવાજ સાંભળીને જયન સફાળો જાગીને ઘરની બહાર આવ્યો ત્યારે તેણે જોયું કે ઘરની બહાર પૂરનું પાણી વહી રહ્યું હતું અને લોકો પોતપોતાના ધાબા પર ચડીને મદદ માટે બુમો પાડી રહ્યા હતા. આ પછી મંગળવારે સવારની ભયાનક ઘટનાઓની આપવીતીને જણાવતા જયને કહ્યું હતું કે 'આફત સમયે ત્યાં લાઈટ નહોતી તેમજ પૂરતો પ્રકાશ પણ નહોતો, અમે પૂરના પાણીની બીજી બાજુ લોકોને મદદ માટે બુમો પાડતા જોઈ રહ્યા હતા, પરંતુ પાણીનો ભયાનક પ્રવાહ અને કાદવને કારણે અમે તેમના સુધી પહોંચી શક્યા ન હતા.'

અમને ખબર ન હતી કે શું કરવું

જયન આગળની વાત કરતા થોડોક ભાવુક થયો હતો અને જણાવ્યું હતું કે 'અમારી સામે કાદવ, પાણી અને કાટમાળ વહી રહ્યા હતા અને અમને ખબર ન હતી કે શું કરવું. આ વિસ્તારના મોટાભાગના ઘરો થોડી જ વારમાં ગાયબ થઈ ગયા અને આસપાસ વિસ્તારનો પળવારમાં જ કોઈ પત્તો રહ્યો ન હતો. કાદવ અને પત્થરોથી ભરેલા પાણીથી ઘરોને તબાહ કરી નાખ્યા હતા, જેમાં લોકો રહેતા હતા. એક સમય જે જીવનથી ભરપૂર હતો તે વિસ્તાર અચાનક નદીમાં ફેરવાઈ ગયો અને ચારે બાજુ કાદવ અને કાટમાળ જ દેખાઈ રહ્યો હતો. જે લોકો બચવામાં સફળ રહ્યા હતા તેઓ રડતા રડતા તેમના પ્રિયજનોના નામ બોલી રહ્યા હતા.' 

આ પણ વાંચો : વાયનાડમાં કુદરતના રૌદ્ર રૂપે તારાજી સર્જી, 300થી વધુ હજુ ગુમ

મારી પત્નીના પરિવારના 11 સભ્યો ગુમ છે

આ ઉપરાંત જયને એ પણ જણાવ્યું હતું કે 'મારી પત્નીના સંબંધીઓ પણ ગુમ છે. જેઓ સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારમાં રહેતો હતો. મારી પત્નીના પરિવારના 11 સભ્યો ગુમ છે. અમે મલપ્પુરમ જિલ્લાના નીલામ્બુર ખાતે ચાલીયાર નદીમાંથી મળી આવેલા બાળકના મૃતદેહની ઓળખ અમારા સંબંધી તરીકે કરી છે. અમને અત્યાર સુધી માત્ર 3 મૃતદેહો મળ્યા છે અને બાકીના હજુ પણ ગુમ છે. હું  બચાવેલ દરેક વ્યક્તિને ધ્યાનથી જોઈ રહ્યો છે અને ખાતરી કરી રહ્યો છે કે તે વ્યક્તિ મારી પત્નીના પરિવારમાંથી તો કોઈ નથી ને. આશા છે કે અમને ગુમ થયેલા પરિવારના સભ્યો વિશે થોડી માહિતી મળશે.'

ત્રણ મૃતદેહ મળ્યા, પરિવારના 11 લોકો હજુ ગુમ... વાયનાડ દુર્ઘટનાના પીડિતની વ્યથા જાણી હૈયું દ્રવી ઉઠશે 2 - image


Google NewsGoogle News