હોમી ભાભાની જન્મજયંતિ : '18 મહિનામાં ન્યુક્લિયર બોમ્બ તૈયાર કરી દઈશ' અને થોડા સમયમાં જ પ્લેન ક્રેશ થયું, જાણો સંપૂર્ણ કહાની
હોમી જહાંગીર ભાભાને ફીઝીક્સમાંમાં ખુબ રસ હતો, તેઓ ઇંગ્લેન્ડમાં ન્યુક્લિયર ફીઝીક્સ ભણ્યા હતા
1940માં તેઓ ભારત આવ્યા અહે બીજા વિશ્વ યુધ્ધના કારણે તેઓને અહી જ રોકાય જવું પડ્યું
Homi Jehangir Bhabha Birth Anniversary: ભારતના ન્યુક્લિયરપ્રોગ્રામના જનક ડો. હોમી જહાંગીર ભાભાની 30 ઓકટોબરે 144મી જન્મજયંતી છે. તેમને ભારતને પરમાણુ વિજ્ઞાનક્ષેત્રમાં મજબુત બનાવવાની કલ્પના કરી હતી. તેમના કારણે આજે ભારત પરમાણુ ક્ષેત્રે ઉભરી આવ્યું છે, આથી તેમને પરમનું કાર્યક્રમના જનક તરીકે ઓળખવામાં આવે છે. તેમના મૃત્યુના 3 મહિના પહેલા જ તેમને કહ્યું હતું કે તેમને છૂટ મળે તો માત્ર 18 મહિનામાં જ એટમ બોમ્બ બનાવી લેશે. 23 જાન્યુઆરી, 1966ના રોજ તેમનું પ્લેન ક્રેશ થયું અને તેમનું મૃત્યુ રહસ્ય જ બની રહ્યું. 117 મુસાફરોને લઈને યુરોપથી જીનીવા જઈ રહેલું વિમાન ક્રેશ થયું હતું. તેમનું મૃત્યુ એક રહસ્ય માનવામાં આવે છે કારણ કે અકસ્માતમાં મૃત્યુ પામેલા કોઈપણ મુસાફરનો મૃતદેહ મળ્યો નથી.
તેમનો જન્મ 30 ઓકટોબર 1909માં મુંબઈમાં પારસી પરિવારમાં થયો હતો. તેમન પિતાનું નામ જહાંગીર ભાભા, તે એક પ્રસિધ્દ વકીલ હતા અને માતાનું નામ મેહરબાઈ હતું. મુંબઈમાં પ્રાથમિક શિક્ષણ પૂરું કરીને 1930માં અમેરિકાની કેમ્બ્રિજ યુનિવર્સીટીમાં મિકેનિકલ ઈન્જીનીયરીંગનો અભ્યાસ કર્યો. ત્યારબાદ ફીઝીક્સમાં રસ પડતા તેમને 1935માં બ્રિટન કેમ્બ્રિજ યુનિવર્સીટીમાં પરમાણુ ભૌતિકમાં phd કર્યું.
હોમી ભાભાએ કેવી રીતે પરમાણુ કાર્યક્રમ શરૂ કર્યો
વર્ષ 1940માં જ્યારે બીજું વિશ્વ યુદ્ધ શરૂ થયું ત્યારે હોમી ભાભા રજાઓ માણવા ભારત આવ્યા હતા. ત્યારબાદ તેઓ ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ, બેંગ્લોરમાં રીડર તરીકે જોડાયા. આ પછી, વર્ષ 1944માં, સર દોરાબજી ટાટા ટ્રસ્ટને ભૌતિકશાસ્ત્રમાં સંશોધન માટે એક સંસ્થા સ્થાપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો અને ડિસેમ્બર 1945માં, આ દરખાસ્ત પર, ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફંડામેન્ટલ રિસર્ચ (TIFR), ભારતીય પરમાણુ સંશોધનની સ્થાપના કરવામાં આવી. . અહીંથી જ પરમાણુ ઊર્જા પર સંશોધન કાર્ય શરૂ થયું. હોમી ભાભાએ પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુને પરમાણુ કાર્યક્રમ શરૂ કરવા માટે રાજી કર્યા. એપ્રિલ 1948માં પરમાણુ ઉર્જા કાયદો પસાર કરવામાં આવ્યો અને હોમી ભાભાને પરમાણુ કાર્યક્રમના નિયામક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. ભારતીય પરમાણુ ઉર્જા આયોગ (IAEC)ની રચના એટોમિક એનર્જી એક્ટ હેઠળ કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય પરમાણુ ઉર્જા ક્ષેત્રે ભારતને તેના પગ પર ઉભા કરવાનો હતો. દક્ષિણ ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં મળી આવતા યુરેનિયમ અને થોરિયમનો ઉપયોગ પરમાણુ કાર્યક્રમ માટે થતો હતો.
દેશનું પ્રથમ પરમાણુ રીએક્ટર વિકસિત કર્યું
તેઓ પરમનું ઉર્જા આયોગના નિર્દેશક હતા તેમજ તેમને ન્યુક્લિયર પ્રોગ્રામની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમના નેતૃત્વમાં 1956માં એટોમિક એનર્જી કમિશને અપ્સરા પરમાણુ રીએક્ટર વિકસિત કર્યું. એ જ સમયમાં દેશ આઝાદ થયો હોવાથી જેથી યુરોપ અને અમેરિકા જેવા દેશોને ભારત પરમાણુ ઉર્જા જેવા ક્ષેત્રમાં કઈ કરી શકે તે વાતનો વિશ્વાસ ન હતો.
પરમાણુ બોમ્બ બનાવવા મુદ્દે લાલ બહાદુર શાસ્ત્રી સાથે મતભેદ
નેહરુ બાદ જયારે શાસ્ત્રીજી પ્રધાનમંત્રી બન્યા ત્યારે હોમી ભાભા માટે પરિસ્થિતિઓ બદલાઈ હતી. શાસ્ત્રીજી ગાંધીવાદી વિચારધારા ધરાવતા હોવાથી તેઓ પરમાણુ હથિયાર બનાવવાની વિરુદ્ધમાં હતા. 8 ઓકટોબરે 1964માં હોમી ભાભાએ ચીનના પરમાણુ પરીક્ષણ પહેલા જ લંડનમાં 18 મહિનાની અંદર પરમાણુ પરીક્ષણ કેવાનું એલાન કરી દીધું હતું. જેના પર શાસ્ત્રીજીએ પરમાણુ મેનેજમેન્ટને પરમાણુ ઉર્જાના શાંતિપૂર્ણ ઉપયોગના વિરુદ્ધમાં કોઈ પણ પ્રયોગ કરવાની મનાઈ ફરમાવી હતી. પરન્ત્ય આખરે હોમી ભાભાએ શાસ્ત્રીજીને શાંતિપૂર્ણ ઉપયોગ માટે માનવી જ લીધા હતા.
જ્યારે અણુબોમ્બ બનાવવાની જાહેરાત કરવામાં આવી
1965માં ઓલ ઈન્ડિયા રેડિયો પર એક ઈન્ટરવ્યુ દરમિયાન હોમી ભાભાએ પરમાણુ બોમ્બ બનાવવાની જાહેરાત કરીને આખી દુનિયાને ચોંકાવી દીધી હતી. પોતાના ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે, જો મને છૂટ મળે તો હું 18 મહિનામાં ભારત માટે એટમ બોમ્બ બનાવી શકીશ.
હોમી ભાભાનું મૃત્યુ રહસ્ય બની ગયું
હોમી ભાભા એર ઈન્ડિયાની ફ્લાઈટ દ્વારા જીનીવા જઈ રહ્યા હતા. વિમાનમાં મુસાફરો અને ક્રૂ મેમ્બર સહિત કુલ 117 લોકો સવાર હતા. 24 જાન્યુઆરી, 1966ના રોજ જિનીવામાં લેન્ડિંગની થોડી મિનિટો પહેલા જ પ્લેન ક્રેશ થયું હતું. ફ્રાન્સના અધિકારીઓના જણાવ્યા અનુસાર, બચાવકર્મીઓએ મુસાફરોને શોધવાનો પ્રયાસ કર્યો, પરંતુ કંઈ મળ્યું નહીં અને ખરાબ હવામાનને કારણે બચાવ કામગીરી અટકાવવી પડી. આ પછી, જ્યારે ફરીથી તપાસ શરૂ કરવામાં આવી ત્યારે મોટાભાગનો કાટમાળ ગ્લેશિયરમાં ધસી ગયો હોવાથી બ્લેક બોક્સ કે અન્ય કોઈ ભાગ મળી શક્યો.