ભારતીય મુસ્લિમો ગભરાશો નહીં, તેમને હિંદુઓ જેટલો જ અધિકાર: CAA પર ગૃહ મંત્રાલયનું મોટું નિવેદન

- CAAમાં કોઈપણ ભારતીયની નાગરિકતાને પ્રભાવિત કરે તેવી કોઈ જોગવાઈ નથી: ગૃહ મંત્રાલય

Updated: Mar 13th, 2024


Google NewsGoogle News
ભારતીય મુસ્લિમો ગભરાશો નહીં, તેમને હિંદુઓ જેટલો જ અધિકાર: CAA પર ગૃહ મંત્રાલયનું મોટું નિવેદન 1 - image


નવી દિલ્હી, તા. 13 માર્ચ 2024, બુધવાર

CAA પર અનેક શંકાઓથી ઘેરાયેલા મુસ્લિમ સમાજને ગૃહ મંત્રાલયે ચિંતા ન કરવાની અપીલ કરી છે. મંગળવારે મોડી સાંજે જારી કરાયેલા એક નિવેદનમાં મંત્રાલયે કહ્યું કે મુસ્લિમોએ નાગરિકતા સંશોધન કાયદાથી ગભરાવાની જરૂર નથી. ભારતીય મુસ્લિમોને આ કાયદા સાથે કોઈ લેવાદેવા નથી. તેમને હિંદુઓ જેટલો જ અધિકાર છે.

મંત્રાલયે CAA અંગે મુસ્લિમો અને વિદ્યાર્થીઓના એક વર્ગની આશંકાઓને દૂર કરવાનો પ્રયાસ કરતા સ્પષ્ટ કર્યું કે CAA કાયદો લાગુ થવાથી કોઈપણ ભારતીયને તેની નાગરિકતા સાબિત કરવા માટે કોઈ દસ્તાવેજ રજૂ કરવા માટે કહેવામાં નહીં આવશે.

ભારતીય નાગરિકતાને પ્રભાવિત કરે તેવી કોઈ જોગવાઈ નથી

ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે CAAમાં કોઈપણ ભારતીયની નાગરિકતાને પ્રભાવિત કરે તેવી કોઈ જોગવાઈ નથી. તેમાં ભારતમાં રહેતા 18 કરોડ ભારતીય મુસ્લિમો સાથે આ કાયદાને કોઈ લેવાદેવા નથી જેમની પાસે હિંદુ ભારતીય નાગરિકો સમાન જ અધિકારો છે. CAA કાયદામાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના બિન-મુસ્લિમ શરણાર્થીઓ માટે જોગવાઈઓ છે જેઓ 31 ડિસેમ્બર, 2014 પહેલા ભારતમાં આવ્યા છે અને અહીં ગેરકાયદેસર શરણાર્થીઓ અહીં રહી રહ્યા છે.

ગૃહ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું છે કે ત્રણ મુસ્લિમ દેશોમાં લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચારને કારણે સમગ્ર વિશ્વમાં ઈસ્લામની છબી ખરાબ રીતે કલંકિત થઈ છે. જો કે ઈસ્લામ એક શાંતિપ્રિય ધર્મ હોવાના કારણે ક્યારેય ધાર્મિક આધાર પર ઘૃણા, હિંસા, ઉત્પીડનને પ્રોત્સાહન નથી આપતો. આ કાયદો અત્યાચારના નામ પર ઈસ્લામની છબીને કલંકિત થવાથી બચાવે છે. આ કાયદાને જરૂરી ગણાવતા મંત્રાલયે કહ્યું કે તેમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથે પ્રવાસીઓને આ દેશોમાં પાછા મોકલવા માટે કોઈ કરાર નથી. આ નાગરિકતા કાયદો ગેરકાયદેસર શરણાર્થીઓના દેશનિકાલ સાથે સંબંધિત નથી. તેથી મુસ્લિમો અને વિદ્યાર્થીઓ સહિત લોકોના એક વર્ગની ચિંતા અયોગ્ય છે કે CAA મુસ્લિમ લઘુમતીઓ વિરુદ્ધ છે.

મુસ્લિમો માટે ભારતીય નાગરિકતા મેળવવા પર કોઈ રોક નથી

મંત્રાલયે એ પણ સ્પષ્ટ કર્યું કે નાગરિકતા અધિનિયમની કલમ 6 જે પ્રાકૃતિક આધાર પર નાગરિકતા સાથે સબંધિત છે તે હેઠળ વિશ્વમાં ક્યાંયથી પણ મુસ્લિમો માટે ભારતીય નાગરિકતા મેળવવા પર કોઈ રોક નથી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અન્ય ધર્મોના ભારતીય નાગરિકોની જેમ ભારતીય મુસ્લિમો માટે આઝાદી બાદથી તેમના અધિકારોની સ્વતંત્રતા અને તકમાં ઘટાડો કર્યા વિના CAAને 31 ડિસેમ્બર, 2014 ના રોજ અથવા તે પહેલાં ભારતમાં આવેલા લોકોના અત્યાચારની પીડાને ઘટાડવા અથવા તેમના પ્રત્યે ઉદાર વર્તન દેખાડવાના ઉદ્દેશ્યથી નાગરિકતા માટે અરજી કરવાની પાત્રતાનો સમયગાળો 11 થી ઘટાડીને પાંચ વર્ષ કરી દેવામાં આવ્યો છે.

મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નાગરિકતા પ્રણાલીમાં જરૂરી ફેરફારો લાવવા અને ગેરકાયદેસર શરણાર્થીઓને નિયંત્રિત કરવા માટે આ કાયદો જરૂરી હતો. મંત્રાલયે એ પણ સ્પષ્ટ કર્યું કે કાયદો એવા કોઈપણ મુસ્લિમને હાલના કાયદા હેઠળ ભારતીય નાગરિકતા માટે અરજી કરતા રોકતો નથી, જેમણે એ ત્રણ ઈસ્લામિક દેશોમાં પોતાના ઈસ્લામના નિયમોનું પાલન કરવા માટે ઉત્પીડનનો સામનો કરવો પડ્યો હોય. 



Google NewsGoogle News