Get The App

'આદિપુરૂષ'નું ટીઝર જોઈને MPના ગૃહમંત્રીએ પ્રોડ્યુસર સામે કાયદાકીય કાર્યવાહીની ચેતવણી આપી

Updated: Oct 4th, 2022


Google News
Google News
'આદિપુરૂષ'નું ટીઝર જોઈને MPના ગૃહમંત્રીએ પ્રોડ્યુસર સામે કાયદાકીય કાર્યવાહીની ચેતવણી આપી 1 - image


- હિંદુ મહાસભાએ પણ આ ફિલ્મમાં રાવણના લુકની નિંદા કરી છે

ભોપાલ, તા. 04 ઓક્ટોબર 2022, મંગળવાર

મધ્યપ્રદેશમાં આદિપુરૂષના ફિલ્મના ટ્રેલરને લઈને વિવાદ ગરમાયો છે. મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ ચેતવણી આપી છે કે, જો આદિપુરૂષના વિવાદિત દ્રશ્યોને હટાવવામાં આવશે તો તેઓ કાયદાકીય કાર્યવાહી પર વિચાર કરશે. તેમણે કહ્યું કે, તેઓ ખુદ ફિલ્મના નિર્માતા ઓમ રાઉતને પત્ર લખશે અને વાંધાજનક દ્રૃશ્યોને દૂર કરવા માટે કહેશે.

'આદિપુરૂષ'નું ટીઝર જોઈને MPના ગૃહમંત્રીએ પ્રોડ્યુસર સામે કાયદાકીય કાર્યવાહીની ચેતવણી આપી 2 - image

બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન અને પ્રભાસની ફિલ્મ આદિપુરૂષનું 3D ટીઝર જાહેર થવાનું છે. જ્યારથી ઓમ રાઉત દિગ્દર્શિત ફિલ્મનું 2D ટીઝર શ્રી રામના શહેર અયોધ્યામાં રીલિઝ થયું ત્યારથી મેકર્સ સોશિયલ મીડિયા પર ટીકાઓનો સામનો કરી રહ્યા છે. ફિલ્મનું પોસ્ટર રિલીઝ થયું ત્યારથી જ ફિલ્મમાં પ્રભાસ અને સૈફ અલી ખાનનો લૂક ટ્રોલ થઈ રહ્યો છે. ફિલ્મની રિલીઝ પહેલા જ મેકર્સ અને સ્ટારકાસ્ટ દ્વારા કરવામાં આવેલી ભૂલોને કારણે ફિલ્મ ફ્લોપ થવાની અટકળો લગાવવામાં આવી રહી છે. આ સિવાય ફિલ્મમાં હનુમાનજીના કપડાને લઈને પણ વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે.

મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ મંગળવારે કહ્યું કે, આદિપુરૂષનું ટ્રેલર મે જોયું છે. ફિલ્મમાં વાંધાજનક દ્રશ્યો છે. અમારી આસ્થાના કેન્દ્રબિંદુને જે રૂપમાં બતાવવામાં આવ્યા છે તે યોગ્ય નથી. હવે હનુમાનજીના વસ્ત્રો ચામડાના બતાવવામાં આવ્યા છે. હનુમાનજીના ચિત્રણમાં અલગથી કહેવામાં આવ્યું છે કે, 'કાનન કુંડલ કુંચિત કેસા, હાથ વજ્ર ઔર ધ્વજા બિરાજે'. તેમાં તેના તમામ વસ્ત્રો બતાવવામાં આવ્યા છે. તે આસ્થા પર વિશ્વાસઘાત છે. તે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડનારા દ્રશ્યો છે. ગૃહમંત્રીએ કહ્યું કે, હું ફિલ્મના નિર્માતા ઓમ રાઉતને પત્ર લખી રહ્યો છું કે, આ પ્રકારના દ્રશ્યોને હટાવવામાં આવે. જો તેઓ આ દ્રશ્યોને નહીં હટાવશે તો કાયદાકીય કાર્યવાહી પર વિચાર કરીશું. 

'આદિપુરૂષ'નું ટીઝર જોઈને MPના ગૃહમંત્રીએ પ્રોડ્યુસર સામે કાયદાકીય કાર્યવાહીની ચેતવણી આપી 3 - image

ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતા ફિલ્મમાં રાવણનો રોલ કરી રહેલા સૈફ અલી ખાનના લુકને લઈને પણ આલોચના કરવામાં આવી રહી છે. તેના પર હિંદુ મહાસભાએ પણ રાવણના લુકની નિંદા કરી છે.

વધુ વાંચો: આ રાવણ છે કે ખિલજી? આદિપુરુષના ટીઝરને જોઈને ભડકયા ફેન્સ, VFX પર પણ ઉઠાવ્યા સવાલ

BJP પ્રવક્તા માલવિકાએ પણ ફિલ્મ નિર્માતા ઓમ રાઉત પર નિશાન સાધ્યુ હતું. માલવિકાએ કહ્યું કે, રામાયણને ફિલ્મ આદિપુરૂષમાં ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, ફિલ્મમાં રાવણને જે રીતે દર્શાવવામાં આવ્યો છે તે ખોટું છે.

Tags :