ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષામાં ચૂક: નશામાં ધૂત યુવકો કરી રહ્યા હતા પીછો, DSPનો ખુલાસો
Amit Shah Security Breach: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષામાં શનિવારે (20 જુલાઈ) એક મોટી ભૂલ સામે આવી છે. ભાજપના કાર્યક્રમમાં હાજરી આપવા ઝારખંડના રાંચી પહોંચેલા અમિત શાહના કાફલાનો કેટલાક લોકોએ પીછો કર્યો હતો. આ મામલે પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે.
હોમ મિનિસ્ટર અમિત શાહ શનિવારે ભાજપની વિસ્તૃત કાર્ય સમિતિની બેઠકમાં ભાગ લેવા માટે રાંચી પહોંચ્યા હતા. બિરસા મુંડા એરપોર્ટથી અમિત શાહ તેમના કાફલા સાથે કાર્યક્રમ સ્થળે જવા નીકળ્યા ત્યારે બાઇક પર સવાર બે યુવકો કાફલા નજીક જ ગાડી ચલાવી રહ્યાં હતા. પોલીસે બંને યુવાનોની થોડા સમયમાં જ ધરપકડ કરી લીધી હતી. તપાસમાં માલૂમ પડ્યું કે બંને યુવકો નશામાં હતા અને અમિત શાહને ટાર્ગેટ કરવાનો કોઈ ઈરાદો નહોતો. હાલમાં સુરક્ષામાં કોઈ ખામી ન હોવાની પુષ્ટિ તંત્ર દ્વારા કરવામાં આવી છે.
બંને યુવકોની ઓળખ બહાર આવી :
અમિત શાહના કાફલામાં બાઇક સાથે ઘૂસેલા બે યુવકોની ઓળખ કરી લેવાઈ છે. રિપોર્ટ્સ મુજબ એકનું નામ અંકિત અને બીજાનું નામ મોહિત છે. બંને યુવકોનું કહેવુ છે કે, આ કોનો કાફલો જઇ રહ્યો હતો તેની અમને કંઈ ખબર નહોતી, અમે ગુનેગાર નથી.
ભાજપના કદ્દાવર નેતા અને કેબિનેટ મંત્રી અમિત શાહ શનિવારે ભાજપની વિસ્તૃત કાર્ય સમિતિની બેઠકમાં પહોંચ્યા હતા. અહીં તેમણે દાવો કર્યો કે, 2024ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઝારખંડમાં પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવશે.