Home Loan: ઘર ખરીદવા માટે લોન લેવાના છો? તો આ વાત અત્યારે જ જાણીલો, નહીં તો થઈ જશે નુકસાન
લોન લેતા પહેલા સૌપ્રથમ તમારી આસપાસની બેંકોમાં હોમ લોન પર ઈન્ટરેસ્ટ રેટ વિશે માહિતી મેળવવી જોઈએ
લોન ચુકવણી માટે લાંબી મુદતનો વિકલ્પ પસંદ ન કરો
Image envato |
તા. 3 ડિસેમ્બર 2023, રવિવાર
Home loan: જ્યારે તમે પહેલી વાર ઘર ખરીદવા માંગતા હોવ અને તેના માટે તમારી પાસે બજેટ ઓછુ હોય તો હોમ લોન લેવાની જરુર પડતી હોય છે. પરંતુ લોન લેતા પહેલા કેટલીક મહત્વપુર્ણ બાબતોનું ધ્યાન રાખવુ જરુરી છે. જેમા તમારે તમારી ફાયનાન્સિયલ સ્થતિ પહેલા ચેક કરવી અનિવાર્ય છે. જો તમે હોમ લોનનો માસિક હપ્તો સમયસર ભરી શકતા હોવ અને લોન માટે ડાઉન પેમેન્ટ કોઈ પણ જાતના દબાણ વગર સરળતાથી ભરી શકો તેમ હોય તો તમારે હોમ લોન લેવી જોઈએ. આ ઉપરાંત ભવિષ્યમાં અચાનક કોઈ આર્થિક સંકટ આવી પડે તેવી સ્થિતિમાં તમારી પાસે સેવિંગ્સ હોવુ જરુરી છે.
આ વાતોનું ખાસ ધ્યાન રાખવુ જોઈએ
લોન લેતા પહેલા સૌપ્રથમ તમારી આસપાસની બેંકોમાં હોમ લોન પર ઈન્ટરેસ્ટ રેટ વિશે માહિતી મેળવવી જોઈએ. આ સાથે EMI ના દર વિશે પણ જાણકારી મેળવવી જોઈએ. તમારી જરુરીયાત પ્રમાણે ધિરાણ કર્તા અથવા બેંકની પસંદગી કરો. એક વાત એ પણ મહત્વની છે કે, ઘર એવી જગ્યા પર ખરીદો કે જ્યા તમારુ બજેટ અને રહેવા માટે અનુકુળ હોય.
આ યોજનાનો લાભ ઉઠાવી શકો છો
હોમ લોન લેવા માટે તમે અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમમાંથી લાભ મેળવી શકો છો. આ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના તરીકે ઓળખાય છે. આ યોજનાની ખાસ વાત એ છે કે, યોજનામાં મુખ્ય રીતે પહેલી વાર ઘર ખરીદી કરી રહ્યા છે તેમની માટે આ યોજના છે. હોમ લોન લીધા બાદ સૌપ્રથમ તમારે ડાઉન પેમેન્ટ ભરવુ પડશે. આ ડાઉન પેમેન્ટ તમે જે પ્રોપર્ટી ખરીદી રહ્યા છો તેની કુલ કિંમતના 10 ટકાથી લઈને 25 ટકા હિસ્સો હોય છે. સમજો કે તમે કુલ 40 લાખમાં ઘર ખરીદી રહ્યા છો અને તેના પર 20 ટકા ડાઉન પેમેન્ટ કરવાનું છે, તો તમારે ડાઉન પેમેન્ટ તરીકે 8 લાખ રુપિયા જમા કરાવવાના રહેશે.
હોમ લોન લેતા પહેલા બધા પેપર એકવાર ધ્યાનથી વાંચી લો
બાકીની રકમ ચૂકવવા માટે લાંબી મુદતનો વિકલ્પ પસંદ ન કરો. લાંબી મુદતથી તમારા EMI દરમાં તો ઘટાડો થશે, પરંતુ તમારે વધુ વ્યાજ ચૂકવવું પડશે. હોમ લોન લેતી વખતે બધા પેપર એકવાર ધ્યાનથી વાંચી લો અને પછી જ બધું ફાઇનલ કરો.