Get The App

ભારે વરસાદને લીધે ચેન્નાઈની તમામ સ્કૂલોમાં રજા સમગ્ર તમિળનાડુમાં થોડા દિવસ વર્ષા ચાલુ રહેશે : IMD

Updated: Nov 26th, 2023


Google NewsGoogle News
ભારે વરસાદને લીધે ચેન્નાઈની તમામ સ્કૂલોમાં રજા સમગ્ર તમિળનાડુમાં થોડા દિવસ વર્ષા ચાલુ રહેશે : IMD 1 - image


- સમગ્ર રાજ્યમાં છેલ્લાં કેટલાક દિવસથી વરસાદ ચાલુ રહ્યો છે, આથી રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ સ્કૂલો બંધ રાખવામાં આવી છે

ચેન્નાઈ : દેશનાં દક્ષિણતમ રાજ્ય તમિળનાડુમાં છેલ્લા કેટલાએ દિવસોથી વરસાદ ચાલુ રહ્યો છે. આથી ચેન્નાઈ સહિત રાજ્યના અન્ય શહેરોમાં પણ સ્કૂલો બંધ રાખવાની ફરજ પડી છે. ચેન્નાઈમાં જિલ્લા કલેક્ટરે તમામ સ્કૂલો બંધ રાખવાની જાહેરાત કરી દીધી છે. ચેન્નાઈમાં તો ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. તેમાં હવામાન વિભાગે જણાવ્યું છે કે, હજી થોડા દિવસ સુધી વરસાદમાંથી કોઈ રાહત મળવાની સંભાવના નથી.

હવામાન વિભાગે તમિળનાડુ, પુડ્ડુંચેરી અને કરાઈકા ક્ષેત્રમાં એક બે સ્થાનો ઉપર ગાજવીજ અને વિજળી સાથે મધ્યમ વર્ષા થવાની સંભાવના દર્શાવી છે. ત્યાં તમિળનાડુનાં કન્યાકુમારી, તિરૂનેલવેલી અને તેન-કાશી જિલ્લાઓમાં અલગ અલગ સ્થાનોએ ભારેથી અતિભારે વર્ષા થવાની સંભાવના દર્શાવી છે.

છેલ્લાં કેટલાક દિવસોથી સમગ્ર રાજ્યમાં સતત વર્ષા થઈ રહી છે, કેટલાક વિસ્તારોમાં તો ખાડાઓ ભરાઈ જતા તળાવો બની રહ્યાં છે, તેથી લોકોની મુશ્કેલીઓ વધી રહી છે.

હવામાન વિભાગ જણાવે છે કે પૂર્વોત્તર હિમાલયન રેન્જીસ ઉપરથી આવતા ઠંડા પવનો બંગાળના ઉપસાગર પરથી પસાર થતાં તેમાંથી જળ શોષીને તરબતર થયેલા વાદળો ભૂમિ ઉપર આવતાં ભારે વરસાદ લાવે છે.

અડયાર ક્ષેત્રમાં સૌથી વધુ ૮૦ મી.મી. વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત અન્નાનગર-નુંગમબક્કમ બેલ્ટના ઘણા વિસ્તારોમાં સારો એવો વરસાદ પડયો છે.


Google NewsGoogle News