વાસ્તુ ટિપ્સ: પરિવારમાં હોય ધનની સમસ્યા તો હોળી પહેલા ઘરની બહાર ફેંકી દો આ વસ્તુઓ
નવી મુંબઇ,તા. 16 માર્ચ, 2024 શનિવાર
હોળી એ રંગોનો તહેવાર છે, અને રંગો જ તેની ખરી મજા છે.આ વખતે હોળીનો તહેવાર 25 માર્ચ 2024ના રોજ ઉજવવામાં આવશે. આ વર્ષે ફાલ્ગુન પૂર્ણિમા તિથિ 24 માર્ચે સવારે 9.54 વાગ્યાથી શરૂ થશે અને 25 માર્ચ સુધી સવારે 12.29 વાગ્યા સુધી ચાલશે.
હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે, હોળીનો તહેવાર ઉજવતા પહેલા ઘરની સફાઈ કરવી જરૂરી છે. એવું માનવામાં આવે છે કે તેનાથી ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે. ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે તે માટે ઘરમાં રાખેલી આ વસ્તુઓને હોળી પહેલા ફેંકી દેવી જોઈએ.
હોલિકા દહન પહેલા જૂના ચંપલ ફેંકી દો
વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં રાખેલા તૂટેલા અને નકામા ચંપલ અને સ્લિપરને હોલિકા દહન પહેલા ઘરની બહાર ફેંકી દેવા જોઈએ. લાંબા સમય સુધી જુના જૂતા અને ચપ્પલ રાખવાના કારણે ઘરનું વાતાવરણ નકારાત્મક બની જાય છે અને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે.
સૂકા તુલસીનો છોડ
હિન્દુ ધર્મ અનુસાર તુલસીનો છોડ ઘરમાં સકારાત્મકતા લાવે છે. તેથી જો તુલસીનો છોડ સુકાઈ ગયો હોય તો હોલિકા દહન પહેલા ઘરમાં તુલસીનો નવો છોડ લગાવવો જોઈએ, તેનાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે.
ઘણી વખત લોકો ઘરમાં રાખેલા જૂના રંગોથી પણ હોળી રમે છે. વાસ્તુ અનુસાર આવું ન કરવું જોઈએ. હોળીના રંગો જીવનમાં નવો આનંદ લાવે છે. તેથી હોળી પહેલા ઘરની બહાર જૂના રંગો ફેંકી દેવા જોઈએ. એવી માન્યતા છે કે, હોલિકા દહન પહેલા જૂના વસ્ત્રોનું દાન કરો.
તૂટેલા કાચ અને તૂટેલા ચિત્રો બહાર કાઢો
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં તૂટેલા ફોટા અને તૂટેલા અરીસાથી ઘરમાં વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે. જો ઘરમાં આવી કોઈ તસવીર કે અરીસો હોય તો તેને ઘરમાંથી કાઢી નાખો. જો ઘરમાં ભગવાનની કોઈ તૂટેલી મૂર્તિ હોય તો તેને પાણીમાં વિસર્જિત કરો. હોલિકા દહન પહેલા ઘરમાં રાખેલી તૂટેલી ઈલેક્ટ્રોનિક વસ્તુઓ બહાર ફેંકી દો. આ વસ્તુઓ ઘરમાં નકારાત્મકતા લાવે છે.