HIV હવે અસાધ્ય રોગ નહીં રહે, આ ઈન્જેક્શનની મદદથી મોતની બીમારી પણ થશે દૂર

Updated: Jul 8th, 2024


Google NewsGoogle News
HIV હવે અસાધ્ય રોગ નહીં રહે, આ ઈન્જેક્શનની મદદથી મોતની બીમારી પણ થશે દૂર 1 - image
Image Envato 

HIV Injection : હવે એઇડ્સ અસાધ્ય રોગ નહી રહે. કારણ કે હવે HIV ની ઈલાજ શક્ય બની છે. એક એવું ઇન્જેક્શન શોધાયું છે, જે વર્ષમાં બે વાર આપવામાં આવે તો આ જીવલેણ રોગથી 100% સલામતી મળી શકે છે. દક્ષિણ આફ્રિકા અને યુગાન્ડામાં કરવામાં આવેલા એક અભ્યાસમાં આ દાવો કરવામાં આવ્યો છે.

આ ઈન્જેક્શનનું નામ 'લેંકાપાવીર' છે. જેને એક મોટા પાયે ટ્રાયલ કરવામાં આવ્યા પછી જાણવા મળ્યું કે આ ઈન્જેક્શન છોકરીઓને HIV થી સંપૂર્ણરીતે સુરક્ષા આપે છે. આવો જાણીએ મેડિકલ ક્ષેત્રે થયેલી આ શોધ અન્ય સ્થળોએ ક્યારે પહોંચશે અને તે કેવી રીતે બનાવવામાં આવી છે.

HIV ઈન્જેક્શન ટ્રાયલ

આ સંશોધનમાં એ જાણવાની કોશિશ કરવામાં આવી હતી કે, 'લેંકાપાવીર' ઈન્જેક્શન દર 6 મહિને આપવાથી અન્ય દવાઓની સરખામણીમાં HIV ઈન્ફેક્શનથી વધુ સારી સુરક્ષા મળે છે. લેંકાપાવીર અને અન્ય બે દવાઓનું યુગાન્ડામાં 3 અને દક્ષિણ આફ્રિકામાં 25 જગ્યાએ 5 હજાર લોકો પર તેનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. દક્ષિણ આફ્રિકાના વિજ્ઞાની લિન્ડા ગેલ બેકરે ક્લિનિકલ ટ્રાયલ વિશે માહિતી આપી હતી.

HIV ઈન્જેક્શન કેટલું અસરકારક

લેંકાપાવીર એચઆઈવી કેપ્સિડમાં જઈને આ વાયરસથી બચાવે છે. કેપ્સિડ એ પ્રોટીન શેલ છે, જે એચ.આઈ.વીની આનુવંશિક સામગ્રી અને પ્રતિકૃતિ માટે જરૂરી ઉત્સેચકોનું રક્ષણ કરવાનું કામ કરે છે. અને આ ઈન્જેક્શન દર 6 મહિને ચામડી પર લગાવવામાં આવે છે. અત્રે નોંધનીય છે કે, પૂર્વ અને દક્ષિણ આફ્રિકામાં છોકરીઓ અને મહિલાઓમાં HIVના કેસ સૌથી વધારે છે. 

ટ્રાયલમાં જાણવા મળ્યું કે, 2,134 મહિલાઓને આ ઈન્જેક્શન આપવાથી તેમને એચઆઈવીનો ચેપ લાગ્યો ન હતો. જેના પરથી ખ્યાલ આવે છે કે, લેંકાપાવીર ઈન્જેક્શન 100 ટકા અસરકારક છે.


Google NewsGoogle News