Get The App

આબુરોડ પર હિટ એન્ડ રનની ઘટના, કાર ચાલકે 10 રાહદારીઓને અડફેટે લીધા, ત્રણના મોત

Updated: Feb 12th, 2024


Google NewsGoogle News
આબુરોડ પર હિટ એન્ડ રનની ઘટના, કાર ચાલકે 10 રાહદારીઓને અડફેટે લીધા, ત્રણના મોત 1 - image


Rajasthan Accident: રાજસ્થાનના આબુરોડ પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ઓવરસ્પીડ કારે રસ્તા પર ચાલતા 10થી વધુ લોકોને અડફેટે લીધા હતી. જેમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા.જ્યારે આઠ જેટલાં રાહદારીઓ ગંભીર ઈજાઓ પહોંચી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડીને આગળની તપાસ હાથ ધરી છે.

ઓવર સ્પીડના કારણે કાર ચાલકે કાબૂ ગુમાવ્યો

મળતી માહિતી અનુસાર, આબુરોડના રિકો વિસ્તારમાં કાર ચાલકે અડધો ડઝનથી વધુ લોકોને અડફેડે લીધા હતી. ઓવર સ્પીડ હોવાના કારણે કાર ચાલકે કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. આ કાર પાટણની હોવાની સામે આવ્યું છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. SDM વિરારામએ ઘટના સ્થળે પહોંચી ઘટનાની જાણકારી મેળવી છે.


Google NewsGoogle News