દુનિયામાં પહેલીવાર કોણે બનાવી હતી પાણીપુરી, કોને આવ્યો હતો પુરીમાં પાણી ભરીને ખાવાનો આઇડિયા?
History of Panipur : ભારતના કોઇપણ શહેરમાં તમે રહો છો, તમારા શહેરમાં પાણીપુરી ચોક્ક્સ મળતી હશે. બની શકે તમારા શહેરમાં પાણીપુરીને બીજા નામે ઓળખવામાં આવતી હશે, પરંતુ પાણીપુરી વેચાતી તો હશે જ. ચાલો આજે તમને જણાવીએ કે પાણીપુરીનો ઇતિહાસ શું છે અને તેને પહેલીવાર કોણે બનાવી હતી.
પાણીપુરીનો ઇતિહાસ
આજે બજારમાં પાણીપુરી મળે છે, તેમાં બાફેલા બટાકા, વટાણા તો ઘણી જગ્યાએ ચણા ભરવામાં આવે છે અને પછી તેને ચટપટાં પાણી સાથે સર્વ કરવામાં આવે છે. હવે ફ્લેવર પાણી પણ આવે છે. પરંતુ હવે પ્રશ્ન એ થાય છે કે પાણીપુરી પહેલીવાર કોણે બનાવી હતી? તેને આ જ રીતે બનાવી હતી કે અલગ રીતે. પ્રથમવાર પાણી પુરી બનાવવા વિશે વાત કરવામાં આવે તો તેનું કનેક્શન મહાભારત સાથે જોડાયેલું છે. જો કે તેના નક્કર પુરાવા નથી, પરંતુ કહેવામાં આવે છે કે તેને પહેલીવાર દ્રોપદીએ બનાવી હતી.
દ્રોપદીએ બનાવી હતી પાણીપુરી
પૌરાણિક કથાઓ અનુસાર, જ્યારે દ્રોપદી લગ્ન કરીને સાસરીમાં આવી તો તેમની સાસુ કુંતીએ તેમની પરીક્ષા માટે એક કામ સોંપ્યું. તેમણે કહ્યું કે આપણે વનવાસ ગુજારી રહ્યા છીએ, એટલા માટે આપણી પtરતું ભોજન નથી. એવામાં ઘરમાં જે શાકભાજી અને લોટ પડ્યો છે તેનાથી પાંડવોનું પેટ ભરવાનું છે. કહેવાય છે કે ત્યારબાદ દ્રોપદીએ શાકભાજી અને લોટમાંથી એક એવી સ્વાદિષ્ટ વસ્તુ બનાવી જેનાથી બધાનું પેટ ભરાઇ ગયું.
મગધકાળ સાથે પાણીપુરીનો સંબંધ
મહાભારત ઉપરાંત પાણીપુરીનો સંબંધ મગધ સાથે જોડાયેલો છે. કહેવાય છે કે પાણીપુરી મગધમાં ફૂલ્કી તરીકે ઓળખાતી હતી. તમને જણાવી દઇએ કે ઉત્તર પ્રદેશ, બિહાર અને ઘણા રાજ્યોમાં પાણીપુરીને પુચકા કહેવામાં આવે છે. જો કે તેને મગધમાં પહેલીવાર કોણે બનાવ્યા હતા તેના વિશે જાણકારી નથી. પરંતુ તેને મગધ હોવા પાછળ તર્ક આપવામાં આવે છે કે પાણીપુરીમાં નાખવામાં આવતાં મરચાં અને બટાકા મગધ કાળ એટલે કે ઈસ. પૂર્વે 300થી 400 વર્ષ પહેલાં ભારત આવ્યા હતા. આ બંને વસ્તુઓ પાણીપુરી માટે જરૂરી છે.