લદ્દાખમાં 14 હજાર ફૂટ ઊંચે રચાયો ઈતિહાસ, બનાવ્યો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ

શિયાળા દરમિયાન પેંગોંગ સરોવરનું તાપમાન માઈનસ 30 ડિગ્રી સેલ્સિયસ હોય છે

તીવ્ર ઠંડીને કારણે ખારા પાણીનું તળાવ બરફથી થીજી જાય છે

Updated: Feb 21st, 2023


Google NewsGoogle News
લદ્દાખમાં 14 હજાર ફૂટ ઊંચે રચાયો ઈતિહાસ, બનાવ્યો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ 1 - image


અમદાવાદ, 21 ફેબ્રુઆરી 2023, મંગળવાર

કેન્દ્રશાસિત પ્રદેશ લદાખમાં 14 હજાર ફૂંટ ઊંચે આજે ઈતિહાસ રચાયો છે. વિશ્વના સૌથી ઊંચા થીજી ગયોલા સરોવર પર હાફ મેરેથોનનું આયોજન કરીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં તેનું નામ નોંધાયુ છે.

પેંગોંગ સરોવર પર હાફ મેરેથોનનું આયોજન

કેન્દ્રશાસિત પ્રદેશ લદાખના બરફથી જામેલા પેંગોંગ સરોવર પર પ્રથમવાર 21 કિમીની હાફ મેરેથોનનું સફળતાપૂર્વક આયોજન કરીને એક એનોખો ઈતિહાસ રચ્યો છે. ભારત અને ચીનની સરહદ પર 700 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા પેંગોંગ સરોવરનું શિયાળા દરમિયાન તાપમાન માઈનસ 30 ડિગ્રી સેલ્સિયસ હોય છે આ કારણે ખારા પાણીનું તળાવ બરફથી થીજી જાય છે. લેહ જિલ્લા વિકાસ કમિશનર શ્રીકાંત બાલાસાહેબ સુસેએ જણાવ્યું હતું કે ચાર કલાક લાંબી મેરેથોન લુકુંગથી શરૂ થઈ હતી અને માન ગામમાં સમાપ્ત થઈ હતી. તેમાં ભાગ લેનારા 75 પ્રતિભાગીઓમાંથી કોઈને ઈજાગ્રસ્ત થયુ ન હતું. 

લાસ્ટ રનના નામથી આયોજન કરાયું

લોકોને આબોહવા પરિવર્તન અને હિમાલયને બચાવવાની જરૂરિયાત વિશે યાદ અપાવવા માટે 'લાસ્ટ રન'ના નામથી તેનું આયોજન કરવામાં આવ્યું હતું. એડવેન્ચર સ્પોર્ટ્સ ફાઉન્ડેશન ઓફ લદ્દાખ દ્વારા લદ્દાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ, પર્યટન વિભાગ અને લદ્દાખ અને લેહ જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.


Google NewsGoogle News