Get The App

ઈતિહાસમાં પહેલીવાર યોજાશે શિયાળુ ચારધામ યાત્રા, 27 ડિસેમ્બરે શંકરાચાર્ય કરશે શુભારંભ

શિયાળુ ચારધામ યાત્રાનો શુભારંભ 27 ડિસેમ્બરથી શરૂ થશે, જ્યારે 2 જાન્યુઆરીએ હરિદ્વારમાં સમાપન થશે

આદિગુરુ શંકરાચાર્ય પરંપરાના ઈતિહાસમાં પ્રથમવાર જ્યોતિપીઠના આચાર્ય ચારધામની તીર્થયાત્રા કરશે

Updated: Dec 24th, 2023


Google NewsGoogle News
ઈતિહાસમાં પહેલીવાર યોજાશે શિયાળુ ચારધામ યાત્રા, 27 ડિસેમ્બરે શંકરાચાર્ય કરશે શુભારંભ 1 - image

દહેરાદુન, તા.24 નવેમ્બર-2023, રવિવાર

ઉત્તરાખંડ (Uttarakhand) સરકારે ઈતિહાસમાં પહેલીવાર ઐતિહાસિક શિયાળુ ચારધામ યાત્રા (Chardham Yatra) યોજવાનો નિર્ણય કર્યો છે. સામાન્ય રીતે ઉનાળામાં ચારધામ યાત્રા યોજાતી હોય છે. જગતગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ (Jagadguru Shankaracharya Avimukteshwaranand) યાત્રાનો શુભારંભ કરશે. શંકરાચાર્યના પ્રતિનિધિઓએ રવિવારે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી (CM Pushkar Singh Dhami) સાથે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીએ ચારધામ યાત્રા અંગે શુભેચ્છા પાઠવી છે. 7 દિવસના શિયાળુ ચારધામ યાત્રાની શરૂઆત 27 ડિસેમ્બરથી શરૂ થશે, જ્યારે 2 જાન્યુઆરીએ હરિદ્વારમાં સમાપન થશે.

જ્યોતિર્મઠના પ્રતિનિધિમંડળે CM ધામીને આમંત્રણ પાઠવ્યું

જ્યોતિર્મઠના એક પ્રતિનિધિમંડળે મુખ્યમંત્રી ધામીની મુલાકાત કરી તેમને શિયાળુ ચારધામ યાત્રાનું આમંત્રણ પાઠવ્યું છે. અઢી હજાર વર્ષ પહેલા આદિગુરુ શંકરાચાર્ય દ્વારા સ્થપાયેલ પરંપરાઓને આગળ વધારવા શંકરાચાર્ય શિયાળુ પૂજા સ્થળોની યાત્રા કરી રહ્યા છે. આદિગુરુ શંકરાચાર્ય (Adiguru Shankaracharya) પરંપરાના ઈતિહાસમાં પ્રથમવાર જ્યોતિપીઠના આચાર્ય ચારધામના પૂજા સ્થળોની તીર્થયાત્રા કરાશે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ શંકરાચાર્યની તીર્થયાત્રાન ઐતિહાસ કહી કહ્યું કે, તેમની તીર્થયાત્રાથી ચારધામના શિયાળુ યાત્રા કરનારા શ્રદ્ધાળુઓમાં વધારો થશે.

જગતગુરુ શંકરાચાર્યના તીર્થપ્રવાસનો કાર્યક્રમ

જ્યોતિર્મઠના મીડિયા પ્રભારી ડૉ.બૃજેશ સતીએ કહ્યું કે, શંકરાચાર્યની તીર્થયાત્રાની તમામ તૈયારીઓ પુરી થઈ ગઈ છે. 27 ડિસેમ્બરે સવારે 8 કલાકે હરિદ્વારથી ચારધામ યાત્રાની શરૂઆત થશે અને પરંપરા મુજબ સૌપ્રથમ ખરસાલી ગામના યમુના મંદિરે પહોંચી યમુનાજીની પૂજા-અર્ચના કરાશે, ત્યારબાદ 28 ડિસેમ્બરે ખરસાલી ગામેથી તીર્થયાત્રા નીકળી ઉત્તરકાશીના રસ્તે 29 ડિસેમ્બરે મુખવા ગામના હર્ષિલમાં ગંગાજીના પૂજા સ્થળે પહોંચશે. 30 ડિસેમ્બરે ઉત્તરકાશી વિશ્વનાથના દર્શન બાદ ભગવાન કેદારનાથના પૂજા-સ્થળ ઑંકારેશ્વર તીર્થયાત્રા પહોંચશે. ત્યારબાદ આ તીર્થયાત્રા બદ્રીનાથનું પૂજા-સ્થળ જોશીમઠ પહોંચશે. ચારધામ યાત્રાના દર્શન બાદ જગતગુરુ શંકરાચાર્ય શિષ્યો સાથે 2 જાન્યુઆરીએ હરિદ્વારમાં યાત્રાનું સમાપન કરવા પહોંચશે.


Google NewsGoogle News