'હિન્દુઓને તમારાથી ખતરો છે, રાજીનામું આપી દો...' કોંગ્રેસે RSS પ્રમુખ મોહન ભાગવતને ઘેર્યાં
Image: Facebook
Pawan Khera Targeted Mohan Bhagwat: કોંગ્રેસના સીનિયર નેતા પવન ખેડાએ ભાજપ અને આરએસએસ ચીફ મોહન ભાગવત પર નિશાન સાધ્યું છે. પવન ખેડાએ હરિયાણા એગ્ઝિટ પોલને લઈને પણ ભાજપ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે 'એગ્ઝિટ પોલમાં ટીવી ચેનલ્સ મોદીના સ્થાને નડ્ડા અને સૈનીની તસવીર બતાવી રહ્યાં છે. આનાથી જ ખબર પડે છે કે ભાજપની સ્થિતિ કેટલી ખરાબ છે. એટલું જ નહીં, આ લોકો જમ્મુ કાશ્મીરમાં પણ હારી રહ્યાં છે. તેથી જમ્મુ કાશ્મીર વિધાનસભામાં પાંચ સભ્યોનું નામાંકન કરવામાં આવ્યુ છે. આમને જે ષડયંત્ર રચવું હોય તે રચે, અમે ત્યાં સરકાર બનાવવા જઈ રહ્યાં છે.'
પવન ખેડાએ મોહન ભાગવતના નિવેદન પર પણ ટિપ્પણી કરી. તેમણે કહ્યું કે 'ભાગવત સૌથી પહેલા પોતાના પદ પરથી રાજીનામું આપે અને કોઈ દલિત કે આદિવાસીને સંઘ પ્રમુખ બનાવી દે પછી જાતિની સમાનતાની વાત કરો. હિન્દુ જોખમમાં છે તો તમારાથી જોખમમાં છે.'
એનઆરસી અને ઈડીના દરોડા પર પણ નિવેદન આપ્યું
પવન ખેડા આટલેથી રોકાયા નહીં. તેમણે કહ્યું કે 'ઘણા શહેરોમાં ડ્રગ્સની જપ્તી, મુંદ્રા પોર્ટથી સૌથી વધુ ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. ત્યાંથી કેવી રીતે ડ્રગ્સ નીકળી રહ્યું છે.? ઈડી ભાજપની એડવાન્સ પાર્ટી છે. ભાજપને ભટકવા દો, લોકોને ખબર છે કે કયા મુદ્દા પર મતદાન કરવાનું છે.'
મોહન ભાગવતે શું કહ્યું હતું?
આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે શનિવારે રાજસ્થાન બારામાં એક કાર્યક્રમમાં હિંદુ સમાજને એકત્ર થવાની શરૂઆત કરવાનું હતું. તેમણે મતભેદ ભુલાવીને એકતા પર જોર આપ્યુ હતુ. મોહન ભાગવતે કહ્યું હતું કે 'સમાજમાં અનુશાસન, કર્તવ્ય અને લક્ષ્યનું મહત્વ છે. ભારત એક હિન્દુ રાષ્ટ્ર છે અને અહીં તમામ સંપ્રદાયોને સન્માન મળે છે. હિંદુઓને પોતાને મજબૂત કરવા માટે ભાષા, જાતિ અને પ્રાંતના ભેદભાવને હટાવવો પડશે.'