Get The App

'બિહારમાં નહીં ચાલે હિન્દુ-મુસ્લિમ ડ્રામા, નહીંતર...' નીતિશ કુમારે ભાજપ નેતાઓને કેમ આપી ચેતવણી?

Updated: Nov 2nd, 2024


Google NewsGoogle News
Nitish Kumar


Nitish Kumar Warn BJP Leaders? : બિહાર એનડીએમાં સામેલ પાંચ પાર્ટીના વડાઓ ઉપરાંત સંસદ, વિધાનસભા અને વિધાન પરિષદના બંને ગૃહોના સભ્યો, પક્ષના અધિકારીઓ અને જિલ્લા અધ્યક્ષોને પણ બેઠકમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમાં બેઠકનું સ્થળ મુખ્યમંત્રી આવાસ હતું. એલજેપી-આર પ્રમુખ ચિરાગ પાસવાન બેઠકમાં આવ્યા ન હતા, પરંતુ તેમના સાંસદ અરુણ ભારતીને મોકલ્યા હતા. જેમાં પ્રમુખ જીતન રામ માંઝી પણ આવ્યાં ન હતા, પરંતુ તેમના દીકરાએ ભાગીદારી નોંધાવી. રાષ્ટ્રીય લોક મોરચાના વડા ઉપેન્દ્ર કુશવાહા ઉપરાંત ભાજપ અને જેડીયુના નેતાઓનો મેળાવડો હતો. નીતીશે બેઠકમાં સાથી પક્ષોને સ્પષ્ટ અને કડક સંદેશ આપ્યો હતો.

નીતીશે ભાજપના નેતાને કડક સંદેશ આપ્યો?

નીતીશ કુમાર એ જણાવવા માગે છે કે, બિમારમાં ભલે તેમણે 43 ધારાસભ્ય વાળી પાર્ટીના નેતા છે, પરંતુ મોટા ભાઈનો દરજ્જો અકબંધ છે. તેમણે વિરેધી પક્ષને સંદેશ આપવા માગે છે કે, તેમને વૃદ્ધ અને બિમારી તરીકે બરતરફ કરવાની ભૂલ કરશો નહીં. ભાજપના નેતા ગિરિરાજ સિંહ, હિરભૂષણ બચૌલ અને પ્રદીપ સિંહને પણ નીતીશ કડક સંદેશ આપવામાં સફળ રહ્યાં છે. ગિરિરાજ સિંહની હિંદુ સ્વાભિમાન યાત્રા, સીમાંચલને અલગ રાજ્ય બનાવવાની બચૌલની માગ અને પ્રદીપ સિંહની મુસ્લિમોને અરરિયામાં હિંદુ તરીકે રહેવાની સૂચનાથી નીતિશ ઘણા દિવસોથી દુઃખી હતા.

આ પણ વાંચો : મને કોઈ નબળો ના ગણતાં, ચૂંટણીમાં સલાહ આપવાની 100 કરોડ ફી લેતો: પ્રશાંત કિશોર

મુસ્લિમ મતદારોની નારાજગીનો ડર

નીતીશ કુમાર જાણે છે કે, તેમણે મુસ્લિમ મતદારોને આરજેડીની પકડમાંથી મુક્ત કરવા માટે કેટલી મહેનત કરવી પડી હતી. નીતિશે મુસ્લિમોમાં પસમંદા પર વિશેષ ધ્યાન આપ્યું, જેનાથી પછાત મુસ્લિમોમાં તેમનો પ્રભાવ મજબૂત થયો. ભારે મુશ્કેલીથી તે પોતાની બિનસાંપ્રદાયિક છબી સાથે મુસ્લિમોને પોતાના પક્ષમાં લાવવામાં સફળ થયા. નીતીશ કુમાર ભાજપ સાથે હોવા છતાં મુસ્લિમોએ તેમનો સાથ છોડ્યો નથી, તેનું કારણ તેમની બિનસાંપ્રદાયિક છબી છે. નીતિશ જે ત્રણ 'સી' ક્રાઈમ, કોમવાદ અને કરપ્શનની વાત કરે છે, તેમાં કોમવાદ બીજા નંબરે રહે છે.

આ પણ વાંચો : કરુણાંતિકા: પાટા સાફ કરી રહેલા કર્મચારીઓને ટ્રેને મારી ટક્કર, ચારનાં મોત

મોદીના નામથી નીતીશ નારાજ?

કોમવાદથી નીતીશ કુમારને કેટલી ચીઢ છે એ આ વાત પરથી જાણી શકાશે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે થયેલા હુલ્લડના છાંટા પણ તેમની પર પડ્યાં. જો કે, મોદીને ક્લીન ચીટ મળી અને જનતાએ પણ નિષ્કલંક જાહેર કર્યા. જો કે, આનાથી નીતીશના મનમાં તેમના પ્રત્યે નફરત પેદા થઈ. બંને વચ્ચે તણાવ પહેલીવાર વર્ષ 2010માં જોવા મળ્યો હતો, જ્યારે નીતિશે પટનામાં નરેન્દ્ર મોદી માટે ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. તે દિવસના અખબારોમાં છપાયેલી જાહેરાતમાં મોદી સાથેની તેમની તસવીર જોઈને નીતિશ એટલા ગુસ્સે થયા કે, તેમણે ભોજન સમારંભ રદ કરી દીધો. અગાઉ 2008માં નીતિશે કોસી પૂર રાહત તરીકે ગુજરાત સરકાર પાસેથી મળેલા 5 કરોડ રૂપિયા પણ પરત કર્યા હતા.


Google NewsGoogle News