Get The App

ત્યાં સુધી મોદી તેમના A1 મિત્રની...' હિંડનબર્ગના ધડાકા પર કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કેન્દ્ર સરકારને ઘેરી

Updated: Aug 11th, 2024


Google NewsGoogle News
ત્યાં સુધી મોદી તેમના A1 મિત્રની...' હિંડનબર્ગના ધડાકા પર કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કેન્દ્ર સરકારને ઘેરી 1 - image


Image Source: Twitter

Hindenburg Report: હિંડનબર્ગે વધુ એક ઘટસ્ફોટ કર્યો છે. આ વખતે તેના ઘટસ્ફોટમાં સેબીના ચેરપર્સન માધબીપુરી બૂચ સાણસામાં આવી ગયા છે. હિંડનબર્ગના ઘટસ્ફોટ મુજબ સેબીના ચેરપર્સન માધબીબુચ અને તેમના પતિ ધવલ બુચનો અદાણીની ઓફશોર કંપનીઓમાં ભાગીદાર છે. આમ સેબીના ચેરપર્સન માધવી બુચ અદાણી વિશે ખરાબ રિપોર્ટ ક્યાંથી આપે, જ્યારે તે પોતે જ તેમના હિસ્સેદાર હોય. હવે હિંડનબર્ગના ધડાકા બાદ ફરી એક વખત રાજકારણ ગરમાયુ છે. પક્ષ-વિપક્ષ ફરી એક વખત આમને-સામને આવી ગયા છે. કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ સેબીના ચેરપર્સન માધબી પુરી બૂચ અને કેન્દ્ર સરકાર પર સતત પ્રહારો કરી રહ્યા છે. આ વચ્ચે હવે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું અને કહ્યું કે આ મામલે તપાસ થવી જોઈએ. 

મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર પર સાધ્યું નિશાન

હિંડનબર્ગના નવા રિપોર્ટ બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર પર નિશાન સાધ્યું અને કહ્યું કે, 'સેબીએ માનનીય સુપ્રીમ કોર્ટ સમક્ષ હિંડનબર્ગના જાન્યુઆરી 2023ના ઘટસ્ફોટમાં મોદી જીના નજીકના મિત્ર અદાણીને ક્લીનચીટ આપી હતી. આજે એ જ સેબીના ચેરપર્સના કહેવાતા નાણાકીય સંબંધોનો પર્દાફાશ થયો છે. મધ્યમ વર્ગથી સબંધિત નાના અને મધ્યમ રોકાણકારો, જેઓ પોતાની મહેનતની કમાણી શેરબજારમાં રોકાણ કરે છે, તેમને સુરક્ષિત રાખવાની જરૂર છે કારણ કે તેઓ સેબી પર વિશ્વાસ રાખે છે. જ્યાં સુધી આ મહા-કૌભાંડની JPC તપાસ નહીં થાય ત્યાં સુધી મોદીજી તેમના A1 મિત્રની મદદ કરતા રહેશે અને દેશની બંધારણીય સંસ્થાઓ તાર-તાર થતી રહેશે.

ભાજપે ઉઠાવ્યા સવાલ

ભાજપના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોથી જ્યારે પણ સંસદનું સત્ર શરૂ થાય છે ત્યારે કોઈને કોઈ વિદેશી રિપોર્ટ જારી થઈ જાય છે. સંસદના સત્રના ઠીક પહેલા BBCની ડોક્યૂમેન્ટ્રી જારી કરવામાં આવી હતી. સંસદના સત્ર પહેલા જ જાન્યુઆરીમાં હિંડનબર્ગનો રિપોર્ટ સામે આવ્યો હતો. આ તમામ ઘટનાઓ સંસદના સત્ર દરમિયાન જ બને છે. વિપક્ષના વિદેશી દેશો સાથે એવા સંબંધો છે કે તેઓ ભારતના દરેક સંસદ સત્ર દરમિયાન અસ્થિરતા અને અરાજકતા પેદા કરે છે. તેઓ ભ્રમ ફેલાવીને ભારતમાં આર્થિક અરાજકતા પેદા કરવા માગે છે. હવે તેઓ સેબી પર પ્રહાર કરી રહ્યા છે. કોંગ્રેસ છેલ્લા 30-40 વર્ષથી હંમેશા વિદેશી કંપનીઓ સાથે કેમ ઉભી છે? યુનિયન કાર્બાઈડ સાથે કેમ ઉભી છે?

શું કહ્યું SEBIના ચેરપર્સન માધબી પુરી બુચે? 

જો કે હિંડનબર્ગ દ્વારા લગાવાયેલા સનસનાટી મચાવતા આરોપો વિશે SEBIના ચેરપર્સને પણ જવાબ આપ્યો હતો. તેમણે સ્પષ્ટતા કરતાં કહ્યું કે મારી સામે લગાવેલા તમામ આરોપો પાયાવિહોણા છે અને મને બદનામ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આજે સવારે એક નિવેદન જારી કરતાં માધબી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચે કહ્યું કે હિંડનબર્ગના રિપોર્ટમાં લગાવાયેલા આરોપો પુરાવા વગરના છે અને તેમાં કોઈ સત્ય નથી. અમારું જીવન સૌની સામે જ છે. અમારે જે પણ ખુલાસા કરવાની જરૂર હતી તે તમામ જાણકારીઓ ગત વર્ષોમાં સેબીને આપી દીધી છે.


Google NewsGoogle News