આ મંદિરનું શિવલિંગ દર 12 વર્ષે વીજળી પડવાથી તૂટે છે, હિમાચલના બે હજાર વર્ષ જૂના મંદિરનું રહસ્ય
વીજળી મહાદેવના નામથી ઓળખાતું આ શિવમંદિર કાશ્મીરના સુંદર ગામ કુલ્લૂ ખીણની 2460 મીટરની ઉંચાઈ પર આવેલું છે
Image Twitter |
હિમાચલ પ્રદેશએ ખૂબસુરત પહાડો અને પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતું રાજ્ય છે. આ ઉપરાંત ત્યાંના અદ્દભુત મંદિરો, સમૃદ્ધ સંસ્કૃતિ અને પૌરાણિક રચનાઓ જેવી કેટલીક વિશેષતા માટે જાણીતું છે. જે ભારત દેશના હિમાચલ પ્રદેશની લારગી અને મનાલી વચ્ચે બિયાસ નદીની પાસે આવેલું છે. કુલ્લૂ ખીણ વિસ્તારમાંથી વહેતી બિયાસ નદી ભવ્યતાને બતાવે છે, જ્યાં દેવદારનાં જંગલોથી ઢંકાયેલ નદી, આસપાસમાં ખડકાળ પર્વતોની હારમાળા અને તેની ઉપરના શાનદાર પાઈન વૃક્ષો કુલ્લૂની શોભામાં વધારો કરે છે. આજે અમે કુલ્લૂ જિલ્લાના એક અનોખા અને રહસ્યમયી મંદિર સાથે જોડાયેલી રોચક તથ્ય વિશે વાત કરવાના છીએ, જેનું ધાર્મિક દ્રષ્ટિકોણથી વિશેષ મહત્ત્વ રહેલું છે.
આ શિવમંદિર કુલ્લૂ ખીણમાં 2460 મીટરની ઉંચાઈ પર આવેલું છે
હિમાચલ પ્રદેશમાં વીજળી મહાદેવ નામથી ઓળખાતું આ શિવમંદિર આવેલું છે, જે કાશ્મીરના ગામ કુલ્લૂ ખીણમાં 2460 મીટરની ઉંચાઈ પર આવેલું છે. આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે. આ મંદિર ભારતના સૌથી જૂના મંદિરોમાંથી એક માનવામાં આવે છે. આવો તેના વિશે વિગતે વાત કરીએ.
રહસ્યમય વીજળી પડવી
મંદિરની અંદર શિવલિંગ પર દર બાર વર્ષે રહસ્યમયી વીજળી પડે છે. આ રહસ્યને હજુ સુધી કોઈ સમજી શક્યું નથી અને વીજળી પડવાની ઘટનાને શિવલિંગના ટુકડાં થઈ જાય છે. એવુ માનવામાં આવે છે કે, પૂજારીઓએ દરેક ટુકડાને એકત્ર કરીને અને તેના પર નાજ, મસૂરનો લોટ અને ખાંડ વગરના માખણમાંથી બનાવેલ પેસ્ટનો ઉપયોગ કરીને આ શિવલિંગને જોઈન્ટ કરવામાં આવે છે. નવાઈની વાત એ છે કે, થોડા મહિના પછી શિવલિંગ પહેલા જેવું દેખાવા લાગ્યું હતું.
સ્થાનિક લોકોની માન્યતા
સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે, ઈષ્ટદેવ આ વિસ્તારમાં રહેતા લોકોને કોઈપણ જાતની મુસીબતથી બચાવવા માંગે છે. કેટલાક લોકોનું એવું માનવું છે કે, વીજળી એ વિશેષ દેવીશક્તિઓ સાથેનું એક દૈવીય વરદાન છે. આ ઉપરાંત એક એવી પણ વાત છે કે, દેવતા સ્થાનિક લોકોની રક્ષા કરે છે.
કેવી રીતે પહોંચશો આ મંદિરે
આ મંદિર કુલ્લૂથી લગભગ 20 કિલોમીટર દૂર આવેલું છે અને 3 કિલોમીટરનું ટ્રેકિંગ કરીને અહીં પહોંચી શકો છો. આ ટ્રેક પ્રવાસીઓ માટે ખૂબ જ મનોરંજક છે. ખીણો અને નદીઓના કેટલાક સુંદર દૃશ્યોનો આનંદ માણવા માટે આ સ્થળ સર્વોત્તમ છે.