VIDEO: હિમાચલ-કાશ્મીરમાં ભારે હિમવર્ષાથી 500 રસ્તા બંધ, ફ્લાઈટો કેન્સલ, હિમપ્રપાતની ચેતવણી

હિમાચલમાં જનજીવન ખોરવાયું, ચારોકેર બરફની ચાદર, પ્રવાસીઓ ફસાયા

રસ્તાઓ પર પણ બરફ પથરાતા વાહનચાલકોને સાવધાન રહેવા સલાહ

Updated: Feb 4th, 2024


Google NewsGoogle News
VIDEO: હિમાચલ-કાશ્મીરમાં ભારે હિમવર્ષાથી 500 રસ્તા બંધ, ફ્લાઈટો કેન્સલ, હિમપ્રપાતની ચેતવણી 1 - image


Himachal Pradesh And Srinagar Snowfall Alert : દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી પડી રહી છે, તો પહાડી વિસ્તારોના લોકો હિમવર્ષાનો સામનો કરી રહ્યા છે. હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં ભારે હિમવર્ષાના કારણે જનજીવન ખોરવાયું છે. ચારેકોર બરફની ચાદર પથરાતા રસ્તાઓ પર વાહન ચલાવવું જોખમભર્યું બન્યું છે. ઉપરાંત એર ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ છે. કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની પણ સમસ્યા પણ સર્જાતા ત્યાંના રહેવાસીઓ પર આફત આવી ચઢી છે. એટલું જ નહીં હવામાન વિભાગે હિમપ્રપાતની પણ ચેતવણી પણ જારી કરી છે.

હિમાચલમાં હિમવર્ષા, વીજળી, કરા પડવાની આગાહી

હિમાચલમાં સ્થિતિ ગંભી બની છે. અધિકારીઓએ કહ્યું કે, હિમવર્ષાના કારણે રાજ્યમાં 518 રસ્તાઓ બંધ કરાયા છે. અહીં ઘણા વાહનો અને બહારથી આવતા પ્રવાસીઓ અટવાયા છે. હવામાન વિભાગે હિમાચલ માટે યલ્લો એલર્ટ જારી કર્યું છે અને છેલ્લા 24 કલાકમાં રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે બરફ વર્ષા ઉપરાંત તોફાન, વીજળી અને કરા પડવાની પણ આગાહી કરાઈ છે.

સૌથી વધુ શિમલામાં 161 રસ્તાઓ બંધ

હિમાચલના અધિકારીઓએ કહ્યું કે, શિમલામાં 161 રસ્તાઓ, લાહોર અને સ્પીડીમાં 157, કુલ્લુમાં 71, ચંબામાં 69 અને મંડીમાં 46 રસ્તાઓ બંધ કરાયા છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા મુજબ રાજ્યમાં 478 ટ્રાન્સફોર્મર ખરાબ થઈ ગયા છે અને જળ પુરવઠો પણ ખોરવાયો છે.

VIDEO: હિમાચલ-કાશ્મીરમાં ભારે હિમવર્ષાથી 500 રસ્તા બંધ, ફ્લાઈટો કેન્સલ, હિમપ્રપાતની ચેતવણી 2 - image

શ્રીનગર એરપોર્ટ પરની તમામ ફ્લાઈટો કેન્સલ

કાશ્મીર ઘાટીના લોકો પણ ભારે હિમવર્ષાનો સામનો કરી રહ્યા છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. શ્રીનગર એરપોર્ટ પર તમામ ફ્લાઈટો કેન્સલ કરી દેવાઈ છે. કાશ્મીરના મેદાન વિસ્તારોમાં મધ્યમ હિમવર્ષા જોવા મળી છે, જ્યારે ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા પડી રહી છે. કાશ્મીર ઘાટીમાં ઘણા સ્થળોએ બરફની ચાદરો પથરાતા વાહનો લપસી જવાની પણ ઘટનાઓ બની છે, તેથી વાહનચાલકોને સાવધાન રહેવાની સલાહ અપાઈ છે.

VIDEO: હિમાચલ-કાશ્મીરમાં ભારે હિમવર્ષાથી 500 રસ્તા બંધ, ફ્લાઈટો કેન્સલ, હિમપ્રપાતની ચેતવણી 3 - image

VIDEO: હિમાચલ-કાશ્મીરમાં ભારે હિમવર્ષાથી 500 રસ્તા બંધ, ફ્લાઈટો કેન્સલ, હિમપ્રપાતની ચેતવણી 4 - image

VIDEO: હિમાચલ-કાશ્મીરમાં ભારે હિમવર્ષાથી 500 રસ્તા બંધ, ફ્લાઈટો કેન્સલ, હિમપ્રપાતની ચેતવણી 5 - image


Google NewsGoogle News