રાજ્યસભાની ચૂંટણી : હિમાચલમાં કોંગ્રેસ-ભાજપને 34-34 મત મળ્યા, છેવટે ચિઠ્ઠી ઉછાળી નિર્ણય કરાયો

હિમાચલમાં કોંગ્રેસના 40 ધારાસભ્યોમાંથી છએ ક્રોસ વોટિંગ કરી ભાજપ તરફી મતદાન કર્યું

કોંગ્રેસના બિમાર ધારાસભ્ય બબલૂને હેલિકોપ્ટર દ્વારા મતદાન કરવા લવાતા ભાજપનો વિરોધ

Updated: Feb 27th, 2024


Google NewsGoogle News
રાજ્યસભાની ચૂંટણી : હિમાચલમાં કોંગ્રેસ-ભાજપને 34-34 મત મળ્યા, છેવટે ચિઠ્ઠી ઉછાળી નિર્ણય કરાયો 1 - image


Himachal Pradesh Rajya Sabha Election Result : હિમાચલપ્રદેશ રાજ્યસભાની ચૂંટણીનું ભારે વિરોધ, વિવાદ અને આક્ષેપો વચ્ચે પરિણામ જાહેર થયું છે. એક બેઠક માટે યોજાયેલા મતદાનમાં કોંગ્રેસ અને ભાજપને 35-35 મતો મળતાં બંને પક્ષો વચ્ચે આખરે ચિઠ્ઠી ઉછાળી નિર્ણય કરાયો છે, જેમાં ભાજપના ઉમેદવાર હર્ષ મહાજને કોંગ્રેસના ઉમેદવાર અભિષેક મનુ સિંઘવીને હાર આપી છે. સૂત્રોના જણાવ્યા મુજબ છ ધારાસભ્યોએ કોંગ્રેસ વિરુદ્ધ ક્રોસ વોટિંગ કર્યું છે, અને તે મતો ભાજપમાં ટ્રાન્સફર થઈ ગયા છે.

કોંગ્રેસના છ ધારાસભ્યોએ ભાજપ તરફી મતદાન કર્યું

હિમાચલપ્રદેશમાં એક રાજ્યસભા બેઠક માટે યોજાયેલી ચૂંટણીમાં 68 ધારાસભ્યોએ મતદાન કર્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપ અને કોંગ્રેસ, બંનેના ઉમેદવારોને 34-34 મતો મળ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપ નેતા જયરામ ઠાકુરને દાવો કર્યો છે કે, બંને પક્ષોને એકસરખા મત મળ્યા છે. જોકે તેની સત્તાવાર જાહેરાત થવાની બાકી છે. અહેવાલો મુજબ ક્રોસ વોટિંગના કારણે હિમાચલમાં કોકડું ગૂંચવાયું છે. 6 ધારાસભ્યોએ કોંગ્રેસ વિરુદ્ધ ક્રોસ મતદાન કર્યું છે, જેના કારણે કોંગ્રેસને 6 મત ઓછા મળ્યા છે અને તે મતો ભાજપને ટ્રાન્સફર થઈ ગયા.

કોંગ્રેસના બિમાર ધારાસભ્યને હિલેકોપ્ટરથી લવાતા ભાજપનો વિરોધ

ઉલ્લેખનિય છે કે, કોંગ્રેસના બિમાર ધારાસભ્ય સુદર્શન બબલૂને મતદાન કરવા હેલિકોપ્ટર દ્વારા લવાતા ભાજપે વિરોધ નોંધાવ્યો છે. ભાજપ પોલિંગ એજન્ટે આચાર સંહિતાનું ઉલ્લંઘનનો આક્ષેપ લગાવી બબલૂના મતને રદ કરવાની માંગ કરી રહ્યા છે. આ મામલો ચૂંટણી પંચને મોકલાયો છે. ચૂંટણી પંચ દ્વારા નિયમ મુજબ યોગ્ય સ્થિતિની તપાસ કર્યા બાદ જ નિર્ણય કરાશે.


Google NewsGoogle News